________________
સભા ઇચ્છાઓ કરવાની આ વૃત્તિ છે તે અટકે ક્યારે? મ.સા. ઇચ્છાઓ ઉપર પૂર્ણવિરામ લાવતા જાવ. જે ભોગવો છો તે સિવાયના ભાવો (પ્રવૃત્તિમાં તો છે જ નહી) છોડવામાં શું વાંધો?
સભા પ્રવૃત્તિ નથી તો પણ બંધ કેમ? મ.સા. ? ભાવ પડ્યા છે માટે. જો તે ભાવોનો નિકાલ કરી શકો તો બંધ નહીં થાય. ભાવોના નિકાલ માટે શોધ કરી કરી મનના ભાવો કાઢતા જવાનું. યાદ રાખવાનું કે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ પૂરતા ભાવ હોય છે કે તે સિવાયના પણ બોડલેવલના(વિશાળ) ભાવો હોય છે? બધે આ બ્રોડલેવલને નેરો (વિશાળ ભાવોનો સંકોચ) કરો. અમદાવાદના રોડ કેટલા વાપરતા હશો? છતાંય ઇચ્છા કેટલી? બધા રોડ સાથે રાગ-દ્વેષ ખરા ને? ન વાપરવાના રોડ પણ ખરબચડા હોય તો? મ્યુનિસિપાલિટીને ગાળો આપશો ને? આ જ પાયો ખોડખામીવાળો છે. ઘણાને તો સ્ટેટ કે નેશનલ હાઇવે સુધી સંબંધિત બધા પર દ્વેષ થાય ને?
સભાઃ ખરાબ ઉપર તો ઠેષ થાય જ ને? મ.સા. આત્મિક ગુણવત્તાની દૃષ્ટિથી સારું-ખરાબ વિચારતા હો તો સારું. આમાં તો ભૌતિક દૃષ્ટિએ અગવડ/સગવડની વાત છે.
સભા ગંદકી પ્રત્યે અણગમો હોય તો? મ.સા. ? ગંદકી પ્રત્યે અણગમો કેમ છે?
સભા તે રોગ ફેલાવે છે માટે. મ.સા. રોગ સાથે વાંધો કેમ? સારા-નરસા અગવડ-સગવડની વ્યાખ્યાઓનો શંભુમેળો કરો છો.
સભા તો અમારે શું વિચારવાનું? મ.સા. જે હિતકારી હોય તે સારું, અહિતકારી હોય તે ખરાબ. જયારે તમારી વ્યાખ્યા શું? સુખ આપે તે હિતકારી, દુઃખ આપે તે અહિતકારી.
સભાઃ સ્વચ્છતાને હિતકારી ગણીએ છીએ. મ.સા. કઈ સ્વચ્છતાને હિતકારી ગણો છો? અંદરની કે બહારની? બહારની ગંદકી ઇન્દ્રિયોને પ્રતિકૂળ છે. ભૌતિક દૃષ્ટિએ શરીરને પ્રતિકૂળ છે. માટે બહારની ગંદકી સાથે વાંધો છે. સેનીટેશન માટે જેટલો આગ્રહ છે, તેટલો આગ્રહ ગુણ માટે ખરો? સુરતમાં પ્લેગ ફેલાયો તો શું બોલતા? ઉંદરોને પકડી પકડીને સાફ કરવા જોઈએ. તમારા સ્વાર્થ સદ્ગતિ તમારા હાથમાં!)
કરી કે, (૧૧૮).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org