________________
મ.સા. ઃ ખાડો માનો અને ગણો નહીં તો? પણ આત્મિક દૃષ્ટિએ નુકસાન છે માટે ભગવાને ના પાડી છે. માટે ભૌતિક દૃષ્ટિએ જેટલા રાગ-દ્વેષ કરો તેનાથી પાપ તો બંધાય જ. પ્રશસ્ત ભાવ હોય તો દોષનો દ્વેષ છે માટે પુણ્ય બંધાશે.
સભા ઃ અહિંસા પ્રત્યે રાગ હોય અને હિંસા પ્રત્યે દ્વેષ થાય તો તે ગુણનો રાગ? મ.સા ઃ હિંસા/અહિંસામાં પણ ઇન્દ્રિયોને ફાવે/ન ફાવે માટે રાગદ્વેષ થાય તો તો પાપ જ બંધાય.
સભા : બિમારીમાં સાજા થવા અભક્ષ્ય દવા વાપરીએ તો?
મ.સા. બિમારીમાં એલોપથી અભક્ષ્ય દવા ખાવ તે વખતે જેવા દવા પ્રત્યે ભાવ હોય તે પ્રમાણે બંધ થાય. મોટાભાગે તો સાજા થવા પ્રત્યેના ઇરાદા જ ખોટા હોય છે. એટલે અભક્ષ્ય શું ભક્ષ્ય દવા વાપરો તો પણ પાપ લાગવાનું જ. તમે સાજા શું કામ થાવ છો? પાપ કરવા જ ને?
સભા : ધર્મ કરવા સાજા થવાનો ભાવ હોય તો?
મ.સા. ઃ તો નક્કી કરો કે સાજા થયા પછી શરીરના મન-વચન-કાયાના યોગોની શક્તિ ધર્મમાં જ વાપરીશું. એવું હશે તો ભક્ષ્ય શું અભક્ષ્ય દવા વાપરશો તો પણ પાપ નથી. હવે એલોપથી ધસમસતી/પૂરબહારમાં ફેલાઇ છે. ગલીગલીએ ડોક્ટર મળશે પણ શહેર આખામાં વૈઘ પાંચ નહીં મળે. માટે પ્રસંગે સાધુ પણ સાજા થવા એલોપથીની દવા લે તો પણ કહે કે મહારાજ સાહેબને પણ દવા લેવી પડે તો બીજાનું શું? તો સાધુ આરાધના માટે દવા લે છે. બીજાને પણ વિરાધનાના ભાવ ન હોય તો ભગવાને માંદા રહેવાનું અને આરોગ્યમાં વિક્ષેપ થાય તેવું કરવાનું નથી કહ્યું. માટે એલોપથી દવા લે તો પણ આશય કેટલો પવિત્ર છે તે જોવું પડે. જ્યારે તમારો તો આશય જ પહેલેથી મલિન છે. માટે ખોટી ભાવનાથી સાજા થવું છે અને ઝટ સાજા (હટ્ટા-પઢા) થવા જે કહો તે લેવા તૈયાર, તેવા ભાવ છે. તો ક્રૂર પરિણામોના કારણે ઘણો પાપબંધ થવાનો. પછી તો રીબાઇ રીબાઇને દવાના જીવોની જેમ અનેકવાર મરવાનું આવશે. એક વેકસીન બને છે તે બનાવવાના રીપોર્ટ વાંચો તો ખબર પડે. હવે વેક્સીન લે અને આવા આશયથી લે તો વેક્સીન બનાવવા પશુપંખીને જે રીતે રીબાઇ રીબાઇને માર્યાં છે, તેવી રીતે રીબાવું પડશે. ત્યારે હાલ શું થશે? કુદરતની વ્યવસ્થા છે કે તમે બીજા ૫૨ જે વીતાવો તે રીતે તમારા પર વીતવાનું. માટે માંદા પડો અને સાજા થવું હોય તો પવિત્ર આશય લાવો. જીવન જીવવા શુભ ભાવો-ઇરાદા પેદા કરો. મલિન આશયથી જીવતા હશો તો ઠેર-ઠેર પાપના ખડકલા થવાના. જે જીવનમાં જીવે છે તેમાં સારા ઇરાદા જોઇએ. પછી ઘણો પાપબંધ હળવો થશે.
સભા : ખાવામાં સ્વાદ આવે તો પાપ બંધાય તે વાત બેસતી નથી.
(૧૧૩) -
Jain Educationa International
સદ્ગતિ તમારા હાથમાં !
For Personal and Private Use Only
www.jainelibrary.org