________________
પોતાના પર જ ને? પારકા પર પ્રીતી થાય? પુણ્ય-પાપ માને, તેમાં ડગલે ને પગલે કર્મના વિપાક દેખાય, પછી તેને સંસાર બિહામણો જ લાગે. મહાલવા જેવો બગીચો લાગે? તમારું ચિંતનમનન ધર્મના પાયા પર હોવું જોઇએ. તે નથી હોતું. ઘણું તો સામાજિક/વ્યવહારિક/ભૌતિક દૃષ્ટિથી વિચારતા હો છો, જે વાસ્તવિકતાથી દૂર જ હોય. સારા ધર્માત્માનું મન મોટે ભાગે શુભ વિચારોમાં રહે છે. તેવા માટે સદ્ગતિની શક્યતાઓ કેટલી વધે? ૨૪ કલાક ધર્મધ્યાનથી સદ્ગતિ જોઇએ તેવા જીવોને સ્થિતપ્રજ્ઞ બનવું પડે. છઠ્ઠી કાંતાદૃષ્ટિમાં રહેલા જીવોનું મન હંમેશાં શ્રુતધર્મમાં જ હોય. વે ઓફ થીંકીંગ(વિચારપદ્ધતિ)માં ક્યારેય અધર્મનો પ્રવેશ પણ ન થાય. પ્રવૃત્તિ હોય પણ વિચાર/માનસચિંતન/મનન ધર્મમાં જ હોય. તે બહુ ઊંચી દશા છે. અમે તમારી પાસેથી આટલી બધી આશા રાખતા નથી, પણ તમે ધારો તો અશુભ સંકલ્પ વિકલ્પ ઘટાડી ધર્મધ્યાનની ભૂમિકાનો ગાળો વધારી શકો. ટેવ પાડો તો બને. સારા વિચાર કરે તો સદ્ગતિ બંધાય તેવું નહિ, પણ ધર્મધ્યાન કરે તો સદ્ગતિ બંધાય.
સભા : મરણ પથારીએ પડેલાને શું સંભળાવવાનું?
મ.સા. ઃ સંસારનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, આત્માની પરવશતા, બીજી પણ શુભ સંકલ્પ વિકલ્પ પેદા કરે તેવી બાબતો/વાતો. અમારી દૃષ્ટિએ પહેલાં તો આ આપણું નથી, એકવાર છોડવાનું છે, જતાં પહેલાં એનાથી અળગા થઇ ગયા હોઇશું તો જતી વખતે સંતાપ નહિ રહે, આ બધું તેને કંટાળો ન આવે તે રીતે કહેવાનું. ઊંધું ન માને તે રીતે બોલવાનું. ઘણાને પરલોકની વાતો કરો એટલે એવું થાય કે આ બધા હવે હું પરલોક જાઉં એવું ઇચ્છે છે. તેવાને સીધી ધર્મની પોઝીટીવ વાતો કરવી જોઇએ, તીર્થયાત્રા યાદ કરાવે, વગેરે.
અત્યારે દેરાસર-ઉપાશ્રયે આવનારા વર્ગને થોડી પણ વૈરાગ્યની વાતો કરીએ એટલે કંટાળો ચડે. નેગેટીવ(નકારાત્મક) લાગે. કદાચ એવું પણ કહે કે દૃષ્ટિ દોષગ્રાહી છે. ઘણાને ધર્મની સાચી વાતો પર જ પૂર્વગ્રહ છે. ધર્મ એટલે દુર્ગતિથી આત્માને ધારણ કરી પરમગતિ સુધી પહોંચાડે. દુનિયાને જોતાં ચારે બાજુ અધર્મ અને અધર્મનાં ફળ દેખાય અને તે જોવા છતાં ધર્મ યાદ ન આવે તે કેવું કહેવાય? સંસારમાં ૯૯.૯૯ ટકા દેખાય છે શું? અધર્મ અથવા તો અધર્મનાં ફળ. આખું વિશ્વ આવું જ છે, તો પછી તેને તે રીતે જ જોવાનું ને? એમાં અમે શું કરીએ? જેવું છે તેવું વિચારવાનું હોય. તો વિશ્વમાં અધર્મ અને અધર્મનાં ફળ જ વધારે છે. માટે અસાર જ વધારે છે. માટે ધર્મ અને ધર્મનાં ફળ જ સાર છે. પણ તે કેટલા વિચારે? માટે ચિંતન-મનન કરાતી વાતોમાં તો વૈરાગ્ય ભાવના જ આવશે. ધર્મધ્યાન ભલે ન આવે, પણ તેની ભૂમિકા આવશે તો પણ સદ્ગતિ બંધાશે, માત્ર ધ્યાન જ સદ્ગતિનું કારણ નથી. જેમ આર્તધ્યાન/રૌદ્રધ્યાન અને તેની પૂર્વોત્તર ભૂમિકાઓ દુર્ગતિનું કારણ છે, તેવી રીતે ધર્મધ્યાન/શુક્લધ્યાન અને તેની પૂર્વોત્તર ભૂમિકાઓ સદ્ગતિનું કારણ છે.
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
૯૬
www.jainelibrary.org