________________
બધી શક્તિનો ઉપયોગ કરતા નથી, ધણી શક્તિઓ સુષુપ્ત પડી છે. શક્તિ કેટલી છે, તે તો તીવ્ર ઇચ્છાકટોકટી આવે ત્યારે ખબર પડે. સામાન્ય સંયોગોમાં સો ગ્રામ વજન પણ ન ઊંચકાય પણ પાંચસો ગ્રામની કીમતી વસ્તુ હોય અને ઓચિંતી આગ લાગતી હોય તો તરત ઉપાડીને ભાગો. તે વખતે તાકાત ક્યાંથી આવી જાય? તાકાત તો હજી પણ સુષુપ્ત પડી છે. તેમ મનની વધારેમાં વધારે કેપેસીટી(શક્તિ) વપરાતી હોય તેવા પ્રકારનું એકાકાર મન થાય, ત્યારે ધ્યાન આવે છે. પછી તે શુભ કે અશુભ હોઇ શકે. સંસારના જીવોને વિષય કષાયમાં રસ છે. માટે ત્યાં જ મનની તીવ્ર શક્તિ વપરાવાની છે. ઘણાંને સીનેમા બાબતમાં ખૂબ યાદ રહે, મન સક્રિય હોય અને વારંવાર મન ત્યાં જાય. એટલે સંસારમાં જે વિષયોમાં તીવ્ર એકાગ્રતા આવશે, ત્યારે સંસારનું ધ્યાન આવવાનું ચાલુ થશે. દુઃખ, વ્યથા, સંતાપ, આધિ, વ્યાધિ, દુ:ખની પીડામાંથી પેદા થયેલું ચિંતન મનન તે આર્તધ્યાન. વળી જીવ ધ્યાન નથી કરતો ત્યારે પણ તેની પૂર્વભૂમિકા તો હોય જ. મંદ મંદ વિચારો/ભાવો કરતો હોય, પણ તેમાંય આર્તધ્યાન ચાલુ હોય. કેમકે ચોવીસ કલાક ચિંતા હોય છે કે, જીવનમાં મળેલી સગવડતાઓ વધે પણ ઘટે નહિ, નવી અગવડતાઓ આવે નહિ અને જે છે તે ઓછી થાય. તમારા જીવનમાં ચિંતનનો સારાંશ આ જ છે. પછી દુકાન/ધંધો/શરીર/ખાવા-પીવા/હરવા-ફરવા ગમે તે વિષે વિચારો, પણ સરવૈયું તો આ જ આવે. છોકરો જન્મે ત્યારથી તેને પરણાવવા સુધીના વિચારો ચાલુ હોય. વિચારોની આ હારમાળામાં ૯૯.૯૯% આર્તધ્યાન જ હોય.
સભા : એનાથી કર્મ બંધ પડે?
મ.સા. : ખાલી પડે નહિ, સતત તિર્યંચગતિનો બંધ પડે.
સભા : ધ્યાનની પૂર્વભૂમિકા પણ ગતિબંધનું કારણ બને?
મ.સા. ઃ આર્તધ્યાનના સંકલ્પ વિકલ્પો આર્તધ્યાન અને તેની પૂર્વભૂમિકા/ઉત્તરભૂમિકા બન્ને તે તે ગતિબંધનાં કારણો છે. તમને આ સામાન્ય લાગે છે. પણ આવું વિચારતાં પાપોની જે સીરીયલ ચાલે તેની ખબર નથી. એક નાનો અશુભ વિકલ્પ કરો છો તેમાં પણ અનંતા જીવોની હિંસા ગોઠવાયેલી હોય છે.
સભા : સ્વાભાવિક જ આવે છે.
મ.સા. : સ્વાભાવિક નથી પણ ખોટી મમતાથી થાય છે. બાકી આ સંસારમાં તમારા જીવનમાં પણ તમે તમારા મનનું ધાર્યું કરી શકતા નથી, તો બીજાના જીવનમાં તમારી ઇચ્છા પ્રમાણે કરી શકવાના છો?
સભા : બાળકની ચિંતા તો કરવી જ પડે ને?
મ.સા. : તે તો કર્તવ્યની ચિંતા છે. ત્યારે તો થાય કે સંસારસાગરમાં રખડતાં રખડતાં આ આત્મા મારા ઘરે આવ્યો છે. આ અમારો નવો સંબંધ પણ બંધાયો હોય કે પૂર્વનો સદ્ગતિ તમારા હાથમાં !
(૮૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org