________________
અધર્મ નથી? આર્યદેશમાં વિકાસ હતો પણ તે વખતે વિકાસની વ્યાખ્યા શું હતી? તમે વિકાસ કરો પણ બીજાને સાફ કરી વિકાસ કરો તે વિકાસ નથી પણ લૂંટ છે. હિંસા, આરંભ, સમારંભ તો તેમાં પણ હતાં, પણ આના કરતાં કંઈ ગણાં ઓછાં હતાં. ભૌતિક વિકાસમાં હિંસા તો હોય જ, પણ આ વિકાસ તો બહુ જ ભારે પાપબંધમાં સાધન બને તેવો છે. માટે આ વિકાસનો રાગ, પ્રશંસા, કરવા-કરાવવાના ભાવ આવતા હોય તો તમારા માટે જથ્થાબંધ પાપોનો બંધ થવાનો. તમારી નાની સગવડ ખાતર ગમે તેટલા મોટા પાપોને માથે લેવા તૈયાર હો તેવા મનવાળાને કર્મબંધ કેવા થાય? જેટલાં પાપ કરવાની, કરાવવાની, અનુમતિની/અનુમોદનાની તૈયારી છે, તેટલા બંધ ચાલુ છે. માટે જીવનમાં બિનજરૂરી પાપો સાથે કનેક્શન જ તોડી નાંખવું છે, તેવા ભાવોનો મનમાંથી નિકાલ લાવવો છે. પાપના ભાવ મનમાંથી નહીં નીકળે તો પાપનું પચ્ચખ્ખાણ લેશો તો પણ પાપ અટકતું નથી. શાસ્ત્ર તો ફરમાવે છે કે ભાવ તૂટે એટલે પાપ અટકે અને પાપના ભાવ ચાલુ છે, તો પાપ પણ ચાલુ. પચ્ચખાણ તો ભાવોને અટકાવવાનું પ્રબળ સાધન છે. ગમે તે પચ્ચખાણ લો તો એક ગણિત માંડવાનું કે આ પચ્ચખાણથી આટલાં પાપો મનમાંથી વોસિરાવવાનાં છે. આપણે ત્યાં બધાં પચ્ચખ્ખાણમાં વોસિરામિ શબ્દ તો આવે જ છે. એટલે કાંઈને કાંઈ પચ્ચકખાણમાં વોસિરાવવાનું છે. વોસિરાવવાનું શું? પાપની પ્રવૃત્તિ-ભાવો બને. અખાણું વોસિરામિમાં બંને વસ્તુને સાથે લીધી છે. માટે પચ્ચખ્ખાણ આવે ત્યારે લીંક જોડી દેવાની. તે માટે પહેલાં સર્ચ(તપાસ) કરવાની કે કેટલા ભાવો મનમાં પડ્યા છે?
સભા : નવકારશીના પચ્ચખાણમાં શું? મ.સા. ચારેય આહારની બે ઘડી માટે આસક્તિ/મમતા/ખાવા વગેરેની ઇચ્છા છોડવાની છે. દુનિયામાં આહાર કેટલા? એક એક આહારનો જથ્થો, પેટા ભેદ કેટલા? તે બધું બે ઘડી માટે વોસિરાવવાનું છે. માટે જ નવકારશીના પચ્ચખાણમાં ઘણો લાભ છે. જૈનદર્શનમાં કંદમૂળના પચ્ચખ્ખાણમાં તો હજારો હજારો કંદમૂળના પ્રકાર, એકએકમાંથી બનતી વાનગીઓ હજારો આવે, હવે એક એક વાનગીઓનો જથ્થો કેટલો? આ બધા પ્રત્યેના ખાવા-નિમિત્તના રાગદ્વેષ,આસક્તિ/મમતા બધું છોડવાનું. માટે એક કંદમૂળના ત્યાગમાં પણ અસંખ્ય રાગદ્વેષનો ત્યાગ આવે.
સભા : ષનો ત્યાગ કેવી રીતે? મ.સા. એમાંથી બનેલી વસ્તુઓ અણગમતી હોય તો વેષ જ થાય ને? ઘણાને કાંદાની વાસ ન ગમતી હોય તો વઘાર થાય ત્યારથી જ નાકનું ટેરવું ચડી જાય. તમને કરિયાતા પર રાગ છે કે દ્વેષ? એવી ઘણી વસ્તુઓ છે જેનાં ગંધ,સ્વાદ/રંગ પણ ન ગમતાં હોય. તો જેના પ્રત્યે અરુચિ-દ્વેષ છે તેના પ્રત્યેનાં પાપ પણ ચાલુ. તે છૂટતાં પાપ પણ ત્યાગ.
સભાઃ કંદમૂળ જાત પ્રત્યે જ વૈષ હોય તો? ૧૧૧)
દ C સંગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org