________________
સહેલું નથી. (૪)શુભ ધ્યાનમાં સારા વિચારો-ભાવ ટકાવી રાખવા ને સ્થિર કરવા તે પણ મુશ્કેલ છે. (૫) ગુણસ્થાનકમાં તો અધ્યાત્મની વાત. તે પામો તો જ ક્લેઇમ(દાવો) કરી શકો. તે ઊંચું ને સારું કારણ છે, પરંતુ મેળવવું સહેલું નથી. (૬) જ્યારે દ્રવ્યથી વિરતિ એવો ઓપ્શન(વિકલ્પ) છે, જેમાં તમારી રીતે વ્યવહાર ચલાવી શકો, રોજિંદા આરંભ-સમારંભ રુટીન રીતે ચાલુ હોવા છતાં ૧૨ વ્રત સ્વીકારી તમે પાળી શકો, તે તે અશુભ ભાવો પણ ક્રમશઃ જશે. માટે ખાસ ભલામણ છે કે વહેલામાં વહેલી તકે દ્રવ્યવિરતિમાં આવી જાઓ તો ભવિષ્યમાં દુર્ગતિના ચાન્સીસ ઓછા, બાકી ભાવિ ભયજનક છે. આમ તો તમને સંસારમાં પ્રસંગે પ્રસંગે રસ પડી જાય છે, પરંતુ દેશવિરતિવાળા જીવને આસક્તિ કે રસ આવી ગયો છતાં તે બચી જશે, બીજાને તો કદાચ કચોરી ખાતાં ટેસ(રસ) આવી જશે તો વટાણાની જેમ બફાવાનું આવી શકે. આમ દેશવિરતિવાળાએ બિનજરૂરી ઘણાં પાપો ઉપર પૂર્ણવિરામ મૂક્યું છે અને જે જરૂરી પાપો સેવે છે તેમાં પણ તીવ્ર ભાવો છોડી દીધા છે. ઘરમાં આવશ્યક સફાઇ-સ્વચ્છતા રાખવી પડે, પણ આખા ગામની સફાઇની પંચાત શું કામ કરવી? લોકો ગંદકીનો વિચાર કરી સ્વચ્છતા કેળવશે, પણ તે ભૌતિક સ્વાર્થ માટે, નહીં કે તેમાં હિંસા-અહિંસાનો વિચાર આવે. એવા સેનીટેશન તમારે શું કામ માથે લઇ ફરવું? આપણે તો લોકોનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરે તો બરાબર. આખા ગામનું ચોખ્ખું રહે તેવી ઇચ્છાનું પાપ શું કામ માથે લઇને ફરવું? લોકોની સ્વચ્છતા વગેરેમાં મેલા ઇરાદા હશે. આપણે તો ઇચ્છવું કે બધા લોકો સદાચારસદ્ગુણો પામે.
આ દુનિયામાં સૌથી ઓછી ગંદકી કરનાર, સૌથી વધારે સેનીટેશન(શૌચ) પાળનાર, જૈન સાધુ જ છે. તમે કલ્પના ન કરી શકો તેવી જીવનચર્યા અમને ભગવાને આપી છે. તમે ખાઓ તો આહાર-પાણી વગેરેમાં કેટલો એંઠવાડ? અમારે આવો કોઇ સવાલ નહીં. ૫૦૦ શ્રાવકોને હોલમાં જમાડો અને ૫૦૦ સાધુને ગોચરી વાપરતાં જુઓ તો ખબર પડે. ભગવાને સાધુઓને લાઇફ સ્ટાઇલ (જીવન પદ્ધતિ) એવી આપી કે ગંદવાડ કરવાનો જ નહીં. લોકો મનફાવે તેમ જીવે ને ગંદકી કરે, પછી તેના નામે પાછળથી સફાઇના ખર્ચા કરે, ઘોર હિંસા કરે, તેમાં સાચો શ્રાવક સમર્થન આપે? અમે કપડાં ધોઇએ ને તમે કપડાં ધૂઓ, શું ફે૨? વચ્ચે ફોરેનર્સ મળવા આવેલા. તેઓ જૈન મુનિની લાઇફ સ્ટાઇલ જોઇ દંગ થઇ ગયેલા અને કહ્યું કે અમે આવી લાઇફ સ્ટાઇલ જોઇ જ નથી. કુદરતમાંથી ઓછામાં ઓછું વાપરવાનું, બગાડ નહીં કરવાનો, છતાં જીવન જરૂરિયાત પૂરી થઇ જાય. માટે તમારી ચોખ્ખાઇમાં સમર્થન-પ્રશંસા ન કરાય અને તમે પણ તેમાં સમર્થન ન આપી શકો. પણ તમને તેના વિના ચેન પડશે? આવાં અવિરતિનાં મનમાં હજા૨ પાસાં છે. ૧૨ વ્રત બરાબર પરિણામપૂર્વક લો તો બેડો પાર થઇ જાય. (દા.ત.) સાતમું વ્રત – તેમાં તમારા ભોગોપભોગની મર્યાદા આવી જાય. પછી બીજા ભોગ ભોગવે તો તેમાં તમને શું રસ પડે? દેશવિરતિનો જનરલ(સામાન્ય) ખ્યાલ આ જ છે કે ઓછામાં ઓછાં પાપો કરવાની
સદ્ગતિ તમારા હાથમાં !
૧૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org