________________
પછીની તો ચિંતા જ નથી ને?
સભા : પડશે એવા દેવાશે! મ.સા. હા, એ જ કહું છું. પાંચ વર્ષ પછી જેવી પડશે તેવી દેવાશે. અત્યારે ફલેટ વેચી લહેર કરોને!
સભા તો મૂર્ખ કહેવાય. મ.સા. અને મર્યા પછીનો વિચાર ન કરે તો તે ડાહ્યો!
સભા : કલ્પના નથી આવતી. મ.સા. સામે હકીકત છે છતાં કેમ કલ્પના નથી કરતા? પરલોકની શ્રદ્ધા કાચી છે. તમે મરતા સુધીનો વિચાર ન કરતા હો તો તમારી બેંક, ઇસ્યોરન્સ કંપની જેવી કોઈ સ્કીમ ચાલે? વીમા કંપનીમાં તો અત્યારે પ્રીમીયમ જ ભરવું પડે છે ને? પણ ભવિષ્યનો લહાવો જોઇએ છે ને? વીમા કંપનીમાં વિશ્વાસ છે પણ ભગવાન પર વિશ્વાસ નથી.
સભા વિશ્વાસ છે, જ્ઞાન નથી. મ.સા. ઃ આવી ધર્મની વાતો, આત્મા/પરલોકની વાતો, કેટલી વાર કાને પડી છે? આત્માપરલોક યાદ ન કરાવે તેવા કોઈ સાધુ આ પાટ પર બેઠા છે? પણ તમે સાંભળતી વખતે વિચારો છો કે મહારાજ તો મહારાજની રીતે બોલે.
સભા મહારાજની ફરજ છે તો બોલે. મ.સા. : હા, મહારાજની ફરજ છે. આવું હશે તો અમે ભગવાનની વાતો તમારા માથામાં બેસાડી શકીશું જ નહિ, પણ યાદ રાખો, પરલોકમાં ગયા પછી કોઈ પૂછવા આવવાનું નથી.
સભા ત્યાં ખ્યાલ નહિ આવે ને? મ.સા. કે અત્યારે ક્યાંથી આવ્યા તેનો ખ્યાલ નથી છતાં ગયા ભવનાં પાપનું દુ:ખ ભોગવવું પડે છે ને? તમારો ભૂતકાળ યાદ રહેતો હોય તો બધા સીધા નેતર જેવા થઈ જાઓ. માટે જ ભગવાને કર્મ, કર્મના વિપાકનું વર્ણન બતાવ્યું છે, જેથી તમને પોતાને ખ્યાલ આવે કે આપણે શું કરીએ છીએ. અહીં તો એકેએક ગતિ, ભવો, ભવમાં આવતા કર્મના વિપાકોનું વર્ણન છે. આપણે ત્યાં કરોડો વિકલ્પોથી કર્મના વિપાકોનું વર્ણન છે. એ મનમાં રમવા લાગે તો તરત થાય કે આમ કરીશ તો આ કર્મ બંધાશે, આવું કરીશ તો આવું કર્મ બંધાશે.
હવે હું નીચેની ગતિપ્રાયોગ્ય ભાવો બતાવીશ. આપણે ત્યાં તળિયાની દુર્ગતિ (૧૩૩) છે
( સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org