________________
તેમ નથી. પણ જ્યાં સુધી એની આવી પ્રતીતિ ન થાય ત્યાં સુધી સંસાર રમણીય જ લાગે. પણ આ રમણીયતા એ દષ્ટિનો ભ્રમ છે. જીવ જ્યારે વાસ્તવિકતાનો વિચાર કરે છે, ત્યારે તો આ વાત જ આવીને ઊભી જ રહે છે. આવું લાગે પછી જીવને થાય કે દુર્ગતિઓ તો બિહામણી/ભયંકર છે જ, અને સદ્ગતિઓમાં પણ લાંબો સમય રહેવા જેવું નથી. કેમકે ભવભ્રમણનો અંત લાવવા માટે જ સદ્ગતિમાં રહેવાનું છે, અને સદ્ગતિમાં જો લાંબો સમય પસાર કરવા ગયા, તો ગમે ત્યારે નીચે દુર્ગતિમાં સરકી જઇશું. માટે તમારા મનમાં સંકલ્પ જોઇએ કે, ભલે આ ભવમાં સંસારથી પાર ન પમાય, પણ પાંચ પચ્ચીસ ભવમાં તો હવે મોક્ષમાં પહોંચવું જ છે. આ માટે થવું જોઇએ કે દુર્ગતિનાં કારણોને છોડી દઉં અને સદ્ગતિનાં કારણોને પામું તો સારું.
અકામનિર્જરા, શુભલેશ્યા, મંદકષાય વગેરે પ્રકૃતિ સાથે સંકળાયેલાં છે. ધ્યાન, વર્તમાન વિચારધારા સાથે સંકળાયેલ છે. ઉપયોગાત્મક મનના વિભાગ સાથે ધ્યાન સંકળાયેલું છે. શુભ/અશુભ વિચારો ઉપયોગ સાથે સંકળાયેલા છે. ધ્યાન વિચારાત્મક પાસાને કવર કરી લે છે. પ્રકૃતિ સાથે લઇને જેમ ફરો છો તેમ મન પણ કોઇને કોઇ વિચારમાં ફરે જ છે. મન નિષ્ક્રિય બનતું નથી. અને જ્યારે મનથી નિષ્ક્રિય બનશો તે દિવસે પરલોકમાં પહોંચી ગયા હશો. “ઉપયોગો જીવસ્ય લક્ષણમ્”. એવો કોઇ જીવ નથી જેની ઉપયોગધારા ચાલુ ન હોય.. મનનો ઉપયોગ કેળવવો હોય તો મનને એકાગ્ર કરવું પડશે. ભીંતમાં મનને એકાગ્ર કરવા ભીંતનું જ્ઞાન જોઇએ. પહેલાં ભીંત દેખાય, પછી સફેદ વગેરે, પછી ખરબચડી/લીસી વગેરે. મનને કોઇપણ વસ્તુમાં એકાગ્ર કર્યા વિના ઉપયોગ પેદા થતો નથી. અહીંયાં એકાગ્રતા એટલે તમારું મન જ્યાં કેન્દ્રિત થાય તે જ. પણ ધ્યાનની એકાગ્રતા લેવાની નથી, મનની લેવાની છે. આ ટેબલ પડ્યું છે, પણ તેમાં મન પરોવાય પછી જ ટેબલનું જ્ઞાન થાય. જ્યારે જ્યારે જે જે વસ્તુ જાણો, ત્યારે ત્યારે તે તે વસ્તુમાં તમારું મન પરોવાયેલું છે. તમારું મન ચંચલ/ભટકતું/અસ્થિર હોય, પણ તે જ્યારે તે વસ્તુને જાણે છે, ત્યારે તે વસ્તુમાં એક સેકન્ડ માટે તો પરોવાય જ છે. તે સિવાય તેને જાણી શકતા નથી. શાસ્ત્રમાં ધ્યાન માટે લખ્યું “સ્થિર અધ્યવસાયં ધ્યાનમ્'. મનનો અધ્યવસાય સ્થિર થાય, ધારારૂપ થાય, તે પણ હાઇ ક્વોલીટીનું(ઉચ્ચ કક્ષાની) maximum concentration(ઉત્કૃષ્ટ એકાગ્રતા) આવે, ત્યારે ધ્યાન થાય. એટલે મનને ક્યાંય પરોવવું હોય ત્યારે ત્યાં એકાગ્ર કરવું પડશે. કથા/વાર્તા કરતી વખતે ધ્યાન બીજે જાય? ઉપયોગ મંદ હોય તો ચાલશે. કારણ ઊંડી બુદ્ધિ દોડાવવી પડે તેવું નથી. ઊંડાણ આવે ત્યાં એકાગ્રતા વધારવી પડે. શાસ્ત્રમાં અઘરી વાત બતાવી હોય તો ધારી ધારી વિચારી વિચારીને વાંચો તો ગહન અર્થ હાથમાં આવે. ભણેલી, ભાષાપ્રાશ વ્યક્તિને પણ અવધારણ માટે મનને એકાગ્ર કરવું પડે. પ્રયત્ન જેટલો સતેજ કરો તેટલો શ્રમ વધારે પડે છે. અઘરી વસ્તુ સમજવા પા/અડધો કલાક કાઢો એટલે થાકી જાઓ. ગહન વિષયના સ્વાધ્યાયમાં બુદ્ધિશાળી સાધુ પણ કલાકમાં થાકી જાય, કારણ કે મનને એકાગ્ર કરવામાં પણ પરિશ્રમ પડે છે. ધ્યાનમાં તો બધી શક્તિને એકાગ્ર કરવાની છે. અત્યારે પ્રતિ ક્ષણ
(૮૫) જ
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org