________________
તે કર્મ છૂટી જાય. દા.ત. તમને વધારે ઠંડકથી શરદી થઇ તો પછી ગરમીના ઉપાયો કરવા પડે ને? કફ નાશ કરે તેવું વાપરવું પડે ને? આરોગ્યની દૃષ્ટિએ ઠંડીનું મારણ ગરમી. તેવું જ અહીં. જે ભાવ કર્યા હોય તેનાથી એકદમ વિરોધી ભાવો લાવો. જડતા ખંખેરવી છે તો સતત વિચારશીલતા/વિવેકશીલતા રાખવી પડે. દરેક પ્રવૃત્તિ પર વિવેકથી વિચારો. કોઇ વસ્તુ પર આસક્તિ આવે તો તે વસ્તુનું સ્વરૂપ વિચારો, જ્યાં તમે વિચારશીલ બનશો એટલે કષાયો મંદ પડ્યા વિના રહેશે નહિ, કષાયોનું બળ જ નિર્વિચારકતા/મૂઢતા છે. જેટલા તમે મૂર્ખ બનો એટલો કષાયોનો ઉદ્રેક થાય. કષાયો વધારે તેટલી મૂઢતા વધારે. વારેતહેવારે ગુસ્સો આવે, પણ થોડા વિચારક બનો એટલે ગુસ્સો ઓગળવા માંડે. પણ વગર વિચારે ગુસ્સો કરો એટલે વધશે જ. માટે ગુસ્સો વધવાનું કારણ નિર્વિચારકતા જ ને? અમે તમને વધારે ને વધારે શાણા-સમજુ બનવાની પ્રેરણા કરીએ છીએ. સંસારની અમુક બાબતોમાં મૂર્ખ બનવામાં ૨સ છે કે ડાહ્યા/હોશિયાર બનવામાં રસ છે?
સભા ઃ મૂર્ખ બન્યા જ છીએ ને?
મ.સા. ઃ બન્યા નથી, આ ક્ષેત્રમાં (ધર્મક્ષેત્રમાં) મૂર્ખ બનવું ગમે છે, વિચારશૂન્યતા ગમે છે, વિચારશીલતા નથી ગમતી. વળી અમારે તમને કાલ્પનિક વિચાર નથી કરાવવા. હકીકતનો વિચાર કરાવવો છે. તમને એક સારા ચપ્પલ મળે તેમાં તમે હરખાવ ને? આવા નિર્વિચારક બનો છો. પેલા બાળક જેવું જ છે ને? અમારે ત્યાં આને તુચ્છ સ્વભાવ-હલકી વસ્તુમાં રાચવાની વૃત્તિવાળા કહ્યા છે. આ સ્વભાવથી તુચ્છ ગતિઓ બંધાય અને ચોરાસી લાખ જીવાયોનિમાં તુચ્છમાં તુચ્છ ભવ એકેન્દ્રિયનો છે. એમની કોઇ કિંમત છે? એમના જીવનની દયા/ચિંતા કોઇ કરે છે? કીડી મંકોડીની તો હજી કાંઇક પણ ગણતરી, પણ આવો તુચ્છ ભવ કેમ મળ્યો? અત્યંત તુચ્છ વસ્તુમાં રાચતા હતા માટે. તમે માનો કે ન માનો પણ ગતિબંધ એવા છે કે સતત ભાવ પ્રમાણે સાયકલરૂપે ગતિબંધ ચાલ્યા જ કરે છે. નરકગતિ છોડવીબંધ અટકાવવો હજી સહેલું છે. કેમકે તમને જન્મથી શાંત/અહિંસક લોહી મળ્યું છે. તેવા સંસ્કાર મળ્યા છે. માટે તીવ્ર છળકપટ/ દાવ-પેચ/મારામારી વગેરે જીવનમાં નહિ હોય. માટે નરકત તો હજી અટકી જાય, પણ એકેન્દ્રિય ગતિબંધ અટકાવવો મુશ્કેલ. શાસ્ત્ર કહે છે નરકગતિ કરતાં તિર્યંચગતિ અટકાવવી સો ગણી અઘરી છે. અહીં બેઠેલામાંના લગભગ કોઇ માંસાહાર/સાત વ્યસની
વ્યભિચારી/શિકારી જુગારી/ વગેરે નહિ હોય. ઉત્કટ પાપ/રૌદ્ર પ્રવૃત્તિ નરકગતિનો બંધ એકદમ કરાવે. પણ તમે ધારો તો આનાથી બચો, પણ એકેન્દ્રિય માટેના ભાવો છોડવા ઘણા અઘરા છે. એકેન્દ્રિય માટેનો બંધ કેટલીય વાર થઇ ગયો હશે અને હજી ચાલુ છે. પણ છોડવાની તૈયારી ખરી? એકવાર ઘરે જઇ શાંતિથી વિચારજો. વિચાર આવશે તો પણ ભય પેસી જશે.
સભા ઃ આવો જીવ ધર્મઆરાધના કરે તો બચી શકે?
(૧૪૭) સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org