________________
અને લગભગ અનિવાર્ય. (જો કે તમે જેટલી હિંસા કરો છો તેટલી આવશ્યક નથી કહેતો) પણ ધર્માત્મા શ્રાવકને પણ આ બધી હિંસાઓ આવવાની? આ હિંસા અનિવાર્ય છે. અનિવાર્ય પાપો શ્રાવક જીવનમાં તો રોજ કરશે અને તેના પ્રાયશ્ચિત્તરૂપે જ પ્રતિક્રમણ વગેરે કરશે. વળી બીજે દિવસે આ પાપો પાછાં કરશે, પાછું પ્રતિક્રમણ, એવી સાયકલ ચાલ્યા કરે. પણ આ પાપો છોડી ન શકાય તેવાં છે. જયારે અહીં તો વગર જરૂરે કરવું અને વિચારે કે કર્યા પછી પ્રાયશ્ચિત્ત કરીશું, તો તેવી વ્યવસ્થા નથી.
સભા નિવાર્ય-અનિવાર્ય એટલે? મ.સા. અનિવાર્યપણે નબળાઇથી સંયોગો ખાતર કર્યા હોય તે અનિવાર્ય પાપ કહી શકાય, પરંતુ જરૂર વિનાનાં, નિવારી શકાય તેવાં પાપોની પ્રાયશ્ચિત્તવિધિમાં વાત નથી. નહિતર પછી ધીમે ધીમે બાલમુનિ અને કુંભારના મિચ્છામિ દુક્કડ જેવું થઈ જાય. બંનેના મિચ્છામિ દુક્કડંથી શું વળે? પાપ નિશ્ચિતપણે કરે પછી કહે પ્રાયશ્ચિત્ત કરી લઈશું, તેવો ભાવ તો પ્રાયશ્ચિત્તનો જ અવરોધક બને. તેવો ભાવ મૂળમાંથી મિથ્યાત્વના કારણે આવે છે. પ્રાયશ્ચિત્તનો ભાવ તે પાપની અરુચિ-પસ્તાવાનો ભાવ છે. હવે આ ભાવ હોય તો ટેસથી(રસપૂર્વક) પાપ કરે જ નહીં. દ્રવ્ય-ભાવ બંને વિરતિ માટે (બેઝ)પાયા તરીકે પાપ પ્રત્યે અણગમો, અરુચિ, ખેદ, જુગુપ્સા તો જોઇએ જ. તે નથી તો દ્રવ્યથી કે ભાવથી દેશવિરતિ-સર્વવિરતિ માટે લાયક નથી. નાનામાં નાના પાપને અટકાવવાની તાકાત ક્યારે આવશે? પાપ નહીં ગમતું હોય ત્યારે. જેને પાપ ગમે છે તેને હજી પાપના ભાવો પડ્યા છે. તે ઓછા-વત્તા કાઢી શકો તે બને, પણ અણગમો તો બધા પાપભાવો પ્રત્યે જોઇએ જ. પાપના ભાવ કેટલા પડ્યા છે તે માટે જાતને પૂછવાનું કે તક આવે તો કેટલાં પાપ કરવા હું તૈયાર? વર્તમાનમાં પાપ નથી કરતા કારણકે તક જ નથી. બાકી ઇચ્છા નથી એટલે નથી કરતા એવું નથી. દુનિયામાં ઘણાને બંગલા-ગાડી નથી તે બધામાં કારણ શું? મેળવવા ભોગવવાની ઇચ્છા નથી માટે કે મેળવવા/ભોગવવા માટે તાકાત-નસીબ નથી માટે? કાલે નસીબ ખૂલી જાય અને ગાડી-બંગલા મળી જાય તો ટેસ્ટથી ભોગવે ને? હા, બધાને મેળવવું છે, સંચય કરવો છે, માલિકી સ્થાપવી છે, પણ અત્યારે તક નથી માટે બેઠા છે.
સભા : પાપનાં સાધનો વસાવ્યાં હોય પણ અંદરમાં ખટકો હોય તો? મ.સા. ખટકો હોય છતાં મોજમજાનાં સાધન વસાવ્યાં છે, તો ઉપયોગ કરતી વખતે અથવા વગર ઉપયોગે પણ, જેટલો તે સાધન દ્વારા પાપ કરવાનો ભાવ છે તેટલું પાપ લાગે છે. માત્ર તીવ્રતા-રસ જેટલો ઓછો હોય એટલું ઓછું પાપ લાગે. પણ હું તો એટલે સુધી કહું છું કે નથી વસાવ્યાં તેવાં સાધનોમાં પણ ઇચ્છા હોય તો પાપ લાગે છે. અવિરતિનું એટલું વિશાળ સ્તર(બ્રોડ લેવલ) છે કે દુનિયાનું એવું કોઇ પાપ નથી જે તમને વળગાડવાની તાકાત અવિરતિમાં ન હોય. જીવે પ્રકૃતિ જ એવી ઘડી છે, મન જ એવું છે કે બધા પાપોનો ભાવ જાગ્યા કરે. દા.ત. તમારામાં ૧૦૯)
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org