________________
પામો તો આધ્યાત્મિક વિકાસ નથી, પરંતુ તે માટેના એક ચાન્સ તરીકે કિંમત છે; તેનાથી વધારે કિંમત નથી. દા.ત. તમને જીવનમાં સારો ધંધો કરવાની તક મળી તે તમારી ખુશનસીબી, પણ તે તક ઝડપી નહીં તો અર્થ શું રહ્યો? બસ, આવી જ રીતે જીવ અનંતવાર સંસારમાં તક પામ્યો છે અને તેને ગુમાવે છે. પણ હવે ખોવું કે ન ખોવું તે તમારી મરજીની વાત છે. બાકી તો અનંતી તકો સરી ગઈ તેમાં આ એકનો ઉમેરો જ થશે. માટે બીજા કારણથી આવતી સદ્ગતિ અને ગુણસ્થાનકથી આવતી સદ્ગતિમાં બહુ તફાવત છે. બીજી રીતે પામેલી સદ્ગતિ તો નામની સદ્ગતિ છે. અધ્યાત્મ વિનાના જીવોની સગતિ તો દ્રવ્યથી સદ્ગતિ, ભાવથી તો એને દુર્ગતિ જ કહી છે, સાચી સદ્ગતિ તો અધ્યાત્મ પામેલા જીવની જ છે. અભવ્યનો જીવ છેક નવ રૈવેયક સુધી જાય, છતાં તેના માટે કહ્યું-દુર્દેવત્વ છે. ત્યાં પ્રશ્ન કર્યો કે દુર્દેવ કેમ કહો છો? આટલું ભૌતિક સુખ, શાંતિ, દોમ દોમ સાહ્યબી છતાં પણ દુર્ગતિ? ત્યાં જવાબ આપ્યો કે ગમે તેટલાં તેની પાસે ભૌતિક સુખ, સાહ્યબી, શાંતિ વગેરે હોય, પણ તેની પાસે સાચું આંતરિક સુખ નથી. તેવી ગમે તે ગતિ હોય તેને હકીકતમાં દુર્ગતિ જ કહીશું. કેમકે બહારથી સુખમાં ઝબોળાયેલો હોય પણ અંદરથી શાંત નથી, તેવા જીવોની અમે સાચી સદ્ગતિ કહેવા માંગતા જ નથી. માટે સમજો, ભાવથી સગતિનું કેટલું મહત્ત્વ છે, અને તે સદ્ગતિ ગુણસ્થાનક સાથે જ જોડાયેલી છે, બાકી તો દ્રવ્યથી સગતિ હોઈ શકે. માટે આધ્યાત્મિક તત્ત્વ ભળે એટલે સમજવું ભાવથી સદ્ગતિ આવી. માટે સદ્ગતિનાં બધાં કારણોમાં અમે ગુણસ્થાનક કારણને ઉત્તમ કહીએ છીએ, કદાચ શુભધ્યાન/શુભલેશ્યામંદકષાય/અકામનિર્જરા દ્રવ્યથી વિરતિ કશું ન હોય તો પણ ચાલે; આત્મા ગુણસ્થાનક પામતો હોય તો કહીશું તેનો ભવ સફળ. અધ્યાત્મના માર્ગના વિકાસનો આ જોરદાર પાયો છે.
હવે ગુણસ્થાનક પામ્યો છે કે નહિ તે કેવી રીતે નક્કી થાય? તે પામ્યાની નિશાની શું? વગેરે પ્રશ્નો તમને સહેજે થાય. તો ગુણસ્થાનક શબ્દથી આધ્યાત્મિક ગુણની ઉત્પત્તિનું સ્થાન લઈએ છીએ. આત્માની એવી સરળતા જેમાં અધ્યાત્મગુણ પેદા થઇ શકે, અને જેના વ્યક્તિત્વમાં એક પણ આધ્યાત્મિકગુણ પેદા થઇ શક્યો હોય, તેને અમે ગુણસ્થાનક પામેલો જીવ કહીશું. ગુણસ્થાનક પામેલા કેટલા, કેવા તે હમણાં વાત નથી, પણ બધા ગુણસ્થાનક પામેલા માટે સામાન્ય વિધાન કે આત્મિક વિકાસ તો જોઇએ જ. અધ્યાત્મ સિવાયના બધા ગુણો ગેરલાયક ગણાય. ગુણો તમારામાં ગમે તેટલા હોય, થોડા ત્યાગી સદાચાર/ભક્તિ/ઉદારતા વગેરે ગુણો તો ખરા. સંખ્યા, ગુણવત્તા ઓછી વધારે હોઈ શકે પણ ગુણો તો છે જ. તમે સંતાનોને યોગ્ય જવાબદારી સાથે ઉછેરો તો કર્તવ્યપરાયણતાનો ગુણ તો કહેવાશે. અરે, કુટુંબ-સમાજમાં રહેવા પણ અમુક પ્રાથમિક સગુણ તો કેળવવા જ પડે છે. પણ અહીં આધ્યાત્મિક ગુણની વાત છે. શાસ્ત્ર કહે છે, એકલા ગુણ આવવાથી વ્યક્તિ આધ્યાત્મિક બનતી નથી. પહેલું ધોરણ એ કે તમને આત્મા ગમે છે? તેમાં રસ છે? આત્માથી વિરોધી જડનો સંયોગ કેવો લાગે છે? તેના તરફ અભિગમ કેવો છે? જ્યાં સુધી આત્માથી વિરોધી પ્રત્યેનું વલણ સ્પષ્ટ ન થાય, ત્યાં (૬૫) શિકાર કરી લીધી (સદ્ગતિ તમારા હાથમાં!)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org