________________
સભા ઃ ચ૨માવર્ત એટલે?
મ.સા. ચ૨માવર્ત એ આખો વિષય જુદો છે. અત્યારે તો આટલું જ કહીએ કે ચ૨માવર્તનું મુખ્ય લક્ષણ ગુણનો અદ્વેષ. સંસારનો સાચો વૈરાગી, કદાગ્રહ રહિત જીવ તે અપુનર્બંધક. મુક્તિની સાચી જિજ્ઞાસા તે ચરમયથાપ્રવૃત્તિકરણ. મોક્ષને આંશિકપણે ઓળખે એટલે યોગાવંચકપણું, મુક્તિનો સાચો રાગ પ્રગટે એટલે બોધિબીજ; આમ બધાં પગથિયાં નક્કી છે. શાસ્ત્રમાં બેરોમીટર આપેલાં છે. તે દ્વારા પોતાની ભૂમિકાનું મૂલ્યાંકન કરવું જોઇએ.
ગુણસ્થાનક પામેલાને જ ઊંચા દેવલોક પણ મળે છે. પુણ્યપ્રકૃતિમાં તીવ્ર શુભ ૨સ ગુણસ્થાનક પામેલો જ પાડી શકે. પાપપ્રકૃતિમાં તીવ્ર ઊંચો રસ ગુણસ્થાનક નહીં પામેલો પાડે. પાપપ્રકૃતિમાં મંદ રસ ગુણસ્થાનક પામેલો પાડે. છેલ્લો ફાયદો એ કે આત્માનો ખરો આનંદ/સુખ/તૃપ્તિનો અનુભવ ગુણસ્થાનક પામેલ જીવ જ કરી શકે. ઊંચાને ઊંચા બધા લાભો સતિના આ કારણ સાથે સંકળાયેલા છે. આ પામવું અઘરું છે, પણ ઊંચામાં ઊંચું કારણ તો આ જ છે. સહેલામાં સહેલું કારણ દ્રવ્યવિરતિ.
સભા ઃ સમાધાન શું આવે?
મ.સા. : ભલે દ્રવ્યથી વિરતિ સ્વીકારો, પણ પહેલું ગુણસ્થાનક તો પામી જ જાઓ, જેથી સદ્ગતિ અને મોક્ષ બેયની ગેરંટી થઇ જાય.
સભા : આ શક્યતા આ કાળમાં છે?
મ.સા. છે જ. પ્રયત્ન કરો. તમને જે શાસન અને મનુષ્ય ભવ મળ્યાં છે, તે શાસનમાં પહેલું ગુણસ્થાનક પામવું હોય તો અશક્ય છે જ નહિ. પણ આમ લાંબા થઇ બેસી રહે ન ચાલે.
સભા : આટલું તો કરીએ છીએ. હવે શું કરીએ?
મ.સા. : આ જ ઊંધો અભિપ્રાય છે. તમારાં સમય/શક્તિનો સંસારમાં કેટલો ઉપયોગ કરો છો? અને ધર્મક્ષેત્રમાં કેટલો ઉપયોગ કરો છો? તમને મળેલ મન-વચન-કાયાની શક્તિ,ભૌતિક અનુકૂળતાઓ, સમય, બધાનો ઉપયોગ ધર્મમાં વધારે થાય છે એવું તમે કહી શકો? હા, ગૃહસ્થ મટીને સાધુ ન બનો ત્યાં સુધી પૂરેપૂરી શક્તિ ધર્મઆરાધનામાં વપરાય જ નહિ, પરંતુ વધારે ક્યાં? સંસારમાં કે ધર્મમાં? બાકી તો ધર્મક્ષેત્રમાં ધોરણ જ એટલાં નાનાં હોય છે. તમે માનો છો કે કલાક-બે કલાક ધર્મ કરી લીધો એટલે થઇ ગયું. પછી કેટલું કરવાનું હોય? ધર્મને કયું ધોરણ આપો છો? ઊંચામાં ઊંચું ધર્મનું ધોરણ હોય તો થાય કે ધર્મને જેટલું મહત્ત્વ અપાય તેટલું ઓછું છે. તમને કોઇ કહે તમારા માટે જરૂરી સંપત્તિ કાઢી બાકીની બીજાને આપો, તો ઓછામાં ઓછું અડધું તો તમારા માટે રાખો જ ને? તો આ પણ આંતરિક મૂડી જ છે ને? ધર્મમાં કાંઇ કરશો તે જ તમારા માટે છે, બીજું બધું તો પારકા માટે છે. હું ધર્મ માટે બાર કલાક કાઢો એમ કહું તો મોં પહોળાં
સદ્ગતિ તમારા હાથમાં !
૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org