________________
શકતો અથવા જવાની તૈયારી નથી, તેવાને સંસારનાં દુ:ખોમાં, ભયંકર ગૂંગળામણમાં મરી ન જવું હોય, તો સતત સદ્ગતિનાં કારણોનું સેવન કરવું પડે. અહીં સપાટી એટલે સદ્ગતિ, દરિયાનું તળિયું તે દુર્ગતિ અને કાંઠે પહોંચવું તે મોક્ષ. ઘણા કહે છે ધર્મ કરીને એટલું ઇચ્છીએ છીએ કે મળ્યું છે તે કાયમ ટકી રહે. એટલી ઇચ્છાથી પણ ધર્મ કરનારો વર્ગ છે, પણ કાયમ આ લેવલ પર કોઈ રહી શકે નહીં. હોશિયાર તરવૈયો પણ સપાટી પર ક્યાં સુધી તરી શકશે? મોટા મોટા સાગરો તરનારા તરવૈયા છે. અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે વધારેમાં વધારે એકવીસ દિવસ તર્યાનો રેકોર્ડ નોંધાયો છે. એકવીસ દિવસ પછી શું હાલત થઈ હોય? એટલે સપાટી પર તરવાની તો મર્યાદા જ છે. અમુક સમયમાં કાંઠે પહોંચ્યા તો પહોંચી ગયા, બાકી તો વિકલ્પ ડૂબી જ મરવાનો છે. તેમ પાંચ-પચીસ ભવ સદ્ગતિ મળે, પછી કાં તો મુક્તિએ પહોંચો અથવા દુર્ગતિનો અખાડો. ગમે તેવા ધર્માત્મા, ઇવન તીર્થંકરનો આત્મા હોય તો પણ આ જ નિયમ. સદ્ગતિના ભાવ વધારે નથી. પંચેન્દ્રિયપણું વધારેમાં વધારે હજાર સાગરોપમ, ત્રસપણામાં બે હજાર સાગરોપમ રહી શકાય. તેનાથી વધારે ત્રસપણું પણ ન રહી શકે. ત્રપણામાં તો બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ આવે. એટલે બે હજાર સાગરોપમ પછી તો સ્થાવરમાં જવું જ પડે. પ્રભુ વીરનો આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યો. મરીચિના ભવમાં સમકિત ગુમાવ્યું. મરીને પાંચમા દેવલોકમાં ગયા. કેમકે સદ્ગતિનાં કારણો ઘણાં હતાં. ત્યાંથી મનુષ્ય દેવલોક/મનુષ્ય એમ કેટલાક ભવ ચાલ્યું. ફરી ફરી ત્રિદંડી થાય અને ત્રિદંડીના ભવમાં અકામનિર્જરા ચાલુ થઇ જાય અને દેવલોક મળે. આવી રીતે થોડા ભવ રહ્યા. ભગવાન વીરના ૨૭ ભવ તો મોટા કહીએ છીએ પણ અસંખ્ય ભવ થયા છે. ર૭ ભવ ગણીએ તો તો બસો/પાંચસો સાગરોપમનો ગાળો જ થાય. પણ પ્રભુએ સમકિત પામ્યા પછી આખો ચોથો આરો પસાર કર્યો. અબજોના અબજ સાગરોપમ થાય. એનો અર્થ કે તીર્થંકરનો આત્મા પણ લાંબા સમય સુધી સગતિમાં ન રહી શકે.
સભા પેલામાં તો તરવૈયાની શારીરિક શક્તિ ખલાસ થાય છે. અહીં શું? મ.સા. સંસારનું સ્વરૂપ જ એવું છે કે તમે સદ્ગતિમાં વધારે રહી જ ન શકો. કેમકે પુણ્યથી સદ્ગતિ મળે, ત્યાં સારા ભોગવિલાસ મળે, પુણ્ય ભોગવે એટલે પાપ બંધાય. એટલે પાપથી પાછા દુર્ગતિમાં જવાનું.
સભા સદ્ગતિની સાયકલ નથી ચાલતી? મ.સા. ? સાયકલ ચલાવવી હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બાંધવું પડે અને એ પુણ્ય તો તમને કાંઠે જ મૂકી આવશે. સમકિત પામ્યા પછી જો સમકિત જાળવી રાખે તો ગણતરીના ભવમાં, અને ગમે તેટલાં પાપ કરે તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો મોક્ષની ગેરંટી. આમ તો તે કાળ પણ ઘણો મોટો છે, પણ ભૂતકાળમાં આપણે ભટક્યા તેના કરતાં તે કાળ ઘણો ઓછો છે. દુર્ગતિમાં લાંબો સમય ટકી શકાય છે. લાંબો સમય એટલે તમારી (૭૯) કોને કરી તેમાં મી સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org