________________
આવે તો પણ રાગ નથી કરવાનો. ભૌતિક અનુકૂળતા પર રાગ આવ્યો કે ભૌતિક પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ આવ્યો એટલે આર્તધ્યાન આવ્યું. ભગવાનનું શાસન કહે છે કે તપ ત્યાગ/સંયમ બધું જ કરો પણ ભાવ ન બદલો તો કાંઈ કામ ન થાય.
સભા શું વિચારવાનું? મ.સા. વિચારે કે દુર્ગતિમાં કેટલું વેઠતા હતા અને સંસાર છોડ્યો છે તે આલીશાન મહેલોમાં રહેવા છોડ્યો છે? વળી આ કષ્ટ તો સંયમ જીવનના ગુણો ખીલવવામાં કારણરૂપ છે, આર્તધ્યાન ન આવવું જોઇએ. ભલે કષ્ટ વેઠતાં ગાળો ન આપે, પણ અનુકૂળતા જોઈએ છે અને પ્રતિકૂળતા નથી જોઈતી, તેવા ભાવમાત્રથી કષ્ટ વેઠે તો અકામનિર્જરા જ થાય. ધર્મે તો મનોભાવને તોળી તોળી ફળ બતાવ્યું છે.
ગૃહસ્થ જીવનમાં છ એ છ દુર્ગતિ અથવા છ એ છ સદ્ગતિનાં કારણો હોઈ શકે છે, પણ મારે તો કહેવું છે કે દુનિયામાં કોઇને પણ સદ્ગતિ પામવી હોય તો આ છે કારણોથી જ પામે. વળી દુર્ગતિમાં જનારાના જીવનમાં પણ આ છ કારણો જ હોઈ શકે. વર્તમાનમાં નવ્વાણું ટકા જીવો દુર્ગતિમાં જવાના. માનવભવ પામેલાનો પણ અંદાજ માંડો તો નવ્વાણું ટકા દુર્ગતિમાં જવાના છે. તેમના જીવનમાં છએ છ દુર્ગતિનાં કારણો અકબંધ પડ્યાં છે. સુખશીલતા તીવ્રકષાય/અશુભલેશ્યા/ગુણસ્થાનક રહિતપણું, અશુભધ્યાન/અવિરતિ; બધાંય કારણ હોઈ શકે. કેટલાકના જીવનમાં તો કેવળ દુર્ગતિનાં જ કારણો ગોઠવાયેલાં હોય. ધર્મક્ષેત્રમાં પણ આવા જીવો મળે. વળી હલકી યોનિમાં તો લગભગ જીવોની સ્થિતિ જ એવી છે કે છએ છ દુર્ગતિનાં કારણો હાજર હોય. હવે આ જીવ ક્યાંથી ઉપર ચઢે? દુર્ગતિ તો ભીના કાદવ જેવી છે. તેમાં એક વાર પગ લપસ્યો/ખૂંપાયો પછી બહાર આવવાની જેમ જેમ મહેનત કરે તેમ તેમ અંદર ખૂપે. દા.ત. એક જીવ કૂતરાના ભવમાં ગયો. પછી તો તેના જીવનમાં ચારે બાજુથી દુર્ગતિનાં કારણો બેઠાં હોય. ચોવીસે કલાક વેશ્યા, વૃત્તિઓ, ધ્યાન, બધું અશુભ જ હોય. કષાયો પણ તીવ્ર જ હોય. સમજ છે નહીં અને સમજ આપી શકાય તેવો સ્કોપ-ચાન્સ પણ નથી. સ્વભાવ પણ એવો હોય કે કોઈને સહન કરી શકે નહિ. તમે એના દેખતાં એક ભિખારીને રોટલો આપો તો પણ ભસશે. તમે તમારું કોઈને આપો તો તે પણ કૂતરું જોઈ જ ન શકે. તેવી જ રીતે તેના દેખતાં બીજા કૂતરાને તમે કાંઈ આપો તો પણ તે સહન નહીં કરી શકે. પોતાના એરિયા-ક્ષેત્રમાં બીજાં કૂતરાંને ઘૂસવા જ ન દે. અસહિષ્ણુતા/ષ કેટલો? હિંસક વૃત્તિઓ કેવી કે ચકલી/કબૂતર વગેરે તો આવે એટલી વાર છે. એટલે તેને ૨૪ કલાક દુર્ગતિ જ બંધાય. તે કૂતરાના ભવથી પણ હલકી ગતિ બંધાય. તેમના ભાવો જ એવા કે આવા જ બંધ કરાવે. સંસારની સ્થિતિ આ જ છે. એક વાર હલકી ગતિમાં જીવ ગયો પછી નીચે જતાં જતાં તળિયે જઈને જ બેસે અને પછી ત્યાં અનંતકાળ રહે. માટે છમાંથી એક કારણ પકડનાર જીવો પણ બહુ ઓછા છે. માટે જ સંગતિમાં આવનારનો આંકડો ઘણો અલ્પ છે. સદૂગતિ-દુર્ગતિની સરેરાશ કેટલી આવે? પોઈન્ટ કરીને અનંતાં મીંડાં મૂકો પછી એકડો મૂકો તો જ આવે. એટલે કુલ (સદ્ગતિ તમારા હાથમાં!). કરી છે . (૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org