________________
કષાયનું સ્વરૂપ શું? પછી તો વિચાર કરવાનો માર્ગ જુદો થાય. ચિંતનમાંથી ભાવનામાં આવે, પછી ક્યારેક ધ્યાન આવશે. ધર્મની કોઇ પણ વસ્તુમાંથી ધર્મના સંકલ્પ વિકલ્પ કરી શકો તેમ છો અને તેના ભાવોમાં રમતા હો ત્યારે સદ્ગતિ બંધાયા જ કરે. પણ પ્રકૃતિ રૂપે આવું ઘડતર થવું જોઇએ. ધર્મની છાંટ નથી તો હજારો સારા વિચારો પણ સદ્ગતિનો બંધ કરાવે તેમ નથી. તમારા પ્રત્યેક વિચારમાં ધર્મનો પ્રભાવ પડવો જોઇએ. કોઇકનું ભલું તો સજ્જન પણ વિચારે, પણ ધમભા તો તેનાથી ક્યાંય આગળ વિચારે. ભિખારી/દુઃખીને જુએ ત્યારે માત્ર દયા જ આવે તે ન ચાલે, પણ વિચાર આવે કે “એ પણ આત્મા હું પણ આત્મા. પણ અત્યારે એના અને મારા વચ્ચે કેટલો તફાવત? મેં ક્યારેક પુણ્ય કયા હશે, આ ભિખારીએ પાપ બાંધ્યાં હશે. માત્ર થોડા સજ્જનતાના વિચારોને અમે સદ્ગતિ માટે પર્યાપ્ત નથી કહેતા. ચાર મુખ્ય વિષયો આજ્ઞા, વિપાક, અપાય, સંસ્થાન. વિચારોનું ચિત્ર તો વિશાળ છે. ઝાડ જુઓ તો વિચારો કે “આ કેટલું અપંગ! આને શું જોઈતું હતું? મને આવું ન થયું, એને કેમ આવું થયું?” પણ અત્યારે તો ઝાડ જુઓ એટલે કુદરતી દ્રશ્ય જોઈ હરખાઓ છો, રૂપ-રંગ જોઈ આસક્તિ થાય છે. ઘણા વિચારે કે કેવા મુક્ત જીવો છે? પંખીઓ ઊડતાં હોય તો મુક્તગગનમાં વિહરી રિહ્યા છે એમ થાય; પણ એ બિચારા મુક્ત છે કે પાંગળા? ઘણા કહે કુદરતમાં ચારે બાજુ સુંદર દશ્યો પડી રહ્યાં છે.
સભાઃ આ ઝરણાં ખીલ ખીલ કરે છે! મ.સા. : શબ્દોના સાથિયાના રંગ પૂરવા જુદી વાત. વાસ્તવિકતામાં તો તે બિચારાં અપંગ, અનાથ, અત્યંત પરવશ દશામાં છે. તેઓને જોઈને સંસારનું તાદશ દશ્ય યાદ આવવું જોઇએ. રંગબેરંગી ડીઝાઇન જોવાથી શું ફાયદો? તમે પણ આવા ભવમાં ફરતા હતા ત્યારે લોકો તમને જોઇને હરખાતા હતા, પણ ત્યારે તમે અંદરમાં બળતા હતા,
સભા ધર્મધ્યાનના ચારેય પ્રકાર વૈરાગ્ય ઓરીએન્ટેડ જ છે? મ.સા. હા, કેમકે વગર વૈરાગ્યે ધર્મ હોય જ નહિ. ધર્મનું સ્વરૂપ જ એવું છે. ધર્મ પહેલાં તો આત્મા/પરલોક/પુણય/પાપ બતાવે. આત્મા માન્યો એટલે જ દુનિયા જડ, પરાઇ માની. આ શરીર મારું નથી. હું એનો નથી. વૈરાગ્ય વિના ધર્મનો એકડો જ ન થાય. માત્ર ભગવાનને હાથ જોડવાથી ધર્મ નથી આવતો. આત્મામાં ન માનતા હોય તો પછી ભગવાનને પણ માનવાની જરૂર શું? માટે ધર્મધ્યાનમાં વૈરાગ્ય ઓરીએન્ટેડ નહિ વૈરાગ્યનો પાયો જ રહેવાનો. વૈરાગ્યની છાંટ ન હોય તો અમે સારા વિચારો કહીએ? આત્મા-પરલોક માને તે આસ્તિક. હવે આસ્તિકને જ ધર્માત્મા કહેવો છે કે બીજાને? આત્મા માન્યો એટલે દેહ પણ મારો નહિ ને? હવે દેહ જ પરાયો તો પછી બીજું શું તમારું અને તમારી પ્રીતી ક્યાં હોય? (૯૫) પાળી
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org