________________
અત્યારે તમે આ અઢાર પાર્પોમાંથી મુક્ત છો? અરે, જીવનમાંથી એકાદ પાપ પણ રદબાતલ થયું છે? કે અઢારે અઢાર ચાલુ જ છે? આ બધામાં નરક, તિર્યંચ, એકેન્દ્રિયગતિ બંધાવવાની તાકાત છે; પણ તિર્યંચ, એકેન્દ્રિય કે નરક માટે આ પાપ કેવા ભાવવિશેષથી કરો છો તે જોવાય. કોઇ પણ પાપ અતિશય રૌદ્રતાથી/નિસતાથી/તીવ્ર ક્રૂરતાથી/દાવપેચના ભાવથી, નાની પણ પાપપ્રવૃત્તિ કરો તો તે નરકગતિના બંધ અવશ્ય કરાવશે. કોઇ પણ પાપપ્રવૃત્તિ કરતાં ગાળો આપો, ગુસ્સે થાવ, હાંસી-મજાક-મશ્કરી કરો, ટેસ્ટથી વાનગી ખાઓ, મોટરમાં એ.સી.માં બેઠા હો, ઘરાક સાથે ઊઠાં ભણાવો, ભાગીદાર સાથે દાવ-પેચ કરો, એમ કોઇ પણ પ્રવૃત્તિ મારવાની, હાસ્ય-મજાકની-ચોરીની, તમામ પાપ-પ્રવૃત્તિમાં નરકગતિ માટે કેવો અધ્યવસાય હોય છે? નરકગતિ બાંધનાર જીવની શું વિશેષતાઓ? અઢાર પાપસ્થાનકમાં એવું પાપ એક પણ નથી જે નરક-તિર્યંચગતિ ન બંધાવે. પરંતુ સ્થિતિ શું? અમુક ભાવથી કરો તો નરકગતિ બંધાય. હસતા હોય પણ બીજાને આખોને આખો વીંધી નાખવાનો, ખેદાનમેદાન કરવાનો ભાવ હોય, તમારા રાજકારણીઓના હાસ્યમાં પણ ક્રૂરતા કેટલી હોય? કાતિલતા કેટલી હોય? નાના પણ પાપમાં ઉગ્રતા કાતિલતા/હૃદયની અત્યંત નિર્ધ્વસતા કરતા હોય. દા.ત. કચોરી ખાય અને કહે ખાઇએ તો શું વાંધો? ટેસથી ખાતા હોય, પછી કહે આમ જ કરવાનું હોય. ધિાઇ હોય તો બની શકે કે નરકગતિ બાંધે, રૌદ્રતા વગેરે આવે. મમતાના બે પ્રકાર છે. કોઇકને છેતરો/જુદું બોલો તો માયા-પ્રપંચ કહેવાય. ઘણા નાની સરખી બાબતમાં માયા કરે, તેમાં તેવી તીવ્રતા ન હોય, જ્યારે ઘણીવાર પોતાના લાભ ખાતર સામેવાળો આખો પાયમાલ થઇ જતો હોય તેવી વૃત્તિ હોય. આવી ઉગ્રતાવાળા જીવોને નરકગતિ બંધાય છે. તમારી કેપીટલ ૫૨ તમને મમતા તો છે જ. એટલે તેને કોઇ નુકસાન કરે તો ગુસ્સો-દુઃખઆઘાત થવાનો જ. આ મમતાથી ચોવીસ કલાક તો પાપ બંધાય જ છે, પણ મમતા એવી હોય કે કોઇ નાનું પણ નુકસાન કરે તો કેટલીય હદ સુધી સજા કરવાનું મન થાય, દા.ત.ચંપલના ચોરને પણ મારી નાંખવા સુધીની ભાવના/વૃત્તિ હોય, તો
ક્રૂરતા કેટલી?
સભા : એનાથી વિરોધી ભાવ થતા હોય તો?
મ.સા. ઃ તો ઘણું સારું છે. પણ બોલવું સહેલું છે. પાંચ-પચ્ચીસ રૂપિયાની વસ્તુ લઇ જાય તો જવા દો, પણ કીમતી વસ્તુ કોઇ લઇ જાય તો? સગો ભાઇ હોય અને પૈસા લઇ ગયો હોય તો પણ ભાવો કેવા થાય છે? અવસર તો ક્યારેક જ આવે પણ ઉગ્ર ભાવો તો પડ્યા જ હોય છે ને? એટલે ત્યારથી જ નરકગતિ બંધાય. નરકગતિ માટેના પાપના ભાવ તીવ્રતાવાળા/સતેજ હોય. એકેન્દ્રિય યોગ્ય ગતિ બાંધતો હોય ત્યારે પાપમાં નિર્વિચારકતા/મૂઢતા હોય છે. માટે તેનું તે જ કર્મ પણ નિર્વિચારક બનીને કરતા હો તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ગતિ બાંધો,
સભા ઃ તીવ્રતા અને સતેજતા વચ્ચે શું તફાવત?
સદ્ગતિ તમારા હાથમાં
Jain Educationa International
For Personal and Private Use Only.
(૧૩૬)
www.jainelibrary.org