________________
બે, એક નરકગતિ અને બીજી એકેન્દ્રિયગતિ. નરકગતિમાં આત્માને મહાત્રાસ મહાવેદના અનેક પ્રકારના સંતાપ હોય. કર્મના રૌદ્ર વિપાકનું વર્ણન સાંભળીને પણ પરસેવો છૂટી જાય!
સભા સાંભળીએ ત્યારે થાય પછી કાંઈ નહિ. મ.સા. પણ તમને કોઈ સારો ડોક્ટર અમુક રોગનું વર્ણન કરે કે તે રોગમાં આવી તકલીફ, દર્દીના આવા બૂમબરાડા, તેની ટ્રીટમેન્ટ પણ તકલીફવાળી હોય વગેરે, ત્યારે ગભરામણ થાય; પણ તે ગભરામણ કેવી હોય? તે વખતે એવું વિચારો કે એ તો રોગ થાય તેને, આપણે શું?
સભા તે સ્પષ્ટ દેખાય છે. મ.સા. તો દુર્ગતિ સ્પષ્ટ દેખાતી નથી? તિર્યંચો દેખાય છે ને? મેં એવા કેન્સરના દર્દી જોયા છે, જે ચોવીસ કલાક વાંદાની જેમ તરફડે. પાછા ધર્માત્મા. મોંમાંથી નમો અરિહંતાણ/મહાવીર-મહાવીર બોલે. પણ દસ મિનિટ પણ દિવસમાં ઊંઘ ન લેવાય. પણ તમે આવા કેસ જુઓ ત્યારે ગભરામણ થાય, પણ “આવું મને થાય તો?” એવો વિચાર આવે?
સભાઃ એવો વિચાર ન આવે. મ.સા. કેમ ન આવે? તમને કોઇએ ખાતરી આપી છે કે આવું તમને નહિ થાય? તેવો ભરોસો કોણે આપ્યો તે જ મારે જાણવું છે.
સભા : દેવ-ગુરુ-ધર્મ પર વિશ્વાસ છે કે આવું અમને નહિ થાય. મ.સા. એમ? એવો ધર્મ કર્યો છે ને! તો હું શાબાશી આપીશ. “સંસારમાં દેખાતાં આધિવ્યાધિ/ઉપાધિનાં દુઃખો જોઈ મને કમકમાટી આવી જાય છે; પણ આવું દુઃખ મને નહિ આવે, કેમકે મેં કોઈનું બગાડ્યું નથી.” એવું થાય છે?
સભાઃ આત્મા નિષ્ફર બની ગયો છે. મ.સા. બીજા માટે તમારો આત્મા નિષ્ફર થાય તે હજી બને, પણ તમને તમારી નથી પડી?
સભા નથી પડી. મ.સા. તો તો નિષ્ફર કરતાં નિર્વિચારક કહેવા પડે. સામે દેખાય છે, છતાં નિશ્ચિત છો ને? અને નિર્વિચારક છો માટે જ નિષ્ફર છો ને?
સભા જોતાં યાદ આવે પછી ભૂલી જવાય છે. (સદ્ગતિ તમારા હાથમાં !) ક જે રાસ (૧૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org