________________
મ.સા. હા, લબ્ધિમાન જ મોટું સ્ટોરહાઉસ છે. જેમ એક સાથે અનેક પ્રવૃત્તિ કરી શકાતી નથી તેમ એક સાથે અનેક પાપના વિચારો પણ કરી શકાતા નથી. છતાં મન જબરું છે. તે બધાય પાપના ભાવનો સંગ્રહ કરી રાખે છે. માટે વગર કરે પણ પાપ ચાલુ જ છે. પ્રવૃત્તિથી જ પાપ માનીએ તો અધર્મી/પાપાત્મા ફાવી જશે. દા.ત એક કસાઈ વધારેમાં વધારે ૧૦-૧૫ જીવોને મારશે. કાલસૌરિક રોજ ૫૦૦ પાડાને મારતો પણ અત્યારે એવી શારીરિક તાકાત ધરાવનાર કસાઇઓ પણ નથી. હવે તે મારે પ-૨પ૫૦૦પશુઓને, પણ પશુઓની સંખ્યા દુનિયામાં ઘણી હોય. તેમાંથી પ-૨પ-૫૦૦ની જ હિંસા કરી પણ બાકીનાની તો અહિંસા જ કરી. હવે પ્રવૃત્તિથી પાપ બંધાય તો આ વ્યક્તિએ હિંસા કરતાં અહિંસાની જ પ્રવૃત્તિ વધારે કરી છે. તેવી જ રીતે જૂઠું બોલનારા પણ જીવનમાં સાચું તો વધારે જ બોલશે. કોઈ પૂછે-શું કરે છે? તો કહે જમું છું. આવી તો કેટલીય સાચી વાતો કરશે. એટલે પાપપ્રવૃત્તિ કરવામાં તો મર્યાદા જ છે. ખાવાની વસ્તુઓ ઘણી પણ પ્રવૃત્તિરૂપે ખાવાનું કેટલું? ખાવાથી જ પાપ બંધાતું હોય તો તો ખાધા કરતાં ત્યાગ વધારે કર્યો. તો તો પછી તે બધાથી પુણ્ય જ બંધાય. પણ એવું નથી બનતું. માટે પ્રવૃત્તિ કરતાં પરિણામથી જ વધારે પાપ લાગે. લબ્ધિમનમાં પાપના પરિણામ પડ્યા જ છે.
સભાઃ લબ્ધિમનમાં સારા વિચારો પણ પડ્યા હોય ને? મ.સા. તો એનો ફાયદો પણ મળશે જ, સદ્ગતિનું એક પણ કારણ જો તમારા મનમાં ગોઠવી દો તો તમને ચોવીસે કલાક તેનો લાભ મળ્યા કરશે. તમને જેમાં રસ નથી તેવી વાતો મન સંસ્કારરૂપે પણ ગ્રહણ કરતું નથી. ઓછાવત્તા રસનો તફાવત પડશે, પણ રસ જ ન હોય એવા ભાવો લબ્ધિમનમાં ટપકી પડવાનું કોઈ કારણ નથી. જેમાં રસ છે તે વર્ષો પછી પણ યાદ રહે છે અને જેમાં રસ નથી તે સ્વપ્નમાં પણ યાદ નહિ આવે. અમારે ત્યાં લખ્યું કે બધી અનુભૂતિના સંસ્કાર પડતા નથી. જેમાં રસ છે, તેવી અનુભૂતિના સંસ્કારો જ પડશે અને તે પાછા સ્મૃતિપટ પર છવાશે. વર્તન દ્વારા મનના ભાવોનું અનુમાન કરી શકાય. આત્મા પર ગમે તે વસ્તુના સંસ્કાર પડતા નથી. જીવનમાં એક વાર નાનું પણ સુંદર દેશ્ય જોયું હોય તો તે કાયમ યાદ રહેશે, કેમકે તીવ્ર રસ પડ્યો છે. માટે તેવી રીતે દ્વેષ હશે તો પણ આવું થશે. ધર્મમાં રુચિ ન હોય ત્યાં સુધી ધર્મના સંસ્કાર ન પડે.
સભા સંસ્કાર તો આત્મામાં પડે છે ને? મ.સા. આત્મામાં સંસ્કાર પડે. મન તે સંસ્કારને વ્યક્ત કરે. મન તો સાધન છે. રુચિપૂર્વક ધર્મ કરો તો ચોક્કસ આત્મા પર સંસ્કાર પડે. માટે જ ધર્મમાં રુચિ ભેળવી તેના સંસ્કાર પાડવા અનિવાર્ય છે. માટે જેને ધર્મની રુચિ નથી તેના આત્મા પર ધર્મના સંસ્કાર જ પડતા નથી.
તમારા મનમાં પડેલાં ૯૯% બિનજરૂરી પાપો છે. એટલે શ્રાવકધર્મની - સદ્ગતિ તમારા હાથમાં !) .
જરા ૧૦૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org