________________
સભા મનન એટલે શું? મ.સા. ? મનન એટલે ભાવના. મનનમાંથી ધ્યાન અને પછી બહાર નીકળે એટલે અનુપ્રેક્ષા કરે.
તમે દુર્ગતિના કારણરૂપ અશુભ ધ્યાનમાંથી બહાર નીકળો છો કે બહાર જ નથી નીકળી શકતા? ધ્યાનમાં ક્રૂરતા, ઉશ્કેરાટ, આવેગ, પરપીડા, તેમાં આનંદની વૃત્તિઓ વગેરે ક્રૂર-હિંસક ધિષ્ઠાઇના ભાવો આવે તો તે રૌદ્રધ્યાન છે. ચિંતનનું વારંવાર પુનરાવર્તન થાય તો ભાવનામાં ઊંડા ઊતરો. ત્યારપછી ધ્યાન આવે. સગતિનું એક પણ કારણ ન હોય અને રૌદ્રધ્યાન આવે તો દુર્ગતિ અને તે પણ નરકગતિ જ બંધાય અને તે ગતિ બંધાતી હોય ત્યારે બીજાં કર્મો પણ કેવાં બંધાતાં હોય તે ખબર છે?
સાવચેત હશો તો રૌદ્રધ્યાન કદાચ ટાળી શકશો પણ આર્તધ્યાન ટાળવું તો મુશ્કેલ છે. તેનું મધ્યબિન્દુ ઇષ્ટનો સંયોગ, અનિષ્ટનો વિયોગ. આ પડ્યું હોય અને તે કારણે થતું ચિંતન-મનન તે આર્તધ્યાનની પૂર્વભૂમિકા છે. અનુકૂળ હજારો વસ્તુની ઇચ્છા અને પ્રતિકૂલ હજારો વસ્તુની અનિચ્છા, દા.ત. બધા રોગો ન આવે તો સારું, એટલે આરોગ્યનાં પાસાં પ્રત્યે રાગ થયો. આમ, બધામાં આવી અનુકૂળતા જોઇએ. એમ, જયાં જ્યાં અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છે, તેમાં આર્તધ્યાન જ છે. ચોવીસ કલાક ચિંતન શેનું ચાલે છે? સમ્યગ્દષ્ટિ આત્માને પણ ચોવીસ કલાકમાં ઘણું આર્તધ્યાન થતું હોય. ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકવાળા સાધુ માટે પણ લખ્યું કે આર્તધ્યાનના સંકલ્પવિકલ્પ કાઢવા કઠિન છે. તેનાથી તિર્યંચગતિ બંધાય. પરંતુ અત્યારે તો વ્યાપક પ્રમાણમાં આ ધ્યાનનાં કારણો તૈયાર છે. આ આર્તધ્યાનની ભૂમિકા ટાળી શુભધ્યાનની ભૂમિકા લાવવી તે પણ જીવનમાં એક આરાધના છે.
વ્યાખ્યાન : ૧૧
તા. ૧૩-૬-૯૬, ગુરૂવાર,
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રનો આ ભયાનક અને રૌદ્ર સંસારમાંથી ઉદ્ધાર કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આ જગતમાં જે વ્યક્તિ આ સંસારના સ્વરૂપનું અવલોકન/વિચાર કરે, એને સંસારનું બિહામણું-ભયાનક દેશ્ય ઉપસ્યા વિના રહે નહિ. આપણી પાસે વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરવાની દૃષ્ટિ નથી, માટે આ સંસાર રળિયામણો લાગે છે. ચારે બાજુ આધિવ્યાધિ/ઉપાધિ પડ્યાં છે. એક એક જીવની તકલીફો વગેરેનો વિચાર કરો તો થાય કે, આ સંસારની ભયાનકતા/રૌદ્રતાનો કોઇ પાર નથી. રાત્રે બાર વાગે સ્મશાનમાં ચારે બાજુ મડદાંઓ બળતાં હોય, પશુ-પક્ષી ભટકતાં હોય, કૂતરાંઓ ભેંકાર અવાજે રડતાં હોય તો એક મિનિટ પણ ત્યાં રહી શકો? આપણે ત્યાં સંસારને સ્મશાનની ઉપમા પણ આપી છે, જે વાસ્તવિકતા સાથે બરાબર બંધબેસતી થાય છે. જગતમાં દરેક ક્ષણે કેટલાય જન્મે છે, કેટલાય કરે છે. એટલે કે જન્મ/મૃત્યુ/રોગ/આધિવ્યાધિ/ઉપાધિ કે માનસિક સંતાપથી અંદરમાં પીડાય છે. એટલે સુખી કોણ? સુખી ક્યાં? તે શોધ્યો જડે (સદ્ગતિ તમારા હાથમાં !) મા કોઈ ટી. ડી . (૮૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org