________________
મેળવવી-પામવી સહેલી છે. સગતિની બાંહેધરી ચોક્કસ છે. ભાવવિરતિ તો ગુણસ્થાનકમાં ચાલી જવાની. એની અહીં વાત નથી. અત્યારે વિકલ્પ દ્રવ્યવિરતિનો છે, માટે ગુણસ્થાનકનો કોઈ આગ્રહ નથી. મહાભાગ્યથી જૈનકુળ, જૈનશાસન મળ્યું છે. વિરતિધર્મના સિદ્ધાંત સાંભળવા મળે તેવું વાતાવરણ છે. બીજા બધાં ધર્મો પાસે આ નથી. બધા ધર્મો પાપની વાત કરે છે અને પાપથી અલગ રહેવાની વાત કરે છે, પાપ ત્યાગ કરી ગુણો કેળવો, વગેરે વાતો કરે છે. બધા ધર્મોમાં પાપના ત્યાગની, પાપ ખરાબ છે તે રીતના ઉપદેશની પ્રેરણા છે, પણ તે પાપનું વિસ્તારથી સ્વરૂપ અને તેનાથી વિરામ પામવાનું અનુષ્ઠાન જે છે, તે વિરતિ, આ જૈન ધર્મમાં સ્પેશ્યલ પારિભાષિક શબ્દ છે. કોઈ પણ ધર્મમાં પાપત્યાગની વાત ન બતાવી હોય, તેવી ઝીણવટભરી વાત તીર્થકરોએ બતાવી છે. દ્રવ્યવિરતિના બે ભેદ (૧) સર્વવિરતિ-સર્વથી પાપનો ત્યાગ અને (૨) દેશવિરતિ-અંશથી પાપનો ત્યાગ. દ્રવ્યથી દેશવિરતિ મનુષ્યગતિના બંધનું કારણ છે. દ્રવ્યથી સર્વવિરતિ દેવગતિના બંધનું કારણ છે. સતત દેવગતિ બાંધવી હોય તો સર્વવિરતિનો દ્રવ્યથી પરિણામ જોઇએ. મનુષ્યગતિનો સળંગ બંધ કરવો હોય તો દ્રવ્યથી દેશવિરતિનો પરિણામ જોઇએ. આ એક કારણ હોય પછી બધાં દુર્ગતિનાં પરિણામો-જોખમો હોય તો પણ સગતિની ગેરંટી. જેણે દ્રવ્યથી દેશવિરતિ ધારણ કરી લીધી છે, પછી તે ગમે તે કરતો હોય પણ આના પ્રભાવે એને મનુષ્યગતિ જ બંધાય. સર્વવિરતિના પરિણામ જેણે જીવનમાં ધારણ કરી રાખ્યા છે, તેને દેવગતિની ગેરંટી. જો કે સાધુનાં કપડાંમાં મરીને સાતમી નરકે ગયેલાનાં શાસ્ત્રમાં દૃષ્ટાંત છે. તેથી માત્ર શ્રાવક/સાધુનાં ચિહ્ન સ્વીકારો તો સદૂગતિ માટે લાયક નથી બનતા, બંનેને દ્રવ્યથી પરિણામ જોઈએ. પણ દ્રવ્યથી દેશવિરતિનો પરિણામ ચીજ શું છે? આમાં મનુષ્યગતિની ગેરંટી કેમ આપી? આ પાસાં બુદ્ધિ સાથે સંગત થાય તે રીતે શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યાં છે. સૌ પ્રથમ આપણે ચેતન છીએ. ૨૪ કલાક આપણામાં ચેતના છે. માટે આ દુનિયાના કોઈને કોઈ રીતે વિચાર ચાલુ જ છે. આ મન છે, એમાં ૯૯% બિનજરૂરી અશુભ ભાવો/પાપો પડ્યાં છે, જેની સાથે તમારે લેવા-દેવા મતલબ નથી. છતાં આ ભાવોને કારણે જીવ નવરો હોય ત્યારે પણ દુર્ગતિયોગ્ય કર્મબંધ થાય છે. કૂતરું શાંત બેઠું હોય એમ લાગે પણ તે સમયે પણ મનમાં બિનજરૂરી પાપોની વૃત્તિ-ઇચ્છા-પરિણામ-પરિણતિ પડી છે. માટે શાંતિથી બેઠું હોવા છતાં અમુક પાપો બાંધ્યા જ કરે.
સભા વિચારો ના હોય તો પણ? મ.સા. હા, અત્યારે તમે પૈસાના વિચારો નથી કરતા છતાં ઘરમાં મૂડી પડી છે, તેનું પાપ લાગે જ છે. લોભિયો પણ પૈસાના ૨૪ કલાક તો વિચાર નહીં જ કરે, એટલે શું પાપ બંધાતું અટકી જાય? ઘર મૂકીને આવ્યા છો પણ ઘરની મમતા તો પડી જ છે.
સભાઃ લબ્ધિમનમાં હોય તો?
stry. Like ૧૦૧)
sફ{JIO કામ કરી રહી છે.
કોડ રે
સદગતિ તમારા હાથમાં !!
કિ
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org