________________
માટે સાધુ ધર્મ પાળે તેવો જીવ હાજર ન હતો. ઇન્દ્રો હાજર છે. તો ઈન્દ્રોને અપાયેલો ઉપદેશ કોઈ દિવસ નિષ્ફળ જાય?
સભા : પ્રભુને તો ખબર જ હશે ને? મ.સા. ? હા, પણ પ્રભુનો આચાર છે એટલે દેશના આપી છે. માટે તો થોડી વાર દેશના આપી પ્રભુ વિહાર કરી ગયા.
હવે મૂળ વાત-બંધાતું કર્મ સતત પ્રવાહરૂપે બંધાય છે અને સતત પ્રવાહરૂપે ઉદય પણ ચાલુ છે. કર્મની નાડ બંધમાંથી પકડવી પડે. તે પકડવા શાસ્ત્રમાં સરસ ગણિત આપ્યું છે, કે જીવ કેવાં કર્મ બાંધે છે, તે નક્કી કરવા તે કઇ ગતિ બાંધે છે તે જાણો. માટે દરેક આત્માનો ગતિબંધ સમજવો જોઈએ. તે માટે કઈ ગતિના બંધ માટે કેવા પરિણામ આત્મામાં થવા જોઈએ તે નક્કી કરો. જીવનમાં કેવા ભાવ કરો તો કીડીમંકોડાના ભવમાં જવું પડે? તમે કાયમ માણસ રહેવાના છો તેવી ગેરંટી કોઇએ આપી છે? સાવચેત ન રહો તો ત્યાં પણ સલવાઇ જવું પડે. ત્યાં તમને ફાવે તેવું છે?
સભાઃ અહીં પણ નથી ફાવતું. મ.સા. તો ક્યાં મોકલીએ?
સભા દેવલોકમાં. મ.સા. ત્યાં ફાવશે? શાસ્ત્રો ફરમાવે છે કે જે આત્મા પોતાનાં કર્મ/વૃત્તિઓ સુધારે નહિ તે ક્યાંય પણ જાય તો પણ સુખી થવાનો નથી. દેવલોકમાં પણ તમારા કરતાં બીજા કોઈ દેવની વધારે રિદ્ધિ/સંપત્તિ/અપ્સરા સુંદર હોય, આ જુઓ પછી શું થાય? વળી અહીં તો તમારો બંગલો નાનો છે અને પાડોશીનો બંગલો મોટો હોય તો ધીમે ધીમે મહેનત કરી મોટો બનાવી શકો. ત્યાં તેવું બનવાનું નથી. માટે ઘણા દેવતાઓ બીજાની રૂપાળી અપ્સરા જુએ એટલે લઈ જાય. પછી રૂપાળી અપ્સરા કોને મળે? વધારે પુણ્યશાળીને જ. એટલે પેલો એને મારે, પછી શું થાય? મળ્યું છે તે ગમે નહિ અને ગમ્યું છે તે મળે નહિ. ભવનપતિ-વ્યંતરમાં તો રોજ ઝઘડા થાય જ છે. પણ પહેલા, બીજા દેવલોકમાં પણ એવાં યુદ્ધો ખેલાય ને કરોડો દેવતાઓ બંને પક્ષે લડ્યા કરે અને તે પણ હજારો વર્ષો સુધી.
સભા : કયા હથિયારથી. મ.સા. એમને જે હથિયાર મળ્યાં હોય તેનાથી. અહીં કરતાં ત્યાં હથિયાર જોરદાર હોય છે. માર પણ વધારે પડે. વળી કોઈ સમયે તો લડાઈ એવી ચાલે કે અશાતા ઉલ્કાપાતથી બીજા દેવતાઓ તંગ આવી જાય. સારા દેવતાઓ તંગ આવી જાય. પછી શાંત પાડવા છેલ્લે તીર્થકર ભગવંતના શરીરનાં જે હાડકાંદાંત વગેરે દેવલોકમાં કાયમ ખાતે હોય, ઇન્દ્રો પણ તેને પૂજતા હોય, તેની અત્યંત પવિત્ર પુગલ તરીકે ત્યાં ભક્તિ
સદ્ગંતિ તમારા હાથમાં !
-
૧
ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org