________________
મ.સા. : કેમ બેસતી નથી?
તમારું મન તે વખતે ખરાબ ભાવો કરે છે અને ખરાબ ભાવો કરો તો કુદરતમાં પાપ ન થાય તેવું બને? તમને કોઇ ઊંઘમાં પણ મારવાનો વિચાર કરે તો તમને ગમે? વળી ઊંઘ એટલે અજાગૃત-અભાન અવસ્થા. હવે અજાગૃતઅભાન દશામાં પાપ કરો તો પાપ ન લાગે? શાસ્ત્ર કહે છે-ગમે તે દશામાં પાપ કરો, જેવા ભાવ હશે તેવાં પાપ લાગશે.
સભા : ઊંધમાં મન-વચન-કાયાથી પ્રવૃત્તિ થાય?
મ.સા. : ઊંઘમાં જઇને કાપડના તાકા ફાડી આવ્યા તેવા પણ દાખલા છે. વળી તે સમયે જેવો ભાવ થયો તેવું પાપ લાગવાનું જ. બે વર્ષના બાળકને પણ દોડતાં કીડી મરશે તો પાપ લાગશે જ. એવું ન હોય તો ઝાડને તો કોઇ પાપ જ ન લાગે. આપણે ત્યાં તો વીતરાગ સિવાય ૮૪ લાખ યોનિમાં રહેલા બધા જીવોને ભાવ પ્રમાણે કર્મબંધ ચાલુ જ છે.
સભા : ઊંઘમાં આત્મા પર કર્મબંધ હોય?
મ.સા. : હા, ઊંઘમાં સાતે સાત કર્મનો બંધ સતત ચાલુ જ છે.
સભા ઃ પોરિસી ભણાવીને સૂઇએ તો?
મ.સા. ઃ પોરિસી તે વ્યવહારથી ભણાવો છો પણ બધા પાપથી અળગા થઇ જાઓ છો? પોરિસી ભણાવીને સૂતા હો પછી ઊંઘમાં ટેબલનો અવાજ આવે, અને ખબર પડે કે કોઇ કાંઇ લઇ જાય છે, તો હાંફળાફાંફળા થઇ પાછળ પડો ને? ઊંઘમાં પણ મમતા સાથે જ લઇને સૂઓ છો ને?
સભા ઃ તો પોરિસી નહિ ભણાવવી?
મ.સા. ઃ પોરિસી ભણાવવી તે તો સારી જ ક્રિયા છે, પણ સાચી રીતે વોસિરાવતા નથી. સંપૂર્ણ ભાવ તો ન જ કરી શકો. ઊંઘમાં પણ આ બધું મારું, હું એનો, એ ભાવ છે જ. જડ સાથેની એટેચમેન્ટ(મમતા) એકપક્ષીય છે અને તેમાં દુઃખ આવ્યા વિના રહેવાનું નથી. દા.ત. તમને કોઇ વ્યક્તિની ઓળખ આપે કે આમને તમારા માટે કાંઇ લાગણી નથી, તમે જીવો-મરો તેને કશું નથી, તો તમને તેના પર લાગણી થાય? પણ
આ જડને તમારા માટે કાંઇ જ નથી છતાં તમે તેને વળગી વળગીને ફરો છો. માટે ઊંધમાં કર્મ ઓછાં બંધાતાં હોય તો પછી તમારા માટે મોટામાં મોટો ધર્મ ઊંઘવું એ જ. પછી તો સહેજ આઘાપાછા થાવ તો તમને ઊંઘાડી દઇએ?
સભા : ભગવાને કહ્યું, પાપી જણ ઊંઘતા સારા.
મ.સા. ઃ આ કયા પાપીની વાત છે? પાપીઓ બે પ્રકારના - (૧) અંગત જીવનમાં પોતાની રીતે પાપ કરતા હોય તે. અને (૨) પોતે તો પાપ કરે પણ બીજાને પણ સખે સદ્ગતિ તમારા હાથમાં !)
-
૧૧૪
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org