________________
મ.સા. નિકાચિત કર્મો બાંધેલાં તે તો પડ્યાં જ રહેવાનાં છે. સમય થાય ત્યારે ઉદયમાં આવશે અને મહાત્મા પર રથ ભટકાડશે. મહાત્મા તો શાંતિથી પાછા ઊભા થઇ ધૂળ ખંખેરી ધ્યાનમાં મગ્ન થઈ જશે. પેલો પાછું વળી જોશે અને પાછો રથ ભટકાડશે. આવું સાત વાર કરશે. મહાત્મા પછી ઉપયોગ મૂકશે. મારા પૂર્વ ભવનો દ્વેષી છે. આવો કોપ શા કારણે? ઉપયોગ મૂકશે અને જાણશે કે આ તો શાસન તીર્થકર ધર્મની ઘોર આશાતના કરી આવેલો રૌદ્ર પરિણામી જીવ છે. તે હમણાં સુધરે તેમ નથી. માટે મહાત્મા વિચારશે કે, હવે આને જીવાડવામાં સારું નથી. ઘણું જીવશે તો ઘણા ધર્મીઓને હેરાન જ કરશે. વળી આ મહાત્માનું તો સત્ હશે તેથી બચી જશે. પણ બધાનું એવું સત્ ન હોય એટલે એમના તો પરિણામો બગડશે જ. માટે મહાત્મા વિચારશે કે, આ જીવશે તો કેટલાય ધર્માત્માને ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરશે. માટે હવે આ ન જીવે તેમાં જ લાભ છે. મહાત્મા પાસે શક્તિ હશે. સીધી તેજોલેશ્યા છોડી ભસ્મસાત્ કરશે. સીધો મરી નરકે જશે.
સભા આમ તેજોલેશ્યા મૂકવાથી શું હિત થયું? મ.સા. અનેક ધર્માત્માઓ આના નિમિત્તે ધર્મમાર્ગથી શ્રુત નહિ થાય. વળી સુધરવાનો હતો જ નહિ. એનું હિત તો થઈ શકે તેમ હતું જ નહિ. મહાત્માને ખબર છે કે ગમે તેટલો ઉપદેશ આપે તો પણ જરાયે નહિ સુધરે. ગાઢ નિકાચિત કર્મ ઉદયમાં આવે તો તીર્થકરો જેવા તીર્થકરો પણ પ્રયત્ન કરે, તો પણ ફળ આવવાનો ચાન્સ જ નથી. તેથી જ્ઞાની પુરુષો મિથ્યા પ્રયત્ન કરે જ નહિ. માટે એક વાક્ય પણ હિતોપદેશ આપે નહિ. અમારે પણ ઉપદેશ આપવામાં લાભ દેખાય તો જ ઉપદેશ આપવાનો. માટે થોડા પણ લાયક જીવો હોય, ૧ કે ૨ ટકા જેટલી પણ અસર થાય એમ હોય તો અમે પણ ઉપદેશ આપીએ. શૂન્ય ફળ દેખાય તો ઉપદેશ આપવાની ભગવાનની આજ્ઞા નથી. અયોગ્યને ઉપદેશ આપવાથી નુકસાન જ થાય.
સભા : પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. મ.સા. તમે લોકો તેનો અર્થ સમજ્યા જ નથી. પ્રભુની દેશનામાં કરોડો દેવતા હાજર હતા. લાખો માનવો હાજર હતા. ભગવાનનું સમોવસરણ કેવું? પ્રભુનું પુણ્ય કેટલું? આ દેશનાથી ઘણા મોક્ષમાર્ગ પામ્યા છે. ઘણા બોધિબીજ, સમકિત પામ્યા છે. પણ પ્રભુની પ્રથમ દેશના શાસન સ્થાપવા માટે છે. અને શાસન સ્થપાય કોનાથી? ધોતિયાવાળાથી કે શર્ટમેન્ટવાળાથી? શર્ટપેન્ટવાળાથી શાસન સ્થપાય કે સાધુ જોઇએ? પ્રભુશાસનની પહેલ વહેલી પાયાની ઈંટ કોણ બને? ત્યાં પ્રભુની દેશના સાંભળી સર્વવિરતિના પરિણામ થાય, આખો સંસાર છોડી શાસનની સ્થાપનાનો આધારસ્તંભ બને તેવો જીવ ન હતો. માટે દેશના નિષ્ફળ ગઈ. એટલે અમારી દેશનાનું સાચું ફળ શું? આ અપેક્ષાએ તમારા સંઘમાં તમે કેટલા સાધુ મહારાજનું ચોમાસું સફળ કરાવ્યું? સફળતા-નિષ્ફળતાની એ વિશેષ વ્યાખ્યા છે. આ અર્થમાં નિષ્ફળ ગઈ, મૂળથી નિષ્ફળ નથી ગઇ. પ્રથમ દેશનામાં પણ હજારો જીવ ધર્મ પામ્યા હશે, પણ શાસન સ્થાપવા ( સદ્ગતિ તમારા હાથમાં ! ,
(૧૨૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org