________________
દેશિવરિતમાં આચરણ ૧% ક૨વાનું અને લાભ ૯૯% નો મેળવવાનો છે. દેશવિરતિમાં આચરણ દેશથી(અંશથી) કરવાનું છે, પણ બિનજરૂરી પાપો ઢગલાબંધ નીકળી જાય છે. આ અમદાવાદમાં પણ આખા નગર, તેનો વિસ્તાર, બધી વ્યકિતનો તમારે ઉપયોગ છે?તમારે તો તમારું ઘર, કુટુંબ, મિત્રમંડળ જ કામનું ને? છતાંય આપણું ગામ એવી મમતા લઇ ૨૪ કલાક ફરતા હો તો આખા ગામમાં જે હિંસા-આરંભ-સમારંભ-પાપો જે કાંઇ થાય તે બધાનું પાપ લાગે. શેરીનું કૂતરું માને શું? મારી શેરીમાં બીજું કોઇ આવે તો બહાર કાઢી મૂકું. તેમ તમારું માનસ શું? અવિરતિના ભાવોથી બિનજરૂરી પાપો બંધાય છે. એક મનની વૃત્તિ પડી છે. બાકી તેનાથી એને કોઇ ફેર પડતો નથી. હવે જેટલા પર રાગ હોય તેનાથી વિરુદ્ધ બધાના દ્વેષ પણ પડ્યા હોય. આ બધા ભાવો અવિરતિના કારણે જ છે. આપણી જ્ઞાતિ એવું એક મમત્વ હોય તો પછી જ્ઞાતિમાં કોઇ ભણે, ગણે, આગળ આવે, સમાજમાં મોભો વધે તો તમને આનંદ થાય. તેનાથી પાપ બાંધો. કેમકે મમત્વ પડ્યું છે. તેવી રીતે જ્ઞાતિમાં પડતી વગેરે થાય તો દ્વેષ થાય છે. એ બધાં પાપ પણ ચાલુ છે. અવિરતિમાં અહીં બેઠાં ત્રણ લોકનાં, ત્રણ કાળનાં સર્વ પાપો બંધાવવાની તાકાત છે. મનમાં તેવા તેવા ભાવો પડ્યા છે. જેટલા પાપના પરિણામ પડ્યા છે, વૃત્તિઓ રૂપે રાગ-દ્વેષની પરિણતી છે, તેનાથી સતત પાપબંધ ચાલુ જ છે. શાસ્ત્રમાં અવિરતિને ડાકણની ઉપમા આપી છે. એના પંજામાં ફસાયેલો જીવ આખોને આખો ખલાસ થઇ જાય તો પણ તે તેને છોડે તેમ નથી. વળી ઘણાને તો ખબર પણ ન હોય કે મને પણ અમદાવાદ માટે કેટલું મમત્વ છે! ઘણાને દ્વેષ પણ હોય, તો તેના દ્વેષના નિમિત્તે પાપબંધ ચાલુ. પરિણામ અંદર એવા હોય કે તેને ખબર જ ન હોય કે હું બેઠો બેઠો કેટલાં પાપ બાંધ્યા કરું છું. અવિરતિનો ક્યાસ કાઢવા માટે મનને પૂછો કે તક મળે તો કેટલાં કેટલાં પાપ કરવાની તત્પરતા છે? પ્રસંગ આવે તો કેટલું કરવા તૈયાર? તેમાં પણ બે વિકલ્પો. જનરલમાં શું કરવા તૈયાર? કટોકટીમાં શું કરવા તૈયાર? દા.ત. તમે સામાન્ય સંજોગોમાં એક જ ધંધો કરતા હો, પણ એવી કટોકટી આવે તો બીજા ધંધા કરવાની તૈયારી પણ ખરી ને? અર્થાત્ તેમાં તે પાપ કરવાની જે વૃત્તિઓરૂપે તૈયારી પડી છે, તેનાથી પણ પાપબંધ ચાલુ. અવિરતિ જથ્થાબંધ પાપ કરાવી શકે છે. અવિરતિમાં રહેલા જીવો માટે કર્મબંધનું આ કારણ છે.
સભા ઃ કર્મબંધના કારણમાં પાપ કરવાની તૈયારીનો ભાવ આવે?
મ.સા. : કર્મબંધનો વિસ્તાર અવિરતિનાં કારણોથી અને કર્મબંધમાં દૃઢતા મિથ્યાત્વથી છે. તમામ પ્રકારનાં પાપો બંધાય અવિરતિથી અને મિથ્યાત્વથી તીવ્ર થાય છે.
સભા
અજ્ઞાન શું કરે?
મ.સા. : અજ્ઞાન મિથ્યાત્વને સપોર્ટ(ટેકો) કરે છે. જો અજ્ઞાન ન હોત તો મિથ્યાત્વ ટકી
૧૦૩
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org