________________
ભાવરૂપ કે પાપની પ્રવૃત્તિ અટકાવવારૂપ છે. દેવનારક એકેન્દ્રિય/વિકસેન્દ્રિય સુધીના જીવો તો વિરતિના પરિણામ ન પામી શકે, જયારે પંચેન્દ્રિયમાં સંજ્ઞી પંચેન્દ્રિય પશુઓ રેર(ભૂજ) કેસમાં (કોઈક જીવ) પામે. વધારેમાં વધારે ચાન્સ મનુષ્ય ભવમાં અને સર્વવિરતિ તો ફક્ત મનુષ્યો જ પામી શકે. મનુષ્યને જ એવું મન મળે છે, જે મનમાં વિરતિધર્મ પરાકાષ્ઠાનો પામી શકે. ઊંચા ધર્મની આરાધના માટે ફક્ત શરીરબળ જ નહિ, મનોબળ પણ જોઇએ છે. અમુક પ્રકારનું મન, તે તે સંયોગોમાં તે તે ભાવો કરી શકે છે. દેવલોકમાં આપણા કરતાં સશક્ત શરીર, સગવડો વગેરે છે; પણ તેમનું મન વિરતિધર્મ માટે અયોગ્ય. વિરતિધર્મ આરાધવા માટેનો નિયત ભવ માનવભવ જ. માનવભવનો મહિમા આના (વિરતિધર્મના) કારણે જ આટલો છે. વિરતિધર્મ બે પ્રકારે (૧) દ્રવ્યથી વિરતિ અને (૨) ભાવથી વિરતિ. ભાવથી વિરતિધર્મ તો ગુણસ્થાનક પામેલો આત્મા જ પામી શકે. માટે ભાવવિરતિ સદ્ગતિના ગુણસ્થાનકના કારણમાં જશે. ભાવવિરતિવાળા માટે સદ્ગતિ નિયત છે. તેને ગુણસ્થાનક સાથે છેડાછેડી બંધાયેલી છે. જે આત્મામાં સમ્યગ્દર્શન વગેરે ગુણો પ્રગટતા નથી તે આત્મા પાપનો ભાવથી વિરામ કરી શકતો નથી. માટે પાપનો ત્યાગ જુદી વસ્તુ અને ભાવથી વિરતિ જુદી વસ્તુ છે. બધા ચારિત્રધર્મમાં પાયા તરીકે સમકિત મૂક્યું છે. શ્રાવકનાં વ્રતોમાં પણ સમકિતમૂલ બાર વ્રત છે. માટે એક પણ વ્રત ઉચ્ચરવું હોય તો પહેલાં સમકિત ઉચ્ચરવું પડે. પછી દ્રવ્ય વ્રત ઉચ્ચરાય, તો દ્રવ્ય સમકિત ઉચ્ચરે; ભાવથી વ્રત ઉચ્ચરે, તો ભાવથી સમકિત ઉચ્ચરે. માટે સમકિત તે પ્રથમ શરત છે. કેમકે આપણે ત્યાં શ્રદ્ધાની પરિપૂર્ણતા પછી આચરણ મૂક્યું છે. શરત એ છે કે નાનો પણ ધર્મ, આચરણ કરવો હોય તો પહેલાં શ્રદ્ધાથી પરિપૂર્ણ બનો. શ્રદ્ધા વિના કરેલું અનુષ્ઠાન નિષ્ફળ જવાનું છે. જો શ્રાવકપણું ભાવથી પામો તો આ શ્રદ્ધા ભાવથી ગણાશે, નહિ તો પછી દ્રવ્યશ્રદ્ધા ગણાશે. માટે દેવદર્શન જેવી ક્રિયામાં પણ પહેલી શરત ચાંલ્લો. જે ભગવાનની પૂજા કરવા ઇચ્છું તેમની વાત માનું છું. બાકી પહેલાં તમે પૂજનીય પછી ભગવાન પૂજનીય એવું નથી. કેમકે જેને પ્રભુ પર શ્રદ્ધા નથી તે પ્રભુને પૂજે તો પણ કોઈ અર્થ નથી. ભગવાનની પૂજા ધર્મ-આચરણ પછી, પહેલાં શ્રદ્ધા.
સભા : શ્રદ્ધા દ્રવ્ય-ભાવ બંનેથી હોય? મ.સા. : દ્રવ્યશ્રદ્ધામાં ગુણસ્થાનક ન હોય. મેં સાધુપણું લીધું. અણીશુદ્ધ પાંચ મહાવ્રત પાળું, ભગવાને કહેલા જે વિચારો/ભાવ વગેરે રાખું, પણ છઠ્ઠા ગુણસ્થાનકનો સ્પર્શ ન થયો હોય તો દ્રવ્યસાધુપણું કહેવાય. કોઈ શ્રાવક બાર વ્રતનો સ્વીકાર કરે છે. મન-વચન-કાયાથી પાળે છે. પરંતુ પાંચમું ગુણસ્થાનક સ્પર્શતો ન હોય તો દ્રવ્યથી વ્રતો છે, ભાવથી નથી. શ્રદ્ધા-આચરણ એટલું જ હોય પણ ગુણસ્થાનકની પ્રાપ્તિ ન હોય તો ભાવ શબ્દનો પ્રયોગ ન થાય. તે તે ગુણસ્થાનક સાથે તે તે ભાવોનું નિયોજન કરવામાં આવ્યું છે. આત્મા તે ગુણસ્થાનકને સ્પર્ધો ન હોય તો ભાવથી વિરતિની ખાતરી શાસ્ત્ર આપતું નથી. સામાયિકમાં બેસો અને ઊઠો ત્યાં સુધી સંસારનો
૯૯) સી કરી , છે સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org