________________
સભા ચિત્તશુદ્ધિ વિનાની આત્મશુદ્ધિ હોઈ શકે? મ.સા. હોઈ શકે, મન-વચન-કાયાની શુદ્ધિ ન હોય છતાં આત્મશુદ્ધિ હોય.
સભા : ચિત્તશુદ્ધિ હોય તો આત્મશુદ્ધિની તકો વધે છે. મ.સા. તકો વધે તે બરાબર. જો કે દવા લેવાથી સ્વસ્થતાના કારણે ધર્મ કરવાના ચાન્સ વધે છે તો પણ દવા લેવી એ ધર્મ કહેવાય? આ ધ્યાન શિબિરોમાં સાચું ધ્યેય જ બતાવતા નથી, લક્ષ્ય જ ખોટાં બતાવે છે.
સભા : ધ્યાનનું સાધન આપે છે. મ.સા. : ધ્યાનનું સાધન નથી આપતા પણ ધ્યાન માટેની સંકલ્પવિકલ્પની ભૂમિકા આપે છે. બાકી તો લેક્ટરને ધ્યાનની વ્યાખ્યા જ ખબર નથી. અમને તો પ્રેક્ષાધ્યાન શબ્દ સાંભળીએ એટલે હસવું આવે. કેમકે શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ પ્રેક્ષામાં હોય તેને ધ્યાન ન હોય અને ધ્યાનમાં હોય તો પ્રેક્ષા ન હોય. ચિત્તની ચાર ભૂમિકાચિંતન/મનન/પ્રેક્ષા/ધ્યાન. જેમાં લખ્યું કે જે પ્રેક્ષામાં હોય તે ધ્યાનમાં ન હોય અને ધ્યાનમાં હોય તે પ્રેક્ષામાં ન હોય. આમણે નવું પ્રેક્ષાનું ધ્યાન કાઢ્યું. પ્રેક્ષાનો શાસ્ત્રીય અર્થ અનુપ્રેક્ષા. તે ધ્યાન પહેલાં અને પછીની ભૂમિકા છે. મહાપુરુષો ધ્યાનધારા તૂટે તે પછી અનુપ્રેક્ષા કરે, પણ જે વ્યક્તિ અનુપ્રેક્ષામાં હોય તે ધ્યાનમાં ન જ હોય. કાલે કહેશો ચિંતનધ્યાન, પણ ચિંતન અને ધ્યાન બંને સાથે હોઈ શકે? હવે પ્રેક્ષાધ્યાન કહે, પછી કહે સ્થિર બેસો અને મનને હલકું બનાવો.
સભા પ્રેક્ષામાં ઊંડું અવગાહન કરવાનું કહે છે, તે શું? મ.સા. : ચિંતન-ભાવનાના ઘણા પ્રકારો છે, પણ આ તો શુભ-અશુભનો ભેદ જ ન પડે. ખાલી કહે મનને શાંત કરો, તનાવથી મુક્ત રહો, ખુલ્લું મૂકો. એમ તો હઠયોગમાં પણ તરત જ મન હલકું થાય અને માનસિક શાંતિ મળે, એટલે તમે તરત ચમકો. આ તો લોકોને છેતરવાના કીમિયા છે. એના કરતાં આપણે ત્યાં ધ્યાનના ૨૧ માર્ગ બતાવ્યા. ભેદ-પ્રભેદ લગભગ ૪,૬૩,૦૦૦ બતાવ્યા. એટલે આપણે ત્યાં ધ્યાન વિષય પર સાહિત્ય કેટલું છે! પહેલાં ધર્મના સંકલ્પ/વિકલ્પ કરો, પછી લેવલ હોય તો ધ્યાન કરો. હું તો કહું છું પહેલાં ધર્મધ્યાનની ભૂમિકા લાવો. તે માટે ધાર્મિક માનસ બનાવો. છોકરો માંદો પડે તો વિચારો કે શરીરનું સ્વરૂપ જ કેવું? ગમે તેટલું સશક્ત હોય તો પણ ટાઇમ આવે બગડે જ. આત્મા કેવો પરવશ થાય છે? અત્યારે તમે નિમિત્ત મળે છે, તો સંસારના સંકલ્પ/વિકલ્પ કરો છો, પણ અમારે તમારી પાસેથી ધાર્મિકતાના વિચાર કરાવવા છે. નિમિત્ત તો પડ્યાં જ છે. તમે તેને કેવી રીતે સ્પર્શ કરો છો તેના પર આધાર છે. સંસારમાં વિવિધતા/વિચિત્રતા મળે તો તરત કર્મનું સ્વરૂપ યાદ આવવું જોઇએ. તમારી સામે આખો સંસાર ખડો છે. બધાના રોજ અનુભવ થાય છે. તેમાં કડવા અનુભવ કેટલા? મીઠા અનુભવ કેટલા? નિમિત્ત મળતાં કડવા અનુભવ થાય તો વિચારવાનું કે વિષય સદ્ગતિ તમારા હાથમાં ! છે ને કઈ
(૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org