________________
આત્મા વિના સમજણે પણ કર્મ બાંધે છે. નસેનસમાં લોહી વહી રહ્યું છે, તેમાં શક્તિ આત્માની છે. એટલે જ દેહમાંથી આત્મા નીકળી જાય એટલે બધું ઠપ થઇ જાય છે ને? પણ આ સમજ ઇરાદા કે સંકલ્પ વગરનો પુરુષાર્થ છે. તમે કર્મ બાંધવાની ઇચ્છા ઇરાદો કરો છો, પછી કર્મ વળગે છે તેવું નથી. માટે અંદર બંધનું જે તંત્ર ચાલે છે, તે પ્રયત્ન કરી સમજવું પડે. બધાં જ કર્મોનો બંધ તો ઇરાદા વગરના પુરુષાર્થથી જ થાય છે. તમે ક્રિયા/પાપપ્રવૃત્તિ/પુણ્યપ્રવૃત્તિ તે બધું જ ઇરાદાપૂર્વક કરી શકો, દા.ત. અત્યારે ઇચ્છા થાય કે મારે સત્કાર્ય/દુષ્કાર્ય કરવાં છે, તો તમે ઇચ્છા/ઇરાદાપૂર્વક કરી શકો, પ્રવૃત્તિ/ભાવોમાં મરજીનામરજી ચાલે, પણ પછી તેનાથી બંધાતાં કર્મોમાં મરજી/નામરજી ન ચાલે. તે તો ભાવ પ્રમાણે બંધાતાં જ જાય. તમે માત્ર ભાવ/પ્રવૃત્તિ કરવામાં જ સ્વતંત્ર છો, શુભઅશુભ ભાવ કરવા તેમાં તમે સ્વતંત્ર છો, તમારા મનના તમે માલિક છો. એટલે ભાવ કરવામાં ઇચ્છા/મરજીપૂર્વક સ્વતંત્ર છો, પણ તે થયા પછી તે કારણે બંધાતાં કર્મમાં, તેમાં થતું વર્ગીકરણ વગેરેમાં તમે સ્વતંત્ર નથી. ખાવામાં સ્વતંત્ર ખરા, પણ ખાધા પછી તમે સ્વતંત્ર છો? તેમાં તો હોજરી તેના પ્રમાણે જ કામ કરશે. તમારી ઇચ્છા હોય કે આજે ઉપવાસ છે તો હોજરી શાંત થાય તો સારું, તો થશે?
સભા : બાંધેલું કર્મ કેટલા સમયમાં ઉદયમાં આવે?
મ.સા. : બંધાતા કર્મની અસર વધુમાં વધુ ૭૦૦૦ વર્ષ અને ઓછામાં ઓછી ૧૦૦ વર્ષ પછી શરૂ થાય. અસર શરૂ થાય તેમ કહું છું, પછી પીક પીરીયડ (તીવ્ર વિપાકનો તબક્કો) ગમે ત્યારે આવે. પ્રતિક્ષણ અસંખ્ય કાળ ચાલે તેવું કર્મ બાંધો છો. તે સ્ટોરમાં પડ્યું રહે અને ઓછામાં ઓછાં ૧૦૦ વર્ષ પછી અસર બતાવવાનું શરૂ થાય. વર્તમાનમાં જે શુભ અશુભ પ્રવૃત્તિ કરો છો તેનું ફળ પ્રાયઃ કરીને બીજા ભવમાં પ્રારંભમાં આવે. કર્મના બંધનાં ફળ તત્કાળ નથી અને કર્મબંધનાં ઇન્સ્ટન્ટ(તત્કાળ) ફળ હોત તો અમારે પાપ પુણ્યનો ઉપદેશ આપવો જ ન પડત.
કર્મોમાં કો-ઓર્ડીનેશન છે. જીવે જેવી ગતિ બાંધી હોય તે ભવમાં જીવ જાય પછી તે ભવમાં તેને અનુરૂપ જ બધાં કર્મોનો ઉદય થવાનો. કર્મોમાં એવું નથી કે એક કર્મ આ બાજુ ટાંટિયો ખેંચે, બીજું બીજી બાજુ. માટે જ જયારે આયુ/તિ બંધાય ત્યારે તેને અનુરૂપ જ બીજાં કર્મો બંધાય છે. માટે તમારા ગતિબંધને સમજો એટલે બીજાં કર્મોને આપોઆપ સમજી શકશો. માટે જ કઇ ગતિ બાંધો છો તેનો નિર્ણય જીવનમાં સતત કરતા રહો. અત્યારે તો પરલોકનો વિચાર જ નથી આવતો. ઘણા તો આંખ મીંચાય પછી ક્યાંક જવાનું છે તે જ ભૂલી ગયા છે અને ઘણાને યાદ છે તો બધું ભગવાન ભરોસે રાખ્યું છે.
સભા ઃ જે થવાનું હશે તે થશે!
મ.સા. ઃ તમને કોઇ કહે કે પાંચ વર્ષ પછી ગમે તે થશે, અત્યારે આ ફ્લેટ વેચી દો, તો વેચી દેશો? તમને વધારેમાં વધારે ચિંતા આ જીવન સુધીની જ ને? આંખ મિંચાયા
સદ્ગતિ તમારા હાથમાં !)
(૧૩૨)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org