________________
સંબંધ પણ હોય, પણ અત્યારે આ મારો આશ્રિત છે. તો તે માટે તેને યોગ્ય તૈયાર કરવો અને તેના હિતાહિતમાં તત્પર રહું, તેવું થાય છે?
સભા કલ્યાણ તો વિચારવું જોઇએ ને? મ.સા. કલ્યાણ તો નક્કી જ છે. ગમે તેનું ગમે તેમાં કલ્યાણ માનો તો તે ચાલે? મૂર્ખ બાપ હોય અને મસ્તી-તોફાન-રમતમાં છોકરાનું હિત માને તો તે માત્રથી હિત થઈ જશે? એને તમને શું ગમે છે તે પરથી હિત નક્કી થાય? તમારા ગમા-અણગમાથી હિત નક્કી થતું હોય, તો તો કેટલાનો દાટ વાળી આવો! કોઇવાર હિત કડવી દવા જેનુ પણ હોય, પણ મોહના પરિણામથી વિચારો તો સાચું હિત નક્કી કરી શકો જ નહિ. એક સારી લાઇનમાં ગોઠવી લાખો કરોડો કમાય એવી ઇચ્છા હશે. પેલો તો કરશે ત્યારે કરશે પણ તમને અત્યારથી પાપ લાગવા માંડે છે. મન ઠેકાણે રહેતું જ નથી. તમારાં મન ઠેકાણે ન હોય તો દુનિયાભરનાં આર્તરૌદ્ર ધ્યાન લઇને ફરતા હો. તેનાથી જીવના એવા સંકલ્પ/વિકલ્પ ચાલુ જ હોય. વળી ગતિ તો તે અનુસાર ધારાબદ્ધ રીતે બંધાઈ જ રહી છે. તેમાં તો બ્રેક આવવાની જ નથી.
સભાઃ ધ્યાનની પૂર્વભૂમિકા ચોવીસ કલાક ચાલુ હોય? મ.સા. ? હા, હોય છે. મોટા ભાગનાને અશુભની હોય અને કોઇકને શુભની પણ હોય, ધર્મને અનુરૂપ મનોરથ/સંકલ્પ વિકલ્પ ચિંતન ચાલુ કરો તો ધર્મધ્યાનની પૂર્વભૂમિકામાં આવે, ચિંતનનો આખો વિષય બદલવો પડે. અત્યારે તો જેવા નવરા પડે તેવા અશુભ ધ્યાનની હારમાળા રૂપે વિચારો ચાલુ, શરીરના વિષયમાં વિચાર ચાલુ, ઘરડા ન દેખાઇએ, ચમક ટકી રહે, શરીર નબળું ન પડે, નબળાઈ ન આવે, વગેરે માટે અશુભ સંકલ્પ,વિકલ્પ ચાલુ જ ને? તેમાંય વળી ધોળા વાળ દેખાય એટલે કાળા કેમ કરવા તેની ચિંતા ચાલુ. જીવનમાં મોટા ભાગના વિષય આર્તધ્યાનના જ છે. તે ખૂટે જ નહિ. સવારથી સાંજ સુધી ચાલુ જ હોય. એટલે જ તિર્યંચગતિનો બંધ ઓળંગવો બહુ દુષ્કર છે. મનુષ્યભવમાં પણ ૯૫% થી ૯૭% જીવો તિર્યંચગતિ જ બાંધતા હોય. એમની મનોદશા-ભાવોને અનુરૂપ ગતિનો બંધ છે. જૈનશાસનનાં દુર્ગતિ/સદ્ગતિનાં કારણો દુનિયા માને તેમ નથી. અહીં તો સ્પષ્ટ બતાવે. અત્યારે કોઈ ન્યાય નીતિ,સદાચારથી જીવતા હોય તો લોકો માને માણસ સારો છે, મરીને સદ્ગતિમાં જશે, પણ તેમ નથી. સદ્ગતિનાં કારણોનાં ધોરણો બાંધ્યાં છે. કેમકે તમે એકેક વિચાર કરો છો ત્યારે તેમાં અનેક જીવોને મારવાના/કિલામણા આપવાના ભાવો બંધાયેલા છે અને તેનાથી તમને પણ પીડાકારી ભવ જ મળે. અનેક જીવોની હિંસામાં રાજી છો તો તમને તેનાથી અશાતા મળ્યા વિના રહેવાની છે? બીજાને પીડા થાય તેવા ભાવોમાં રાચતા હો તો તમને પણ એવો જ ભવ મળે ને?
સભા આર્તધ્યાન, સંક્લેશ અને સંકલ્પમાં શું ફેર? ( ૮૭) નોકરી ની જ કાનો (સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org