________________
એક પણ જીવને સંપૂર્ણ અભયદાન ગૃહસ્થજીવનમાં આપી ન શકાય. તમે તો ઓપ્શનલ (વૈકલ્પિક) અભયદાન જ આપી શકો. આ અપેક્ષાએ “હિંસા નહીં કરું” એવું જીવની સંપૂર્ણ અહિંસાનું પચ્ચખ્ખાણ વિકલ્પ વિના લઈ જ ન શકો. કેમકે કોઈને કોઈ રીતે તેની હિંસા થવાની જ છે. માટે કંદમૂળની બાધા એટલે માત્ર ખાવા નિમિત્તની હિંસા છૂટી. તે પણ ક્યારે? ખાવા નિમિત્તના ભાવ છોડો તો. પછી બીજી રીતે જે હિંસા થતી હોય તેટલું જ પાપ લાગે છે. આવી રીતે શ્રાવકના બધા પચ્ચખ્ખાણ ઓશનલ(વૈકલ્પિક) છે. કોઈ પણ પાપના સંપૂર્ણ ત્યાગનું પચ્ચખ્ખાણ શ્રાવકને અપાય જ નહીં. માટે શ્રાવક ત્રિવિધ ત્રિવિધ મન-વચન-કાયાથી એક પણ પાપ વોસિરાવી શકતો નથી. માટે ભગવાને દેશવિરતિ(૧૨ વ્રત)માં શક્ય ત્યાગ જ બતાવ્યો છે, પાલન કરવા અશક્ય બને તેવું વર્ણન જ નથી. વળી ૯૯.૯૯% બિનજરૂરી પાપોનો ત્યાગ છે. તે ત્યાગ કરો છો ત્યારે જથ્થાબંધ પાપોના ભાવ નીકળી જાય છે. વળી હાલ પણ તે પ્રવૃત્તિ તો હતી જ નહિ અને થવાની પણ ન હતી, છતાં ભાવો લઈને ફરતા હતા, એટલે પાપ લાગતું હતું. પચ્ચખ્ખાણ લેવાથી તે નીકળી જાય છે, અને તે નિમિત્તે થતા જથ્થાબંધ પાપના બંધ પણ નીકળી જાય છે. સાધુનાં વ્રત અને શ્રાવકનાં વ્રતમાં મેરુ-સરસવ જેટલો તફાવત છે. તમારાં અણુવ્રત એટલે અણુ જેટલાં પાપ જ છોડ્યાં, બાકીનાં બધાં ચાલુ છે. છતાં ફળ આટલું મોટું; કેમકે ભાવો ઘણા નીકળી જાય છે. બિનજરૂરી થતી અશુદ્ધિનો નિકાલ થઇ જાય છે. બધામાં મર્યાદા આવી જાય છે. દા.ત. શ્રાવકનાં વ્રત લીધાં હોય, ધંધાનું પરિમાણ કર્યું હોય, તો પછી દેશમાં ઔદ્યોગિકરણ થાય તો વિચાર પણ તમને નહીં આવે. પછી તો તમને થાય કે મારી જાત ખાતર પણ ઇન્ડસ્ટ્રી ન કરવી તેવું પચ્ચખાણ મેં લીધું છે, તો પછી બીજા માટે વિચાર શું કામ કરવો? અત્યારે તો વગર મફતનો બધી બાબતોમાં તમારો અભિપ્રાય ચાલુ જ હોય ને? તમારા અભિપ્રાયની દેશમાં શું કિંમત? દેશવિરતિનો પરિણામ આવે પછી આ બધા અભિપ્રાયો આપમેળે સમેટાઈ જાય. પછી તો થાય કે આ રોડ ખરબચડો હોય કે લીસો હોય તો મારે શું?
સભા અકસ્માત ઓછા થાય ને? મ.સા. સંભાળીને ચાલો તો રોડ લીસો કે ખરબચડો હોય તોય કાંઈ વાંધો ન આવે. પણ એવું નથી. એક પ્રકૃતિ છે કે લેવાદેવા વિનાના ભાવો કરો છો. દેશવિરતિના પરિણામ આવવા દ્વારા સતત મનુષ્યગતિના બંધની ગેરંટી આપી, પછી ગમે તે પ્રવૃત્તિ કરતો હોય. કદાચ લેશ્યા અશુભ હોય, આર્તધ્યાન આવ્યું હોય, છતાં શાસ્ત્ર કહેશે મનુષ્યગતિનો બંધ થવામાં વાંધો નહિ. કેમકે મનમાં દેશવિરતિનો પરિણામ રીઝર્વ પડ્યો છે. માટે એક દેશવિરતિનો પરિણામ હાજર હોય, તો પછી દુર્ગતિનાં બીજાં પાંચે કારણ હાજર હોય તો પણ સદ્ગતિ જ બંધાય, તે પણ મનુષ્યગતિનો જ બંધ થવાનો. વળી દેશવિરતિ માટે કોઇ મોટો પ્રયત્ન કરવાનો છે? અત્યારે રોજ ખાઈ ખાઈને શું ખાવ છો? દાળ-ભાત-શાક જ ને? પણ ઇચ્છા તો બધાની રાખવી છે? બધાની ઇચ્છાનો સ્વાદ આવે છે? ૧૧૭)
છે કે, કિ (સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org