________________
વિચાર નથી આવતો, સામાયિકમાં બહારની અસર પણ નથી, પાપોથી મનને અલિપ્ત કરી સ્વાધ્યાય વગેરે સામાયિકમાં કરો, જયણાપૂર્વક કરો, એવું સામાયિક કરો પણ પાંચમું ગુણસ્થાનક ન અડે તો સામાયિક કહેવાય તો દ્રવ્યથી જ. શાસ્ત્ર, તેને ભાવથી સામાયિક ન કહે. અનિવાર્યપણે ભાવ ગુણસ્થાનક સાથે સંકળાયેલા છે. જેવું ભાવથી સમકિત આવે તે સાથે ચોથું ગુણસ્થાનક હોય જ અને જેવુ ચોથું ગુણસ્થાનક આવે તે સમયે ભાવથી સમકિત હશે જ. સિક્કાની બે બાજુ જેવાં છે. સિક્કાની એક બાજુને બીજીથી અલગ ન કરી શકાય. ભાવની ચોક્કસ વ્યાખ્યા છે. તમે જેને ભાવ માનો છો તેને શાસ્ત્ર ભાવ શબ્દથી સ્પર્શો નથી. તમે કંદમૂળનો ત્યાગ કર્યો હોય, તમને બધા કંદમૂળમાંથી બનતી વાનગી પર આસક્તિ, ઇચ્છા, રાગ, દ્વેષ, ગમો, અણગમો નથી, મન તદ્દન અલિપ્ત છે, પણ તમને પાંચમું ગુણસ્થાનક ન હોય તો કહીએ કે આ પચ્ચખ્ખાણ તમે દ્રવ્યથી પકડ્યું છે, ભાવથી તો દૂર છે. વગર ગુણસ્થાનકે ભાવ શક્ય જ નથી. ભાવ સાથે ગુણસ્થાનકને બાંધીને રાખેલા છે. તે તે ગુણસ્થાનકનો ભાવ તે તે આત્માનો ભાવ. તમે કંદમૂળ ન ખાધું એટલે પાપથી વિરામ પામ્યા તેમ કહીએ પણ ભાવથી વિરામ પામ્યા તેમ નહિ કહેવાય.
સભા : દ્રવ્યવિરતિ વિના ભાવવિરતિ ન જ આવે?
મ.સા. : એવું નથી. કોઇ જીવોને દ્રવ્યવિરતિ વિના પણ ભાવિવરિત હોય છે. પણ રાજમાર્ગ એ જ કે જીવ દ્રવ્યવિરતિ દ્વારા જ ભાવવિરતિ પ્રાપ્ત કરતો હોય છે. માટે દ્રવ્યવિરતિની નિંદા, ટીકા-ટીપ્પણ ન કરીએ, કારણ તરીકે સ્વીકારીએ, પણ બંનેના ફળ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ભાવવિરતિનું આખું પાસું ગુણસ્થાનકમાં ચાલ્યું જશે. જે આત્મા ભાવવિરતિમાં હોય, પછી તે ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, ગમે તેવા મનમાં સંકલ્પો, આર્ત-રૌદ્ર ધ્યાન કરતો હોય, તો પણ ઊંચામાં ઊંચી ગતિ બાંધે. ભાવિવતિવાળા જીવો રણમેદાનમાં યુદ્ધ કરતા હોય, સૈનિકોને રહેંસી રહેંસીને ચાલ્યા જતા હોય, છતાં ગતિ તો ઊંચી જ બાંધે. મહાભારતના દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ વગેરે મહારથીઓ કૌરવપક્ષે લડ્યા છે. ભીષ્મ પિતામહે તો બાણશય્યા પર સંયમ સ્વીકાર્યું છે. પણ દ્રોણાચાર્ય છેલ્લે સુધી લડતા હતા. હજારોનાં માથાં કાપી નાંખ્યાં છે. છતાં પાંચમા દેવલોકમાં ગયા છે. તેઓ એકદમ સલામત છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ ઊંચામાં ઊંચું પામીને બેઠા છે. પછી ભલે સંસારમાં બેઠા છે. ભીષ્મ પિતામહને રાજપાટ, વૈભવ, આરંભ-સમારંભમાં પણ ભાવો જુઓ તો તેમનું સત્ય ડગલે પગલે દેખાય. તેમને કોઇપણ સંયોગોમાં સદ્ગતિ તો નિયત છે. પણ ભાવથી ગુણસ્થાનક ન પામેલા જીવોને સદ્ગતિમાં જવું હોય તો દ્રવ્યવિરતિ સહેલામાં સહેલી છે. બીજા બધા માટે પુરુષાર્થ, સાવધાની ઘણાં જોઇએ. તમે અકામનિર્જરા તો કરી જ ન શકો અને કરો તો પણ સદ્ગતિના લેવલની તો ન જ કરી શકો. કષાયો પણ સદ્ગતિના લેવલ કરતાં થોડાક પણ તીવ્ર થાય તો જોખમ રહે. તેવી જ રીતે શુભલેશ્યા પણ હદથી નીચે જાય તો સદ્ગતિની ગેરંટી ન રહે. જ્યારે દ્રવ્યવિરતિ સદ્ગતિ તમારા હાથમાં!)
(૧૦૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org