________________
અનકોન્સીયસ માઈન્ડ(અજાગૃત મન) સુધી વ્રતની ઇચ્છા પહોંચી હોય તે જ ખરું વ્રત છે. સાચા વ્રતધારીને તો ઊંઘમાં પણ પાપના વિચાર ન આવે. બાકી અનકોન્સીયસ માઇન્ડમાં પાપ પડ્યું છે એટલે વ્રત નબળું છે.
સભા ? અમે તો એવું માનતા હતા કે ઇચ્છા થઇ તો અતિચાર અને પાપ કરે તો અનાચાર. મ.સા. માનસિક ઇચ્છા થઈ તો માનસિક અતિચાર. મનમાં પાપ કર્યું તો માનસિક અનાચાર. પછી વ્યવહારની પરિભાષામાં અતિચાર ગણીએ તો ઠીક, બાકી તત્ત્વદૃષ્ટિએ તે અનાચાર છે. પણ તમે જે કહો છો તેમાં ઈચ્છા છે પણ તૈયારી નથી. હું જે ઈચ્છા કહું છું તે તૈયારીરૂપ ઇચ્છાઓની વાત કરું છું. ખાલી તક નથી મળી માટે પાપ નથી કરતો, પ્રવૃત્તિમાં(એક્શન) નથી આવતું, કેમકે સંયોગો નથી. તે હોત તો હમણાં અમલમાં આવે. આવાં જે જે પાપ કરવાની તમારા મનમાં ઇચ્છા હોય તે તે પાપનો બંધ સતત ચાલુ જ હોય. ઘણાને રાત્રિભોજનત્યાગમાં કે ઉપવાસમાં, મેવા-મિઠાઈ જોઈ સહેજ મનમાં સળવળાટ થાય, પણ ઈચ્છા થવા છતાં કોઈ ડીશમાં મેવા-મીઠાઈ આપશે તો પણ ખાશે નહીં, ઊલટાનું કહેશે મારે ઉપવાસ છે. અહીં ઈચ્છા થઈ તે ખરાબ. પણ હું આ ઇચ્છા નથી લેતો, હું તો જેમાં પાપ કરવાની તૈયારીઓ છે તે ઇચ્છા લઉં છું. ખાલી તક મળે તેટલી જ વાર છે. દા.ત. અત્યારે કોઈ જાહેર કરે કે ફ્રી ઓફ ચાર્જ(મફતમાં) આખા યુરોપનો પ્રવાસ કરાવશે, જોવાલાયક જગાઓ બતાવશે, તો કેટલા તૈયાર ન થાય ?
સભા રોજનો જિનપૂજાનો નિયમ હોય તે તૈયાર ન થાય! મ.સા. અરે, તે તો કહે- ભગવાન સાથે લઈ જઈએ. વળી ભારત બહાર ન જવાનું વ્રત લીધું હોય તેને શું થાય? આ બધા ફાવી ગયા, હું રહી ગયો.
સભા પ્રાયશ્ચિત્ત કરી લઈશું. મ.સા. આવી પ્રાયશ્ચિત્તની વિધિ નથી.
સભા તેનો ભાવ નબળો ન કહેવાય? કેમકે પ્રાયશ્ચિત્ત કરવાની તૈયારી છે. મ.સા. અહીં તો પાપ છે અને સાથે સાથે પ્રાયશ્ચિત્તની ઠેકડી પણ છે. ભગવાને આવું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે? ધંધામાં કોઈ કહે હમણાં નુકસાન કરી લઇશ પછી નફો કરી લઈશ, તો શું કહે? મૂર્ખ! અત્યારે નુકસાન કરવાની શું જરૂર? આવાને તમે શું કહો? તમે એને ખરાબ-પાપ માનો છો? પછી ન છૂટકે કરવું પડે, અથવા એવા સંયોગો ઊભા થાય કે એ પાપથી બચી શકો તેમ નથી, અથવા આવશ્યકતા જ એવી છે કે જેની પૂર્તિમાં તે પાપ કરવું જ પડે તેમ છે, તે વખતે તમે પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્તનો ભાવ રાખો તો વાંધો નથી. શ્રાવકને પૃથ્વી-અપ-વાયુ-વનસ્પતિ વગેરેની વિરાધના રોજની રુટીન છે - સદ્ગતિ તમારા હાથમાં !) સરકારી ની સાદી ૧૦૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org