________________
પ્રમાણે બોલતો હોવાથી તે વાતને તમે કાઢી તો નહિ નાંખો, પણ અંદર અનુભૂતિના સ્તર પર તો મારી વાત એવી બેસે જ નહીં. આવો તો નવ્વાણું ટકા વિરોધ ચાલુ જ છે. કેમ કે શ્રદ્ધાના સ્તર પર જ સંધાન થયેલું હોય છે. ગુણસ્થાનકમાં અનુભૂતિ માંગે છે, માટે જ અઘરું છે. શ્રદ્ધાથી માનવાનું હોય તો ઘણું જ સહેલું છે. પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ ફરમાવે છે કે ગુણસ્થાનકનો આખો માર્ગ તત્ત્વસંવેદનથી ભરેલો છે. અર્થાત્ જ્યાં તત્ત્વનું સંવેદન નથી ત્યાં ગુણસ્થાનક માનવા માટે મહાપુરુષો ના પાડે છે. શ્રદ્ધા માટે જેટલાં કર્મનાં આવરણ તોડવાનાં છે, તેના કરતાં કંઇ ગણાં આવરણ અનુભવના સ્તર માટે આત્માએ તોડવાનાં છે; કારણ કે અનંત કાળથી જે અનુભવ કરો છે, તેના કરતાં ઠીક વિરોધી અનુભવ કરવાનો છે; અને તો જ મોક્ષમાર્ગ પર ચઢી શકો. બાકી તો અમે મોક્ષની વાતો કર્યા કરીશું અને તમને થશે કે વાત સાચી પણ અંદર કાંઇ દેખાતું નથી. જેઓ અનુભવની દૃષ્ટિએ શૂન્યમનસ્ક છે તેવા લોકોની આ સ્થિતિ છે. ખાવા-પીવા, હરવા-ફ૨વામાં બધે અનુભવનો આનંદ દેખાય છે અને અહીં એવો કોઇ આનંદનો અનુભવ દેખાતો નથી.
સભા : તર્કથી કબૂલ કરાવાય ને?
મ.સા. : તર્કથી બુદ્ધિને કબૂલ કરાવી શકાય પણ અંદરની પ્રતીતિ જુદી થાય તો?
સભા ઃ તે અંદરની પ્રતીતિ પણ ન કરાવી શકે?
મ.સા. ઃ હા, બુદ્ધિથી સમજેલો હોય તો પ્રતીતિ કરાવવામાં સહેલું પડે છે, પણ બુદ્ધિ જાતે જ પ્રતીતિ નથી. તપ/ત્યાગ/સંયમ બધા ભાવો આત્માના શીતલ પરિણામો છે. તે બધાને ભાવશીત કહ્યા છે. એ.સી./એરકુલર/પંખા વગે૨ે બાહ્યશીતલતાનાં કારણો છે. તેવો જ તપ/ત્યાગ સંયમરૂપ ધર્મ અંદ૨માં સતત ભાવશીતલતાને આપનારો છે. ઠંડકમાં હાથ નાંખીએ તો ઠંડકનો અનુભવ થાય અને તે વખતે દાહ શમે જ. ધર્મની કોઇપણ પ્રવૃત્તિ કરતાં અંદરનો દાહ શમવો જોઇએ. દા.ત. એસીડીટીવાળાને પિત્તનાશક વસ્તુ આપો તો અંદ૨માં કેટલી ઠંડક થાય? તેવી જ રીતે તપ/ત્યાગ/સંયમથી આરાધના બરાબર થતી હોય તો અમુક લેવલના વિષય-કષાયનો દાહ શમે જ. તે સમયે અંદરમાં તૃપ્તિ/શાંતિ/સુખાસિકાનો આનંદ થાય જ.
સભા : અમને તો પારણામાં શાંતિ થાય છે!
મ.સા. : પારણામાં શાંતિ બાહ્ય ભૂખ શમે છે માટે થાય છે. તમને અંદરનું સંવેદન ખૂલ્યું છે કે નહીં તે જ પ્રશ્ન છે. પાંચ ઇન્દ્રિયોની જ સંવેદના ખૂલેલી હોય તો એનું જ ફીલીંગ(લાગણી) થયા કરે. અંદરની ચેતના ખૂલી હોય તેને અંદરની બળતરા-શાંતિનો પણ ખ્યાલ આવે. નવ્વાણું ટકા આંતરિક સંવેદના ખૂલી જ નથી, માટે સંસારમાં નાના પણ દુઃખનો ખ્યાલ આવે પણ આત્માનાં મોટાં મોટાં દુઃખોનો પણ ખ્યાલ નથી આવતો. જે જીવ ગુણસ્થાનકમાં આવે તેણે વિશિષ્ટ આત્માની દુનિયામાં પ્રવેશ કર્યો
(૬૭)
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org