________________
સભા મૃત્યુ યાદ કરીને તો ચાલુ જીવન બગડી જાય ને? મ.સા. ના, સુધરી જશે. મૃત્યુ રોજ યાદ આવતું નથી એટલે જ વાંકા થઈ ફરો છો. કર્મસત્તા ફૂટબોલના દડાની જેમ ગમે તે ગતિમાં ફંગોળી શકે તેમ છે અને ત્યાં જેમ કર્મ રાખે તેમ રહેવું પડશે. અહીંથી કીડીના ભવમાં ગયા પછી આ બધું ગુમાન રહેશે? બાવડાં ચડાવશો? ત્યાં બાવડાં જ નહીં હોય પછી શું ચઢાવશે? આ ભવ પાણીની જેમ વહી જશે. મૃત્યુ કોઈનું રોક્યું રોકાવવાનું નથી. પરલોક નિશ્ચિત છે. હમણાં આંખ મીંચામણાં કર્યાં હશે પણ પછી કાંઈ નહિ ચાલે. અત્યારે સાવધાન થવા પૂરેપૂરો સ્કોપ છે. માટે સંગતિના એક કારણ સાથે હવે જીવન શરૂ થવું જોઈએ. છમાંથી એક કારણ પણ જીવનમાં ન દેખાય તો રાત્રે ઊંઘ ન આવવી જોઇએ. પરલોક નજર સામે દેખાતો હોય તેને થાય કે આંખ મીંચાયા પછી મારું શું થશે? જેને જીવનમાં સતત પરલોકની દષ્ટિ/ચિંતા હોય તે જ આસ્તિકતાનું લક્ષણ છે. વિચાર આવે કે આલોક તો ઘણો નાનો છે, પરલોક ઘણો મોટો છે. પરલોકની ચિંતાતૈિયારી નહિ કરી હોય તો આવી બનશે. માટે સદ્ગતિનો વિચાર તો આવવો જ જોઈએ. માટે છમાંથી કયું કારણ પકડવું તે નક્કી કરી લો.
સભા ઃ કુલ જીવોના અનંતમા ભાગના જીવો જ જો સદ્ગતિમાં જતા હોય તો અમારો નંબર શી રીતે (કેવી રીતે) લાગે? મ.સા. તમારો નંબર લાગ્યો એટલે તો અહીં મનુષ્ય ભવમાં આવ્યા છો. વળી અહીં આ ભવમાં ધારો તો સગતિમાં જવું ઘણું સહેલું છે. એક માણસ પાસે કરોડો રૂપિયા હોય તો બીજા નવા કરોડ કમાવા કેટલું સહેલું થઈ જાય? પણ જેની પાસે પાઈ પણ ન હોય તેને લાખ રૂપિયા પણ કમાવા હોય તો? સદ્ગતિમાં બેઠેલાને સદ્ગતિબાંધવી સહેલી છે. પશુ કરતાં તો મનુષ્યમાંથી સગતિમાં વધારે જાય. ત્યાં પશુયોનિમાં સગતિની કેટલી તકો અને તમારી પાસે સદ્ગતિની તકો કેટલી? સદ્ગતિ એમ સુલભ નથી, પણ જાગૃત થઈ મહેનત કરો તો સુલભ છે. સંસારમાં તમે સંકલ્પ કરો કે કોઈ પણ રીતે થાળે પડવું છે, તો પછી મહેનતની સામે જુઓ છો ખરા? અહીં શહેરમાં આવ્યા ત્યારે ગામડામાંથી શું લાવેલા? છતાં સંકલ્પ હતો તો સેટ થયા ને? અહીં પચાસસો વર્ષનું જ સેટલમેન્ટ, સદ્ગતિમાં લાંબુ સેટલમેન્ટ છે અને મોક્ષમાં કાયમ માટેનું સેટલમેન્ટ.
ગુણસ્થાનક આત્મકલ્યાણ અને સદ્ગતિ બંને સાથે અપાવે છે. એમાં આવનારા જીવોનું ઓછામાં ઓછું ધોરણ સંસારથી સાચા અર્થમાં વૈરાગ્ય અને મધ્યસ્થતા છે. જો કે તેમાં પાછાં લેવલ્સ હોય. સમકિત જેટલું લેવલ હોય તો ચોથું ગુણસ્થાનક, ભાવશ્રાવક હોય તો પાંચમું ગુણસ્થાનક, ભાવસાધુ હોય તો છઠું ગુણસ્થાનક. તે જાણવાની ફૂટપટ્ટીઓ શાસ્ત્રમાં આપી છે. વળી આ માપદંડ-મીનીમમ/મેક્સીમમ(જધન્ય ઉત્કૃષ્ટ) બંને આપ્યા છે. સમ્યગ્દષ્ટિની ખામી દોષ હોય તો વધારેમાં વધારે કેટલી હોય? (૭૫) શિરીરમાં સારી
સદ્ગતિ તમારા હાથમાં!)
. રાજકોટ :..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org