________________
સભા : બાર ભાવના ધર્મધ્યાનમાં આવે? મ.સા. તેના કરતાં પણ ધર્મધ્યાન ઘણું વ્યાપક છે. બાર ભાવના તો ધર્મધ્યાનમાં પૂરક છે, પણ ધર્મધ્યાનનો વિષય તો બહુ જ વિશાળ છે. કોઇ પણ વસ્તુ પર ચિંતન મનન ધર્મના પાયા પર કરવાનું ચાલુ કરે, તેમાં તીવ્ર એકાગ્રતા આવે, તે ધર્મધ્યાન. જેટલા આર્તધ્યાન-રૌદ્રધ્યાનના વિષયો છે, તેટલા જ ધર્મધ્યાનના વિષયો છે. ધૂળનું રજકણ પણ ધર્મધ્યાનનો વિષય બની શકે છે.
સભા આ કપડું કેવી રીતે ધર્મધ્યાનનો વિષય બને? મ.સા. : કપડું જોઈ ધાર્મિક માણસ હોય તો થાય કે આ પણ જીવનું ક્લેવર જ છે. વિચારો આનો જીવ કઈ યોનિમાં હમણાં ફરતો હશે અને આજે એનું કલેવર કઈ રીતે વપરાય છે? આજે રૂપવાન, રંગવાન તે કાલે કદરૂપું પણ હોઈ શકે છે. આ રૂપ-રંગ ઇન્દ્રિયને ગમે છે, તે પણ ક્ષણિક જ છે. પણ તમને રાગ-દ્વેષ, વિકાર, વાસના ઘટે તે રીતે વિચારવાનું ફાવે? સાચો ધર્મ એ કે જે અંદરમાં ઠારે. પણ અંદરમાં બાળે તે ધર્મ કહેવાય? જે ચિંતનમનન તમારા અંદરના રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ, ઉશ્કેરાટ વગેરેને શાંત કરે છે તે જ ધર્મધ્યાન છે.
સભા તનાવમુક્તિથી ધ્યાન થઈ શકે? માનસિક શાંતિ તે ચિત્તશુદ્ધિનું કારણ છે? મ.સા. તનાવમુક્તિ માટે ધ્યાન કરવાની ભગવાને વાત કરી છે? માટે તો આજની મોટી મોટી કંપનીઓના એકઝીક્યુટીવ કહે છે, ધ્યાન થાય પછી સ્ટાફની કાર્યશક્તિ વધે છે. તો તેને ધર્મધ્યાન કહેવાય?
સભા કાર્યશક્તિ વધે તેમ ધર્મ કરવાની શક્તિ પણ વધે ને? મ.સા. તો તો પછી માંદા હોય અને દવા લેવાથી પણ સારા/સ્વસ્થ થાય તો તે દવા પણ ધર્મધ્યાનનું સાધન કહેવાય. પૂ.ઉપાધ્યાય મહારાજ સાહેબ ફરમાવે છે કે આત્મશુદ્ધિ વિનાની ચિત્તશુદ્ધિની અમારે મન ફૂટી કોડીની પણ કિંમત નથી. માટે તો ચિત્તશુદ્ધિના બે પ્રકાર - (૧) આત્મશુદ્ધિ કરાવે તેવી ચિત્તશુદ્ધિ અને (૨) આત્મશુદ્ધિ ન કરાવે તેવી ચિત્તશુદ્ધિ. જે આત્મશુદ્ધિ ન કરાવે તેવી ચિત્તશુદ્ધિ પણ અનર્થકારી છે. જે ચિત્તશુદ્ધિમાં આત્મશુદ્ધિ નથી તેવી ચિત્તશુદ્ધિ તો મોહગર્ભિત છે. એવી ચિત્તશુદ્ધિને અમે અનર્થકારી માનીએ છીએ. કામક્રોધ,વિકારો ઘટ્યા પછી મનની શાંતિ વધી, તેવી શુદ્ધિ પણ આત્મશુદ્ધિ વિના હોય તો તે નકામી છે. આ ધર્મ કરીને તમારે તમારા આત્માને પવિત્ર બનાવવાનો છે કે ખાલી મન-વચનકાયાને પવિત્ર બનાવવાનાં છે? ધ્યાન કરી આત્મા શુદ્ધ કરવો છે કે મન? તે હોય તો ધ્યેય કે ઇરાદા વગેરે શું હોય? તનાવથી મુક્ત થવું હોય તો તો એક હળવાશની પળી લો તો પણ મુક્ત થઈ શકાય.
(૯૩)
ના
રોજ
C સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org