________________
શાસ્ત્રમાં સંસારને જે સાગરની ઉપમા આપી છે તે બરાબર બંધબેસતી છે. સમુદ્ર અગાધ જલથી ભરેલો છે. ચારે બાજુ પાણી પથરાયેલ છે પણ દરિયાના પાણીનો કોઈ ઉપયોગ નહિ. એમ આખો સંસાર અગાધ ખારા પાણીના જલ જેવો છે. જયાંથી ચાખો મોં ખારું જ થવાનું. ગમે તેટલો તરસ્યો સમુદ્રનું પાણી પીવે તો તરસ તો છીપાય નહીં, પણ પાછું થાય કે ન પીધું હોત તો સારું. સ્ટીમરમાં કોઇવાર પાણી ખૂટી જાય તો મુસાફરો ચારે બાજુ પાણીમાં હોવા છતાં પણ પાણી માટે વલખા મારતા જીવે છે. ચારે બાજુ પાણી, પણ તૃપ્તિ/શાંતિનો અનુભવ કરાવી શકે નહીં. તેવી જ રીતે સંસારમાં સુખ તૃપ્તિનો સ્વાદ કરાવવાની તાકાત નથી. તમને આખો સંસાર ખારા પાણીના સમુદ્ર જેવો ન લાગે અને વચ્ચે મીઠું પાણી લાગે તો તે તમારું મિથ્યાત્વ/ભ્રમ છે.
સભા સમુદ્રમાં પણ મીઠા પાણીના ઝરા હોય છે ને? મ.સા. : સમુદ્રમાં પણ મીઠા પાણીના ઝરા હોય છે પણ તે કોને માટે? જે બરાબર ઝરાના પાણી પાસે જઈ બેસે તેને મીઠું પાણી મળે. વળી મીઠા પાણીના પણ ઝરા જ હોય છે, પણ નદીઓની નદીઓ હોતી નથી. એ તો સંસારમાં પણ મોક્ષમાર્ગ છે જ. ચૌદ ગુણસ્થાનકો/દેરાસરો/ઉપાશ્રયો છે, તે બધા મીઠા પાણીના ઝરા જેવા જ છે. શાસ્ત્રમાં શ્રાવકને શૃંગી મચ્છની ઉપમા આપી છે. દરિયામાં માછલાં ઘણાં છે અને તે બધાં મોટે ભાગે ખારાં પાણી પીને જ જીવે છે. એટલે દરિયામાં ખારું પાણી ફાવે તેવાં માછલાં જ વધારે છે. જ્યારે શૃંગી મચ્છ તો વિશિષ્ટ જાતિનાં માછલાં છે. તે જન્મે ખારા પાણીમાં, જીવે ખારા પાણીમાં, છતાં મીઠું પાણી પીવે. એટલે તે જે ક્ષેત્રમાંથી મીઠા પાણીના ઝરા નીકળતા હોય, ત્યાં પહોંચી પાણીની તરસ લાગે ત્યારે તે જ પાણી પીવે. આ ઉપમા શ્રાવકસાધુ માટે. શ્રાવક સંસારરૂપી ખારા પાણીમાં જન્મે, જીવે, પ્રવૃત્તિ કરે; છતાં પણ જીવનમાં મીઠા પાણીરૂપ ધર્મસુખનો આસ્વાદ લે. કેમકે ખારા પાણીની ખારાશ માણવા જેવી નથી. રહે સંસારમાં પણ ખારાશને માણતો નથી પણ ધર્મની મીઠાશને જ માણે છે. તેના માટે માણવા લાયક કોઇ વસ્તુ હોય તો તે ધર્મ. તેનો અનુભવ કરી તૃપ્ત થઈને જ ફરતો હોય. બાકી તો સંસારમાં જે પણ કરીશું, કડવો જ અનુભવ થવાનો છે.
- હવે સદ્ગતિ/દુર્ગતિની અપેક્ષાએ વિચારો તો દરિયાના પાણીમાં કોઇને સતત સપાટી પર રહેવું હોય તો તર્યા જ કરવું પડે અને તે માટે ચોવીસ કલાક હાથ-પગ હલાવવા પડે. તમે ગમે તેવા તરવૈયા હો અને કોઈ દરિયામાં ફેંકી દે તો તરવા શું કરવું પડે? હાથ-પગ હલાવવા પડે. ગમે તેવા તરવૈયાને પણ તરવા મહેનત કરવી જ પડે. ડૂબી ગૂંગળાઈ મરી ન જવાય માટે સતત હાથ-પગ હલાવી પાણી કાપ્યા કરો તો જ જીવી શકો. જીવન ભલે કઠિનાઈવાળું હોય પણ જીવન તમે જીવી શકો, મરી ન જાઓ, અને આ આફતમાંથી બહાર નીકળવું હોય તો તો તરતાં તરતાં કાંઠે જવું જ પડે. કેમકે દરિયામાં છો ત્યાં સુધી ડૂબવાનો ભય છે. તરીને કાંઠે પહોંચો પછી ડૂબવાનો ભય નથી. તેમ સંસારસાગરને તરીને પાર પામી જાય, અર્થાત્ મોક્ષ/મુક્તિએ પહોંચે, તેને સંપૂર્ણ સલામતી. એને ગૂંગળાઇને ડૂબવાનો કે મરવાનો ભય નથી. જે મોક્ષ સુધી નથી જઈ સદ્ગતિ તમારા હાથમાં !) કાટા ક ા ા ૭૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org