________________
રૌદ્રધ્યાન/દેખાવમાં તીવ્ર કષાય/સુખશીલતા/પાપપ્રવૃત્તિની તીવ્રતા/હિંસાદિ બધું હોય, પણ તેટલા માત્રથી સમકિત ચાલી નથી જતું. તેવી રીતે જઘન્ય દોષ કેટલા? ખાલી અવિરતિનો ભાવ હોય, એટલે પાપનો વિરામ નથી. તે સિવાય એક પણ અશુભ ભાવ/દોષ ન મળે. તેવી રીતે સામે ગુણ મૂકે. જઘન્યથી હેય-ઉપાદેયનો સંપૂર્ણ વિવેક હોય. તેમાં એક ટકો પણ ખામી હોય તો સમકિત ન રહે.
સભા સંપૂર્ણ વિવેક એટલે? મ.સા. જે છોડવા જેવું તે છોડવા જેવું લાગે, આચરવા જેવું તે આચરવા જેવું લાગે, નિંદા કરવા જેવું હોય તો નિંદા કરવા લાયક લાગે, વખાણવા જેવું હોય તે વખાણવા લાયક લાગે. તેમાં સહેજ પણ ફેર આવ્યો તો તેનું સમકિત ન રહે. કર્તવ્ય/અકર્તવ્યનો વિવેક જોઇએ. એક પણ નિંદા કરવા લાયક વસ્તુ વખાણવા લાયક લાગે કે વખાણવા લાયક વસ્તુ વખોડવા લાયક લાગે તો પણ મિથ્યાત્વ જ ગણાય.
સભા દૃષ્ટાંત તરીકે? મ.સા. તમે લગ્ન વગેરે પ્રસંગોમાં હરો ફરો પણ જે ખરાબ કે નિંદા કરવા લાયક હોય તે સારું ન લાગવું જોઇએ અને પ્રશંસા કરવા લાયક હોય તે પ્રશંસા કરવા લાયક જ લાગવું જોઈએ. આ વિવેક. દા.ત. ટી.વી. વિના ચાલતું હશે? આવું તો કેટલુંય મગજમાં બેઠું હોય. તમારે દિકરો એજીનીયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ લઈ આવતો હોય તો તમે વધાવો જ ને? તે વખતે બીજો ભાવ હોય? આ વિવેક નથી.
સભા ભણીને આવે એટલે ખુશી તો મનાવીએ ને? મ.સા. તો તો પછી સિનેમા જોઇ આવે અને એક્ટર-એડ્રેસની માહિતી લઈ આવે તો પણ વખાણો ને? ગમે તે જ્ઞાન લઈને આવે એટલે શું વખાણવાનું જ? ગૃહસ્થના કર્તવ્યની પ્રવૃત્તિઓ સારી જ હોય, તેનાથી વિરુદ્ધની પ્રવૃત્તિ જીવનમાં હોય તો તે વખાણવા જેવી લાગે? અને આત્માનું ભયંકર અહિત કરે તેવું શિક્ષણ લઈ આવે તો વખાણવાનું હોય? બાકી તો કહો કે ભાઈ! મારું કમનસીબ કે તને ભણવા મોકલવો પડે છે અને તારો પાપોદય કે ભણવા જવું પડે છે.
સભા નાસીપાસ ન થઈ જાય? મ.સા. નાસીપાસ શું કામ થશે? એટલું યાદ રાખજો, તમારો દીકરો આવું બધું ભણીને આવશે પછી તમને બાપ નહીં બુડથલ માનશે. ત્યાં ભણાવે છે કે આપણા પૂર્વજો વાંદરામાંથી તૈયાર થયેલા છે. માટે નાનાં બાળકો પહેલાં ઘણાં સારાં હોય પણ ભણ્યા પછી તમને કાંઈ પૂછશે ખરાં? બાકી આર્ય પરંપરામાં તો શીખવાડાતું કે આપણા વડીલો જ્ઞાનવૃદ્ધ છે. અત્યારે તો તમારા બાળકોની સાયકોલોજી(માનસ) કેવી તૈયાર કરે છે તે તમને ખબર નથી. એક કોલેજના જૈન પ્રીન્સીપાલ મારી પાસે આવેલા. મને કહ્યું ( સદ્ગતિ તમારા હાથમાં !). ટીમ જhક ની ૭૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org