________________
છોડવાની બંને તાકાત છે. જે જે વસ્તુ કરો તે વખતે તેવા તેવા ભાવો થાય અને તે ભાવોથી તેવો તેવો કર્મબંધ થાય. જ્ઞાતિનો દીકરો અમેરીકા જઇ આવે તો હારતોરા કરી આવો ને? કેમ? સારું ભણી આવ્યો, કમાઈ આવ્યો.
સભા અમે એની હોશિયારીનું સન્માન કરીએ છીએ, પાપ કરી આવ્યો તેનું નહિ. મ.સા. હા, તમને કોઈ કહે કે મારે તો મટન(માંસ) સાથે સંબંધ છે, પણ પાછળની હિંસા થાય છે તે હું ઇચ્છતો નથી, તો ચાલશે?
સભા પણ હોશિયારી ગુણ છે. મ.સા. સારા વિષયમાં હોશિયારી ગુણ છે કે ખરાબમાં હોશિયારી ગુણ છે? ગુણ ન હોય ને ગુણમાં ખપાવો તો પાપ લાગે. બાકી તો ઘણાં જુગાર રમવામાં એવા હોશિયાર હોય કે જોત જોતામાં બધાને હરાવી દે. તમે તેની પાસે બાઘા જેવા લાગો. તો તેનામાં ગુણ છે અને તમારામાં દોષ છે? ઘણા ભલભલાને આંખમાં ધૂળ નાંખી તેનું તફડંચી કરે તેવા હોશિયાર છે, તો શું કહેશો? હોશિયારી જાતે ગુણ નથી, હોશિયારી ક્યાં વાપરે છે તે પર આધાર છે. કલા શેમાં છે તે જોવાનું અને ક્યાં વાપરે છે તે નહીં? ખરાબ હોશિયારીમાં રાજીપો એ પાપની અનુમોદના છે. તમારો દીકરો પણ કઈ બાબતમાં હોશિયાર હોય તો રાજી થવાય? માટે પ્રેરક બળ જ ખોટું હોય, માટે જ પાપો બંધાય છે. મોર નાચતો હોય અને મોર પર રાગ હોય તો આ રાગનું મૂળ જ ખોટું ને? જે મોરે લાખો જીવડાંઓ ખાઈ શરીર બનાવ્યું છે. રૂપ, રંગ, શરીર શેના છે? કેટલા જીવના કચ્ચરઘાણ કાઢી બનેલું છે! દેશવિરતિનો પરિણામ પણ જોઈએ, માત્ર વ્રતો ઉચ્ચરાવો તે ન ચાલે.
વ્યાખ્યાન = ૧૪
તા.૧૬-૬-૯૬, રવિવાર.
અનંત ઉપકારી. અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને સર્વ પાપોથી મુક્ત કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
ધર્મ તમારી પાસેથી બીજું કાંઈ નથી માગતો પણ તમને સર્વ પાપોથી મુક્ત કરાવવા માંગે છે. નવકારમાં પણ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા પછી શ્રેષ્ઠ ફળ શું બતાવ્યું? એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો. ઉત્કૃષ્ટ- શ્રેષ્ઠ ફળ સર્વ પાપોનો ક્ષય. તમને આ શ્રેષ્ઠ ફળની વાંછા છે કે બીજા કોઈ ફળની વાંછા છે? તમને એમ થાય કે આ પંચ પરમેષ્ઠીના આલંબનથી મારાં પાપોનો ક્ષય થતાં થતાં એક દિવસ સર્વ પાપોનો ક્ષય થશે, પછી મારો મોક્ષ થઈ જશે? એનો અર્થ એ કે પાપ (મલિનતાઅસ્વચ્છતા-ગંદકી), જે કાંઈ આત્માની અશુદ્ધિ છે, તે દૂર કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું, તે જ ધર્મનું ફળ છે. માટે જ તમે પાપોનો ત્યાગ કરો, તેનાથી અટકો, ભૂતકાળનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરી ખપાવો, નવાં પાપ ન બાંધો, અને કદાચ નવાં પાપ (૧૦૫) . .
. . ( સદ્ગતિ તમારા હાથમાં)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org