________________
ભાવ છે, તો તેનું પાપ પણ ચાલુ. ઘણાને દીકરો જન્મ્યો ત્યારથી પરણાવવાની ઇચ્છા ચાલુ છે.
સભા ઃ બીજે દિવસે આયંબિલ ક૨વાનો ભાવ હોય તો?
મ.સા. : ભવિષ્યમાં કરવાનાં સત્કાર્યોનો સંકલ્પ આજથી કરો તો પુણ્ય પણ બંધાશે. જાત્રા કરવા છ મહિના પછી જવું છે પણ આજથી મનમાં સંકલ્પ કર્યો ત્યારથી પુણ્યબંધ ચાલુ થઇ ગયો.
સભા : કોઇ કારણસર ન કરી શકાય તો?
મ.સા. : યોગ્ય કારણસર ન કરી શકાય તો દોષ ન લાગે, પણ પ્રમાદાદિના કારણે ન કરે તો દોષ લાગે. કોઇ શ્રાવકે મનોરથ કર્યો હોય અને ઓચિંતો મરી ગયો તો પાપ ન લાગે. તમારા હાથની વાત ન હોય અને શુભ સંકલ્પ પાર ન કરી શક્યા તો દોષ નથી. પણ છતી શક્તિએ શુભ ભાવની પૂર્તિ ન કરો તો પાપ લાગે. ભવિષ્યનાં શુભ/અશુભ ભાવનાં પુણ્ય/પાપ અત્યારે લાગે, તેવી રીતે ભૂતકાળનાં શુભ/અશુભ ભાવનાં પુણ્ય/ પાપ પણ અત્યારે લાગે.
સભા : ભૂતકાળની પ્રવૃત્તિનાં પાપ અત્યારે કેવી રીતે લાગે?
મ.સા. : ભૂતકાળમાં તમને કોઇએ કાંઇ કીધું હોય અને તે વખતે તમે ચૂપ રહ્યા હો, પણ ફરીથી તે વાત યાદ આવે ત્યારે થાય કે, તે વખતે ચોપડાવી દીધી હોત તો સારું થાત. હવે તો તે અવસર વીતી ગયો, છતાં તે કા૨ણે ભૂતકાળનું પાપ વર્તમાનમાં ચાલુ રહે. કેમકે ભૂતકાળના પાપની મનમાં ઇચ્છા પડી છે. જીવે પોતાના આત્મામાં કેવા ભાવો કેવી રીતે થાય છે તે વિચારવા જેવા છે. માટે ભૂતકાળની બની ગયેલી ઘટના, જેની સાથે આજે કાંઇ લેવાદેવા નથી, છતાંય તેના નિમિત્તે કોઇ રાગદ્વેષ/શુભાશુભ ભાવ પડ્યા હોય તો તેના નિમિત્તથી પણ પુણ્ય-પાપબંધ ચાલુ રહે છે.
સભા ઃ ક્યાં સુધી?
મ.સા. : જ્યાં સુધી તે ભાવને વોસિરાવી ન શકો ત્યાંસુધી. ત્રણ કાળનાં ને ત્રણ લોકનાં બધાં જ પાપો અવિરતિમાં સમાવેશ પામી જાય છે. માટે એવાં કોઇ પાપ નથી જેના નિમિત્તે અશુભ ભાવો તમારા મનમાં ન રહી શકે. માટે દરેકે દ્રવ્યવિરતિમાં વિચારવાનું કે આટલો ત્યાગ કર્યો, આટલા ભાવ ગયા, તે નિમિત્તે આટલો પાપનો બંધ ગયો.
વળી કંદમૂળ નહિ ખાઉં તેવું પચ્ચક્ખાણ લઇ શકો પણ કંદમૂળની હિંસા જ ન કરવી તેવું પચ્ચક્ખાણ તમે ન લઇ શકો. અરે! કંદમૂળ શું, માણસને ન મા૨વો એવું પચ્ચક્ખાણ પણ નહિ લઇ શકો. તમારા હાથે ગમે ત્યારે ગમે તેની હિંસા થઇ શકે છે.
સદ્ગતિ તમારા હાથમાં !
૧૧૬.
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org