________________
દેશપ્રેમ હોય તો દેશનો સહેજ આર્થિક દૃષ્ટિએ વિકાસ થાય અથવા તો તેવી વાત આવે તો વખાણ કરે, અથવા આ વિકાસ જોઈ રાજી થાય તેવા કેટલા છે? ઘણા કહે છે ને કે દેશને આગળ લાવવા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઇએ.
સભા દેશપ્રેમ દેશભક્તિ ન રખાય? મ.સા. આ દેશભક્તિ નથી. સાચા અર્થમાં આ વિકાસ તો વિનાશનું એક પાસું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા-ન્યુઝપેપરમાં એકવાર લખેલું કે ભારત સ્વતંત્ર થયું ત્યારથી આજ સુધી દેશમાં ઔદ્યોગિક વિકાસના નામથી પોણા બે કરોડ માણસો ઘરબાર વિનાના થઈ ગયા. ઘણા બાપદાદાના સમયથી ઘર-કુટુંબ જમીન-ધંધા હતા તેમાંથી રખડી ગયા અને અત્યારે નિરાશ્રિત/વણઝારા જેવા ફરે છે. એમની પેઢીઓ, કુટુંબો, સંસાર, બરબાદ થઈ ગયાં. ખાલી માનવતા હોય તો પણ હૈયું કકળી જાય. બીજાં પશુપંખીઓનો, નાના જીવોનો તો વિચાર જ નથી કરતા. એક એક પ્રોજેક્ટમાં કેટલાયની જમીનો ગઈ. આ વિકાસ કોનો થાય છે? અમુક લોકોને થોડી સગવડતા મળે તે માટે બીજા બધાનો કચ્ચરઘાણ નીકળે તેને વિકાસ કહો છો? બીજા એકેન્દ્રિય જીવોની તો વાત જ નથી. પણ આ કેમીકલ્સ નદીઓમાં જવાથી ઢોરો પાણી પીએ છે તો તે મરી જાય છે. વળી એ પાણી જમીનમાં ઊતરે તે પાણી તમે પીઓ તો તમને પણ કેન્સર વગેરે કેટલા રોગો થાય છે? આવા વિકાસને દેશભક્તિ માનતા હોય તો જુદી વાત. બીજા દેશોમાં લોકો તેના વિકાસનાં કડવાં ફળ ચાખી રાડો પાડે છે અને તેઓ સલામતીના વિકલ્પો વિચારે છે. અમેરિકા હવે એક પણ મોટા બંધનો પ્રોજેક્ટ કરવા તૈયાર નથી. આજનો જેટલો ઔદ્યોગિક વિકાસ છે તેમાં રુરલ(ગ્રામીણ) પ્રજાનું ભલું નથી. ધર્મસંસ્કાર બાજુ પર મૂકો પણ સામાન્ય રીતે પણ ફાયદો નથી અને આ વિકાસને તમે શ્રાવક, આત્માપરલોક-પુણ્ય-પાપ-અહિંસાને માનનારા બિરદાવે ખરા? દેશના વિકાસમાં મુઠ્ઠીભર માણસોને સગવડો મળવાની, બાકીના બધા રીબાઈ રીબાઈને મરી જવાના. એક રોડ પાછળ કેટલો ખર્ચ? પણ તે રોડ પર મોટર લઈ ફરવાના કોણ? પણ તેઓ ખાતર ગરીબોના હાલ શું થવાના? અમે આંકડાઓ આપવાનું ચાલુ કરીએ તો ખબર પડે. આ બધી મોંધવારીનું મૂળ કારણ તમારો આ કહેવાતો ઔદ્યોગિક વિકાસ છે.
સભા ઃ વિકાસના હિસાબે અમારું ગણિત ઊંધું પડ્યું. તો પછી હવે બળદગાડાના યુગમાં જવું? મ.સા. : જૂના જમાનામાં માત્ર બળદગાડાં જ હતાં? અત્યારે જે ઝડપથી ઓટોમોબાઇલ ફરે છે તેને બદલે ભૂતકાળમાં જે વ્યવસ્થા હતી તે ધીમી હતી એમ માનો છો? ભૂતકાળમાં મુખ્યત્વે રથો વગેરે હતું. અત્યારે વાહનની સરેરાશ ઝડપ શહેરમાં કલાકે ૧૧ થી ૧૨ કી.મી. છે. કારણ કે ટ્રાફીક જ એટલો છે. પરંતુ ૬૦-૭૦ કી.મી.ની ઝડપથી ચાલી શકે તેવા રથો અત્યારે પણ બનાવાય. ભૂતકાળમાં ૧૦૦ કી.મી./કલાકના ગતિવાળા બનાવતા. એક તમારી મોટરમાં તમે મજેથી ફરો અને બીજા કેટલાયને કેન્સર થાય તે [ સદ્ગતિ તમારા હાથમાં !
જ કારણ છે
દા
.
જ કરી, િ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org