________________
સાહેબ! અમે બાળકોને ઘડતર આપવા પ્રયત્ન કરીએ છીએ. મેં કહ્યું પણ તમે એવું : ભણાવો છો કે પેલાના ગુણો મૂળમાંથી જ ખલાસ થઈ જાય છે. અત્યારે તમે હવે ગ્રેજયુઅલ ઇવોલ્યુશન(ક્રમિક વિકાસ)ની થીયરી લઈ આવ્યા. દુનિયાનો કોઈ ધર્મ નથી જેમાં આ પ્રમાણે આવતું હોય. તમારું શિક્ષણ જ ગ્રેજયુઅલ ઇવોલ્યુશનની થીયરીની વાત કરે છે. માટે ધર્મથી/સંસ્કારોથી બાળકોને વિમુખ કરવા આવી વાતો કરે છે. વળી આ થીયરી તો હજી સાબિત પણ નથી થઇ. સારા વૈજ્ઞાનિકો તો કહે છે કે આ થીયરી સંપૂર્ણ રીતે અવૈજ્ઞાનિક થીયરી છે. છતાં પણ છોકરાંઓને એ જ ભણાવવામાં આવે છે. માત્ર ક્રિશ્ચીયાનીટીને એની સાથે મેળ ખાય છે. આપણા ધર્મ પ્રમાણે ગ્રેજ્યુઅલ ડીક્લાઈન છે. આ અવસર્પિણી કાળમાં બુદ્ધિ/પુણ્યશક્તિ/વિકાસ બધુ ઘટે છે ને? વિજ્ઞાન શું બતાવે છે? ગ્રેજયુઅલ ઇવોલ્યુશન દ્વારા સ્વર્ગ/નાક/પુણ્ય/પા૫/પરલોક, આત્મા બધાને મૂળમાંથી હાસ્યાસ્પદ બનાવવામાં આવે છે. આ એટલું કાતિલ ઝેર છે કે તમને કલ્પનામાં પણ ન આવે.
સભાઃ ઉત્સર્પિણી કાળમાં ગ્રેજ્યુઅલ ઇવોલ્યુશન કહી શકાય? મ.સા. પણ તે વિજ્ઞાન જેવું નહિ. બાકી તો એક વૈજ્ઞાનિકે કહેલું કે આ થીયરી કેમ ભણાવાય છે, તે જ અમને ખબર નથી પડતી. વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ રાજકારણ કેટલું છે, તેનો આ પુરાવો છે.
સભા એટલે આ ભણાવવાનું જ નહીં? મ.સા. હા, તો એની હાલત સારી થશે અને ભણાવો તો ખોટું ભણ્યા પછી પણ એનું બ્રેઈનવોશ કરજો. કહેજો ભણાવવા ખાતર તને ભણાવ્યો છે, પણ આમાં સત્ય કશું જ નથી. તું આ સ્વીકારીશ નહીં. આ વસ્તુ ખોટી છે. આટલું મગજમાં નાંખ્યું હશે તો મોટો થયા પછી ધર્મથી વિમુખ થવાનું મોટું પરિબળ તૂટી જશે. એક શ્રાવક વાત કરતા હતા કે મારો છોકરો ૧૬ વર્ષનો થયો ત્યાં સુધી મહિનામાં ચાર પૌષધ કરતો, આખો દિવસ સાધુ ભગવંતો પાસે જ રહેતો. ઘરે બોલાવવા મહેનત કરવી પડે, પણ હવે તે દેરાસર જવાની પણ ના પાડે છે. મેં કહ્યું તમે એને ડોક્ટર બનાવ્યો એટલે હવે એ આત્માને જ નથી માનતો, પછી દેરાસર શું કામ જાય? સમકિત લાવવા માટે સારાને જ સારું માનતાં શીખવું પડશે, જેને હેય-ઉપાદેયનો વિવેક નથી તેનો સમકિત સાથે મેળ જ નહિ પડે. એક પણ વખોડવા લાયક ચીજ સારી ન લાગવી જોઇએ.
વ્યાખ્યાન : ૧૦
તા. ૧૨-૬-૯૬, બુધવાર,
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આ અગાધ સંસારથી તારવા માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ૭૭) કાકી કાકી " ક ( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org