________________
બેસવા ન દે, જયાં જાય ત્યાં ઉપદ્રવ જ કરે છે. તો આ બીજા પ્રકારના પાપીઓ ઊંઘતા હોય તો સારું. તમારા પાપબંધનું મારણ ઊંઘ નથી. તમને તો પાપથી અટકાવવા પ્રભુએ પચ્ચખાણ-નિયમ-સામાયિક-પ્રતિક્રમણ વગેરે બતાવ્યાં છે. પાપમાંથી છૂટવા ભગવાનના શાસનમાં વિરતિ સિવાય કોઇ ધર્મ જ નથી.
સભા : ઊંઘમાં પુણ્યનો બંધ/કર્મનિર્જરા થાય? મ.સા.: ઊંઘમાં પુણ્યબંધ/કર્મનિર્જરા થાય, જેવા તમારા ભાવ. દયાળુ ઊંધે તો દયાનું પુણ્ય ઊંધમાં પણ બંધાયા કરે. સમકિતી ઊંધે તો પણ સમકિતના નિમિત્તે નિર્જરા ચાલુ. સાધુ ભગવંતો ઊંધે તો પાંચ મહાવ્રતોના કારણે પુણ્યબંધ કર્મનિર્જરા ચાલુ હોય. માટે તમે ઊંધો સાધુ ઊંધે તો કર્મબંધમાં ઘણો તફાવત પડે. કેમકે ભાવમાં જમીન-આસમાનનો તફાવત છે. ઊંધમાં પણ સાધુ મહાત્મા હિંસાનો વિચાર નથી કરતા કે શ્રાવક પણ હિંસાનો વિચાર નથી કરતો, પણ સાધુના મનમાં આજીવન અહિંસાનો પરિણામ છે માટે પુણ્યબંધ ચાલુ. શ્રાવક અબ્રહ્મની પ્રવૃત્તિ ન કરે તો પણ ઊંઘમાં પણ પાપ ચાલુ, કેમકે અબ્રહ્મનો પરિણામ તો પડ્યો જ છે. માટે જ એમને એમ પાપના બંધમાંથી અટકી નથી શકાતું, તેને માટે વિરતિ જ અમોઘ ઉપાય છે. પછી જેટલા વિરતિમાં આવો એટલા પાપબંધ અટકે. એક વ્યક્તિ કંદમૂળ ખાય છે, બીજો કંદમૂળ નથી ખાતો વિરતિ છે. પહેલાને કંદમૂળની બધી વાનગીના રાગઇચ્છા/આસક્તિ પડ્યાં છે, માટે પાપબંધ ચાલુ છે. બીજાને તેના નિમિત્તના પાપબંધ નથી. વળી પચ્ચખાણ લીધા પછી પણ ભાવ હોય તો પાપ ચાલુ. પચ્ચખાણ તો ભાવ પેદા કરવાનું સાધન છે. શ્રાવક પૌષધમાં હોય તો કરણ કરાવણનું પાપ ન લાગે પણ અનુમતિનું પાપ ચાલુ.
સભા: કેવી રીતે? મ.સા. અત્યારે અહીં બેઠા હોય અને વિચારો આવે કે સોદા વગેરે કરવા છે, તો સોદા કરશે કાલે, પણ ઇચ્છા તો અત્યારે છે. માટે પાપબંધ આજથી ચાલુ.
સભા સાંજના મરી જાય તો? મ.સા. સાંજે મરી જાય તો પાપ સાથે લઈને જાય.
સભા ઃ આવું કોઈ ન માને. મ.સા. તમે માનો કે ન માનો. શાસ્ત્ર કહે છે અને તર્કથી હું સાબિત કરી આપું. અમુક માણસ કોઈના ખૂનનો વિચાર કરે છે તો પોલીસને ખબર પડે ત્યારથી પોલીસ એના પર વોચ રાખે? એક માણસ ખોટું કામ કે સ્મગ્લીંગ કરવાનો છે તેવી સરકારને જાણ થાય ત્યારથી જ પૂરી દે ને? કાયદા અમે પણ જાણીએ છીએ. ઊઠાં મને ન ભણાવશો. સમાજના કાયદા કરતાં કર્મના કાયદા ઊંડા છે. કર્મ તો દુનિયા જાણે કે ન જાણે પણ તમારા ભાવ થયા કે તરત ફોટો કોપી લેવાઈ જાય. માટે ભવિષ્યમાં પાપ કરવાના (૧૧૫)
હક ( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org