________________
મ.સા. અરે, રોજ એક જ કેસ આવે છે? ઘરની બહાર નીકળો એટલે આવું જ જુઓ છો ને? જીવનમાં થોડી વિચારણા કરો તો જ પરલોક આંખ સામે તરવરશે.
નરક અને એકેન્દ્રિય, બંનેમાં દુઃખ/યાતના ત્રાસવેદના સંતાપ બધું જ છે. પણ ખૂબી ક્યાં છે? નરકમાં આત્મા સંજ્ઞી પંચેન્દ્રિય છે, મન/શરીર/જ્ઞાન બુદ્ધિ/સમજ બધું વિકસીત છે, માટે યાતના કે દુઃખ સમજવાની શક્તિ હોવાથી ખૂબ વેધકતાથી દુઃખ વેઠવાનાં આવે. જેટલી સંવેદનશક્તિ તીવ્ર તેટલું દુઃખ તીવ્ર લાગે. ચોરાસી લાખ જીવાયોનિમાં દુઃખની તીવ્રતા, સતેજતા નરકમાં છે. વળી શરીર/મનર/બુદ્ધિ વધારે સમજવાળા છે, માટે વેદનાનો અનુભવ ખૂબ જ સતેજતાથી થાય છે. જ્યારે એકેન્દ્રિયને વેદનાનું સંવેદન નારકી જેટલું સ્પષ્ટ-તીવ્ર નથી. એની સંવેદના સચોટ નથી. કેમકે ઇન્દ્રિયો એટલી વિકસિત નથી. શરીર પણ સશક્ત/મજબૂત નથી. માટે દુઃખના વિપાકો અનુભવ નરકના જીવ જેવા સ્પષ્ટ નથી. બાકી મોટે ભાગે એકેન્દ્રિય જીવો સામે ચોવીસ કલાક, જન્મે ત્યારથી જ મોત ઘૂરક્યા કરે છે, મોટે ભાગે કમોતે મરનારા છે. તમારા ઘરમાં પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવો કુદરતે આપેલું જીવન પૂરું કરી કુદરતી મોતે મરે, કે તે પહેલાં જ તમારા જેવાના હાથે કમોતે મરે? વળી મરે પણ કેવી રીતે? રીબાઈ રીબાઇને મરે કે શાંતિથી મરે? તમે પાણીથી ન્હાવ એટલે માથેથી ફરસ પર ઊંધા માથે પાણીના જીવો પટકાય. હજી ભાંગેલો હોય ત્યાં જઈ ગટરમાં પડે. ત્યાં ક્ષાર હોય જે તેના શરીરને બાળી નાંખે. જીવન હોય ત્યાં સુધી રિબાઈ રિબાઈને જ મરે ને? એવી રીતે વનસ્પતિ, વાયુ બધામાં આ જ સ્થિતિ છે. માટે એકેન્દ્રિય જીવો અનેકવિધ વેદનાને ભોગવી રહ્યા છે અને ભોગવતા ભોગવતા જ અકાળે મૃત્યુ પામી બીજા ભવમાં જતા હોય છે. વળી એટલા અણવિકસિત છે, કોઈ શક્તિ નથી, મોસ્ટ અન્ડરડેવલપ્ત(અત્યંત અવિકસિત) છે. આંખ-કાન-નાક-મન કશું નથી. તદ્દન અનાથ કક્ષામાં લાગે. તમે એક ડોલ પાણી તડકામાં મૂકે તો ત્યાં પડ્યા રહે. જેમ રાખો તેમ રહે. તેનું કોઈ ધણીધોરી ખરું? હવે તમને આ ભવ પસંદ કરવા લાયક લાગે છે? તમને કોઈ પસંદગી પૂછે તો ના જ પાડો ને? અને ત્યાં ન જવું હોય તો તેના ગતિબંધનાં કારણો સમજવાં પડશે.
નરક અને એકેન્દ્રિય તો હલકી દુર્ગતિના ભવ છે, અશુભભાવવાળા માટે જ છે, શુભ/ઉચ્ચ પરિણામવાળા જીવ માટે આ ભવ નથી. પણ તેમાં બે ભાગ છે. (૧). કઈ ક્વોલિટીના અશુભભાવથી નરકગતિ બંધાય અને (૨) કઈ ક્વોલિટીના અશુભભાવથી એકેન્દ્રિયગતિ બંધાય? આ જગતમાં જેટલાં પાપો થાય છે તે બધાનો પ્રતિક્રમણમાં બોલો છો તે અઢાર પાપસ્થાનકમાં સમાવેશ થાય છે. આ અઢારને તમે પાપ તો માનો જ છો ને? (વૃક્ષ ઉનાળામાં તપે, શિયાળામાં ઠરે. તમારા જેવા પાંદડાં વગેરે તોડે તો સામનો કરી શકે? સામનો તો દૂર, બિચારું ત્યાંથી ખસી પણ નહિ શકે. ઝાડ પર તાપ પડતો હોય બાજુમાં છાંયડો હોય પણ તે ત્યાં જઈ શકે ખરું?) આ સંસારની એવી કોઈ પાપપ્રવૃત્તિ નથી જે આ અઢાર પાપસ્થાનકમાં સમાવેશ ન પામતી હોય. જગતનાં તમામ પાપોનો મહાપુરુષોએ આ અઢાર પાપસ્થાનકમાં સંગ્રહ કરી લીધો છે, (૧૩૫) એક કરી કોલ (સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org