________________
ઉપાસના થતી હોય, તે બધાનું ન્હવણજળ બધા લડતા દેવો પર છાંટે, ત્યારે તેઓ શાંત પડે. એટલું યુદ્ધ ચાલે.
સભા : અહીં શાંત પાડવાના આવા રસ્તા ખરા?
મ.સા. : અહીં શાંત પાડવાના આવા રસ્તા ચોથા આરામાં હોય. આજે પણ દેવને વશ કરી બોલાવો તો આ રસ્તો છે. પણ તમારે શાંત પડવું હોય તો પડો ને? શાંત પાડવાનો ઉપાય નથી તેવું નથી. ચારેય ગતિમાં જીવ જ્યાં સુધી અંદ૨થી ઉકળે છે ત્યાં સુધી ગમે ત્યાં જાય, અશાંતિ/દુઃખ જ રહેવાનું.
નરક-એકેન્દ્રિયબંધ પ્રાયોગ્ય ભાવોઃ
મૂળ વાત એ કે હલકી ગતિઓમાં ન જવું હોય તો કેવા ભાવ થાય તો ત્યાં જવું પડે તે જાણવા જેવું ખરું ને? વળી અત્યારે જ સાવધાન થવાની જરૂર છે. માટે દરેક ગતિના બંધનાં કારણો વિચારો. હું નીચેથી-તળિયેથી લઉં છું. આ ૮૪ લાખ યોનિરૂપ ચારગતિરૂપ સંસારના જીવોનું વર્ગીકરણ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિયરૂપે કર્યું છે. સૌ પ્રથમ એકેન્દ્રિયયોગ્ય ગતિ કેવા ભાવોથી બંધાય, ત્યાં ન જવું હોય તો કેવા ભાવો છોડવા તે શરૂ કરું છું. તમે તમારી જાત સાથે ટેલી કરજો . એકેન્દ્રિય ગતિ યોગ્ય બંધ હશે તો મોટું જોખમ છે. શાસ્ત્ર કહે છે, અપેક્ષાએ નરક કરતાં પણ એકેંદ્રિય ખરાબ. નરકમાં લાંબો સમય રહેવાનું નથી. વળી નારકો મરી નારક થતા નથી. બહાર આવવાના ચાન્સ છે. જ્યારે ૮૪ લાખ જીવાયોનિમાં મોટામાં મોટું ગોડાઉન એકેંદ્રિય છે. સૌથી વધારે જીવો એકેંદ્રિયમાં પડ્યા છે. કેટલાક તો અનંત કાળથી પડેલા છે. બધી ગતિમાં રહેવાનો સમય મર્યાદિત-નિયત છે. પુનઃ પુનઃ જન્મ લઇ સ્થિતિ સાયકલરૂપે રહેવાની નક્કી છે. એકેંદ્રિયમાં અનંતી ઉત્સર્પિણી/અવસર્પિણી સુધી પડ્યા રહો તો વાંધો નહિ. મોટો ભયજનક અખાડો છે. તેમાં પણ પાંચ પ્રકાર. તેમાંયે સૂક્ષ્મબાદ૨. ત્યાં ગયા તેટલી વાર. પછી મૂઢની જેમ જીવો-મરો. લોકો કચ્ચરઘાણની જેમ તમને કચરતા ચાલ્યા જાય. તમારા ઘરોમાં એકેંદ્રિય સંપૂર્ણ અનાથ છે ને? ગમે તે રીતે મારે-કાપે-રાંધે-મસાલા ભરે-પછાડે, કોઇ ખબર અંતર પૂછવાનું? રોજ કેટલા જીવો મર્યા તેની નોંધ લેવા પણ કોઇ તૈયાર છે? એ ભવમાં ગયા પછી તમારી હાલત શું? નરક કરતાં જોખમી ભવ એકેંદ્રિયનો છે. તમે ફૂલ જોઇ હરખાતા હો પણ ત્યાં તમે જશો તો ખબર પડશે. ત્યાં તમને જોઇ બીજા હરખાશે, પણ તમારી હાલત બહુ કફોડી હશે. માટે આ ગતિબંધના ભાવો જાણો પછી થશે કે તેના પડછાયા લેવા જેવા નથી. માટે એકેંદ્રિયબંધનાં કારણો જેટલાં છે તે બધાંને વોસિરાવી દેવાં જોઇએ. સચરાચર સૃષ્ટિમાં મોસ્ટ અંડરડેવલપ્ડ (અત્યંત અવિકસિત) અને તેમાં સૌથી વધારે સૂક્ષ્મ-બાદ નિગોદ, પછી સૂક્ષ્મ પ્રત્યેક જીવ, પ્રત્યેક બાદર જીવો. તેમાંય ક્રમસર ડેવલપ્ડ(વિકસિત) જીવો પણ. ટૂંકમાં આંધળા, મૂંગા, વ્હેરા, લૂલા, લંગડા જીવો તે એકેન્દ્રિય જીવો. એક ચામડી હોય, બાકી કશું નહિ. મનુષ્ય આવા હોય તો તેનો ભવ સદ્ગતિ તમારા હાથમાં!)
*
(૧૩૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org