________________
મરજી હોય તેટલો લાંબો સમય રહેવાય. તેમાં કોઇ મર્યાદા નથી. અનંતા પુદ્ગલ પરાવર્ત પણ દુર્ગતિમાં પસાર કરી શકાય છે. જયારે સદ્ગતિમાં એક સીમા બાંધી છે. દરિયાના તળિયે ડૂબીને પડ્યા રહેવું હોય તો કાયમ માટે પડી રહી શકાય ને? તરવામાં મહેનત છે પણ ડૂબવામાં શું મહેનત? ઉપમા બરાબર છે. સંસાર અને સાગરના ગુણધર્મ સમાન છે, માટે આ ઉપમા આપી છે. દરિયાનો સ્વભાવ જ એવો કે જે એના સપાટામાં આવે એને હડપ કરી તળિયે મૂકી આવે. સંસારનો પણ સ્વભાવ કે દુર્ગતિરૂપ તળિયે મૂકી આવે. માટે સદ્ગતિમાં આવવું હોય, આવીને રહેવું હોય, તો પણ સતત મહેનત કરવી પડે. તળિયેથી સપાટી પર આવવા અને સપાટી પર સતત રહેવા પણ સતત મહેનત કરવી પડે. અત્યારે તમે સપાટી પર આવી ગયા છો. ગૂંગળાઈને મરી જાઓ તેવી સ્થિતિ તમારી નથી.
સભા પેલામાં તો સ્ટીમરમાં ટિકિટ લઈ બેસી જાય તો પણ કામ પતી જાય ને? મ.સા. સ્ટીમરનો ચાર્જ તો ચૂકવવો પડે ને? તો અહીં પણ ધર્મરૂપી સ્ટીમર છે જ. અકામનિર્જરા વગેરે હાથ-પગ હલાવવા જેવું છે. ધર્મ સ્ટીમર જેવો છે. તમને સરળતાથી દુર્ગતિમાં લઈ જવા તે જ સંસારનું કામ છે.
દુર્ગતિમાં સરકવા માટે બધાં બારણાં ખુલ્લાં છે. પરંતુ જે પુણ્ય બાંધી સદ્ગતિ મેળવી છે, તે પુણ્યમાં સાવધાની ન રહે તો તે જ પુણ્ય તમને દુર્ગતિમાં ગબડાવી દે. પુણ્ય જેટલું ટેસ્ટથી ભોગવો તેટલું જ પાપ બંધાય. તે પાપમાં તાકાત છે કે તે તમને દુર્ગતિમાં લઇ જાય. પાછું દુર્ગતિમાં દુર્ગતિના બંધનાં કારણો ભરપૂર પ્રમાણમાં હાજર છે. એટલે દુર્ગતિ દુર્ગતિનું જ કારણ બને છે. એક માણસ ગરીબાઈમાં જન્મે એટલે ભણવા-ગણવા, ધંધા-ધાપાની તકો નહીં મળે. માટે બુદ્ધિ હશે તો પણ જતી રહેશે. માટે જ વ્યવહારમાં કહેવાય છે કે ગરીબાઈ ગરીબાઈને લાવે. કેમકે પરિસ્થિતિ જ એવી સર્જાય કે તે બિચારો કાયમ ગરીબ જ રહે. પૈસા પૈસાને ખેંચે. શ્રીમંતને જીવનમાં આગળ આવવાની તકો વધારે ને? એટલે ગરીબ ગરીબ જ રહે અને શ્રીમંત શ્રીમંત જ રહે તેવું સામાજિક માળખું છે ને? તેમ દુર્ગતિ દુર્ગતિને લાવશે. એમ વિષચક્ર ચાલ્યા કરશે. વળી અહીં તો ઊંધું છે. સદ્ગતિમાં પણ કાળજીપૂર્વક ન રહ્યા તો દુર્ગતિને લાવી શકે. સંસારનું આવું સ્વરૂપ હોવાથી દુર્ગતિથી ખૂબ ગભરાવું જોઈએ. પણ તમે ગભરાતા હોય, ચિંતા કરતા હોય તેવું લાગતું નથી. તમને ગભરાવવા આ વાત નથી કરતા, પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરીએ છીએ.
ભગવાન મહાવીર મરીચિના ભવથી મહાવીરના ભવમાં ગયા, ત્યાં સુધી એક કોટાકોટી સાગરોપમનો કાળ થયો. તેમાંય નવ્વાણું ટકા ભવદુર્ગતિના. સામાન્ય નિયમ એવો છે કે સમકિત પામેલા જીવો પૂર્વનાં ગાઢ કર્મો ન હોય તો સડસડાટ મુક્તિમાં પહોંચી જાય. આ ચોવીસીના સત્તર તીર્થકરો તો ત્રણ જ ભવમાં મોક્ષમાં પહોંચી ગયા. બીજાના પણ ક્રમસર ચડિયાતા ભવો થયા. શાંતિનાથ ભગવાનના સોળ ભવ થયા. નેમનાથ ભગવાનના નવ ભવ થયા. તે પણ સતત ઊંચા ભવ. ભગવાન વીર ચાર વાર ( સદ્ગતિ તમારા હાથમાં !) ક કા ૮૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org