________________
બાંધવાં પડે તો ભારે તો ન જ બાંધો, આ જ ધર્મ તમારી પાસે માંગે છે.
સભા પાપની જુગુપ્સા કઈ રીતે નક્કી થાય? મ.સા. : તમને ટટ્ટી-પેશાબ વગેરે પર અરુચિસૂગ કેટલી હોય છે? ઓચિંતી ઝાડાપેશાબની કોઈ વાત કરે તો પણ સૂગ થતી હોય છે. આવી ગંદી વસ્તુનું નામ પણ લેવું ન ગમે, પછી એની સાથે વ્યવહાર કરવાની તો વાત જ ક્યાં? એટલી જુગુપ્સા હોય છે. શાસ્ત્ર ફરમાવે છે કે, ધર્મ પામ્યા તેની નિશાની જ એ કે પાપની જુગુપ્સા પેદા થઈ છે કે નહીં? જેટલી ધર્મની શ્રદ્ધા વધે તેટલી પાપ પ્રત્યે સૂગ/અરુચિ/જુગુપ્સા વધશે. જે આત્માને આ રીતે પાપ પ્રત્યે અરુચિસૂગનો અભિગમ જાગે, પછી તેને તે પાપથી છૂટવાનો જે ઉપાય બતાવવામાં આવે છે, તે ઉપાય તે વિરતિ,
બધા ધર્મોએ પાપને પાપ તરીકે છોડવા જેવું, પાપથી મુક્તિ મેળવવા કહ્યું, પણ તેમાંથી છૂટવાનો નક્કર ઉપાય બતાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. કેમકે જૈનદર્શનમાં જેવો વિરતિનો ખ્યાલ છે તેવો વિરતિનો ખ્યાલ એમની પાસે છે જ નહિ. જૈનશાસનમાં ગળથૂથીમાં જ એવા પાપથી છૂટવાનાં અનુષ્ઠાન બતાવ્યાં હોય તેવો તેમને ત્યાં વિચાર પણ નથી. દા.ત. શસ્ત્રો વગેરે સુસજ્જ કરીને નહિ રાખવાં. કેમકે શસ્ત્રો સુસજ્જ પડ્યાં હોય તો ગમે ત્યારે ગમે તેને ઉપયોગ કરવાનું મન થાય. એમ થાય તો અનેક જીવોની હિંસા થાય. માટે શ્રાવક ઓછામાં ઓછાં શસ્ત્રો (ચપ્પ, ઘરઘંટી વગેરે) રાખે, જરૂર પૂરતાં રાખે, પણ તે સુસજ્જ કરીને તો ન જ રાખે. દુનિયાના બીજા ધર્મોમાં આવી જયણાની વાતની કલ્પના પણ નહીં કરી હોય. પાડોશી શસ્ત્ર માંગે તો શ્રાવક બને ત્યાં સુધી આપવાની વાત ટાળે અને આપે તો તૈયાર તો હોય જ નહિ.
સભા માળિયા પર હોય? મ.સા. હા, માળિયા પર મૂકે, છૂટાંછવાયાં પડ્યાં હોય, જેથી સીધું આપવાનો સમય જ ન આવે, કેમકે આ હિંસક શસ્ત્રો છે. બીજાને ત્યાં આવી દષ્ટિ જ નથી. એટલે વિરતિના આવા વિચારો પણ બીજાને ફર્યા નહિ હોય. એટલે બીજે આવાં પાપ, પાપના ત્યાગની વાત જ નથી કરી, તો પછી છૂટવાના ઉપાયની તો વાત જ ક્યાં? સર્વવિરતિ એટલે આચારમાં જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય છતાં સંપૂર્ણ અહિંસામય જીવન, સર્વ પાપોનો વિરામ. વિરતિ માટેના આચારો ગૃહસ્થ જીવનમાં પણ અદ્ભુત છે. શ્રાવક ૧૨ વ્રત વાંચે, એક-એક વિકલ્પ વાંચે, તો તેને થાય કે હિંસા-અહિંસાનો કેટલો સૂક્ષ્મ વિચાર છે! અધર્મના ત્યાગનો વિચાર સૂક્ષ્મ છે, માટે દ્રવ્યથી પણ વિરતિ કોને ગમશે? જેને પાપની અરુચિ-જુગુપ્સા થઈ હશે, તેનાથી અકળાયો-કંટાળ્યો હશે તેને તેમ નહીં હોય તો આ વાતોમાં રસ નહિ પડે અને મન પણ દુનિયાભરનાં પાપો સ્ટોર કરીને રહ્યું હશે. ઘણા દુનિયાની પાપપ્રવૃત્તિનો અનંતમો ભાગ પણ પોતાના જીવનમાં માંડ માંડ કરતા હશે, છતાં મનમાં દુનિયાભરનાં પાપો ભાવરૂપે સંગ્રહાયેલાં પડ્યાં છે, માટે પાપબંધ ચાલુ છે. કેમકે પ્રકૃતિમાં પાપ પ્રત્યે સૂગ અરુચિ નથી અને ( સદ્ગતિ તમારા હાથમાં !) ક ક
)
નારાજ
. 2012
જા
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org