________________
નિરપરાધી ત્રસ જીવની ઇરાદાપૂર્વક હિંસા નહીં કરો. આ પહેલું વ્રત આવ્યું. છતાં મુશ્કેલી ત્યાં થઇ કે ઈરાદાપૂર્વક નહિ મારવો, પણ છોકરો પોતાનો આડો-અવળો થતો હોય તો ઇરાદાપૂર્વક મારો ને? આવા સમયે અહિંસાનું વ્રત ન ભાંગે માટે વિકલ્પ મૂક્યો કે નિરપેક્ષપણે નહીં મારવું. હવે આ વ્રતમાં ધંધાના નિમિત્તથી હિંસાનો ત્યાગ તો થયો જ નથી. તેથી આમાંથી હિંસાનો પરંપરાએ કે સીધેસીધો થોડો ત્યાગ કરાવવા સાતમા વ્રતમાં મૂક્યું. એટલે પહેલા વ્રતમાં મૂળથી હિંસા ત્યાગ કરવાનું કહ્યું અને તે સિવાયની બાકી રહેલી હિંસાનો છઠ્ઠા, સાતમા ને આઠમા વ્રતમાં ત્યાગ કહો, જે ત્રણે વ્રતો પહેલા વ્રતના પૂરક છે. માટે પહેલું અણુવ્રત છે અને આ ત્રણે ગુણવ્રત કહેવાય છે. પાછળનાં ચાર તો શિક્ષાવ્રત, ટ્રેઇનીંગ માટે છે, સર્વવિરતિની. તેથી પહેલાં પાંચ વ્રતમાં પાપનો ત્યાગ, તેમાં રહી ગયેલો થોડો શક્ય ત્યાગ ૫,૬,૭માં અને સર્વવિરતિની ટ્રેઇનીંગ માટે છેલ્લાં ચાર વ્રત છે.
સભા ઃ એકાદ-બે વ્રતનાં જ પચ્ચખ્ખાણ કરતાં હોય તો પ્રાયોરીટી(પ્રથમ ક્રમ) કોને? મ.સા. : પહેલાં પાંચ વ્રતમાંથી જ પસંદ કરવા લાયક. બાકી તો તેનાં પૂરક-પૂરક છે. મૂળભૂત પાપોના પચ્ચષ્માણ માટે અમારે પાંચ મહાવ્રતો તેમ તમારે માટે પાંચ અણુવ્રતો. જગતનાં તમામ પાપોનું વર્ગીકરણ કરીને તેમનો સંગ્રહ મુખ્ય પ્રસિદ્ધ એવાં પાંચ પાપસ્થાનકોમાં કર્યો. તેના ત્યાગરૂપ આ પાંચેય આદર્શોને તમામ ધર્મો સ્વીકારે છે. આ પાંચે પાપોનો અણુરૂપે ત્યાગ આ પાંચ અણુવ્રતમાં આવે છે. વળી દરેક વ્રતમાં શ્રાવકના લેવલના શક્ય ત્યાગને શોધી શોધીને બતાવ્યો છે. રાજા-મહારાજા, શ્રીમંતગરીબ બધા જ આ વ્રતોને પાળી શકે અને મરતાં સુધી ક્યાંય વાંધો ન આવે અને પાળી શકે. માત્ર સંકલ્પ જોઇએ કે બિનજરૂરી હિંસા ન કરવી. સંસારના જરૂરી કામમાં આડખીલી ન થાય અને વ્રત પાળી શકો તેવો ત્યાગ આ વાતોમાં મૂક્યો છે.
સભા ૧૨ વ્રત લે તો જ દ્રવ્યવિરતિ આવે કે ૧-૨ વ્રત લે તો ચાલે? મ.સા. એકાદ-બે વ્રત લે તો પણ દ્રવ્યવિરતિ કહેવાય પણ તેની દ્રવ્યવિરતિ નબળી કહેવાય, તથા શક્તિ હોવા છતાં ન લે તો સમજવું કે પાપ પ્રત્યે અણગમો જ નથી. પછી તે વધારે વ્રતો લે તો પણ શું અર્થ? દા.ત. પહેલું વ્રત છે તેમાં વગર કારણે કોઈ જીવને મારવો નહીં. તે લેવામાં શું વાંધો? હું દાવા સાથે કહું છું કે અહીં બેઠેલા બધા જ તે પાળી શકે તેમ છે. અરે યુદ્ધો કરતાં રાજાઓ-મંત્રીઓ પણ વ્રત પાળતા. માત્ર નવરા બેઠાં કોઈ જીવને ત્રાસ નથી આપવો તેવું મન જોઇએ. ઘણા તો વ્રત લીધા જેવી પ્રવૃત્તિ કરતા હોવા છતાં માત્ર ભાવ જ નથી કેળવતા.
સભાઃ લબ્ધિમનમાંથી કાઢવું સહેલું છે? મ.સા. સહેજ સાવચેત થવાની જરૂર છે. દા.ત. તમને થાય કે આ દુકાનમાં માલ નથી પણ માલના નામથી કચરો જ ભરાયો છે, તો પછી તેને કાઢો કે પછી વિચારો કોણ (સદ્ગતિ તમારા હાથમાં !) મારા કાકી કાકી (૧૨૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org