________________
મનન ધર્મમય કે ધર્મને અનુરૂપ હોય તો જ સદ્ગતિ બંધાય. સ્ટેજ કોઈને દુઃખી જોઈ મન પીગળતું હોય, થોડી માનવતા/દાનદયાના વિચારો કર્યા તે કાંઈ સગતિના કારણ માટે પર્યાપ્ત નથી. તે માટે તો ધર્મના વિચારો જ જોઇશે. તે વિચારો જ્યારે માનસમાં ડગલે ને પગલે આવતા હોય તો માનવાનું કે ધર્મનું માનસ ખડું થઈ રહ્યું છે.
સભા ઃ દાનની પ્રવૃતિ કરતાં ધર્મના શું વિચાર કરવાના? મ.સા. જે દાન, ધર્મની સામગ્રી સાથે સંકળાયેલ નથી તેવા દાનની ખાસ કિંમત નથી. તેવા વિચાર કરે કે બિચારો દુઃખી છે, સહેજ સહાય કરો, તેવા વિચાર ધર્મ સાથે સંકળાયેલા ન કહેવાય. ધર્મની વાતોમાં, આત્મા/પરલોક/પુણયપાપકર્મ/કર્મની વિચારણા/મોક્ષ/મોક્ષમાર્ગ વગેરે, આ બધાનું અનુસંધાન ચિંતન હોય. ધર્મધ્યાનના ચાર પાયામાં ધર્મના તમામ વિચારોનો સમાવેશ થાય છે. દા.ત. આજ્ઞાવિચય, સંસ્થાનવિચય, વિપાકવિચય, અપાયરિચય. કર્મના વિપાકના સ્વરૂપનું ઊંડાણથી ચિતન તે વિપાકવિચય-ધ્યાન. વાસ્તવિક સંસારની લોકસ્થિતિનું રાગદ્વેષના આવેશ વિના ચિંતન કરો તો લોકસંસ્થાનવિચય-ધ્યાન.
સભા રાગ-દ્વેષના આવેશ વિનાનું વિચારો, એટલે? મ.સા. તમે અમેરીકા, યુરોપ વગેરેના સમાચારો છાપામાં વાંચો, એટલે તે લોકસ્થિતિસંસ્થાનવિચધ્યાનમાં નથી આવતું.
સભા: કેવી રીતે? મ.સા. ઃ જયાં વિકાસ ઝાકઝમાળ વગેરેની તકોની સામગ્રી હોય તેવી વસ્તુ/વાતો વાંચવા/વિચારવામાં મઝા આવે છે. કેમકે તેમાં રાગ છે. પેરીસના બગીચાનો વિચાર આવે છે, પણ આફ્રિકાની જંગલી પ્રજાનો વિચાર આવે છે? બાકી તો આજના કોસ્મોલોજીસ્ટ તો લોકસ્વરૂપનું જ ચિંતન કરતા હોય છે ને? વિશ્વ કેવું? કેવી રીતે રચના થઈ? પહેલાં શું હતું? ફેરફારો કેવી રીતે થયા? વગેરે વિચારો ચાલુ જ હોય. તમને ખબર નથી, દુનિયામાં પ્રખ્યાત હોય તેવા વિશ્વવ્યવસ્થાના જાણકાર તો વિશ્વનો વિચાર કરતાં કરતાં ધૂની જેવા થઈ ગયા હોય, છતાં તેમને લોકસંસ્થાન- વિચયનું ધ્યાન થોડું કહેવાય? કેમકે અપેક્ષા શું છે? વિશ્વમાં સારું જાણનારો થાઉં, મારી થીયરી સ્વીકાર થઈ મારી કેરીયર બને, વગેરે વિચારો તે રાગના આવેશમય છે ને? તેને ધ્યાન કહેવાય? તમારા મનમાં ધર્મની જ વિચારણા નથી અને ધર્મધ્યાનમાં ઘૂસો તે ત્રણ કાળમાં અશક્ય છે. તમારા વિચારો-ભાવનામાં ધર્મની છાંટ હોવી જોઇએ. ધર્મની અસરો દ્વારા કંઈ નિમિત્ત મળતાં સંકલ્પ વિકલ્પ આવે, બાકી તો દુનિયાની કોઈપણ વસ્તુનો વિચાર ધર્મધ્યાનમાં આવી શકે, વિષયની કોઈ મર્યાદા નથી. આ બારણાં, ટેબલ, તમારું શરીર ગમે તે ધર્મધ્યાનનો વિષય બની શકે.
સદ્ગતિ તમારા હાથમાં !Dા કા કાકી કાકી ૯૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org