________________
સનાતન શાશ્વત આત્મકલ્યાણનો માર્ગ નિયત છે. અનંતા તીર્થકરોએ આ જ ૧૪ ગુણસ્થાનકની પ્રરૂપણા કરી. તે જ અધ્યાત્મના વિકાસનો સનાતન, શાશ્વત, નિયત, ચોક્કસ માર્ગ છે. ગુણસ્થાનક નહિ પામ્યા હોય તો પહેલેથી પામવું પડશે અને પામ્યા હશે તો ત્યાંથી આગળ શરૂ કરવું પડશે. માટે આત્મકલ્યાણ માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. સદ્ગતિ પામવી અને આત્મકલ્યાણના માર્ગે ચઢવું સરખું નથી. તે જુદાં છે. એવો એક પણ જીવ નથી જે પ્રાયઃ કરી સદ્ગતિ ન પામ્યો હોય. બધા જીવો અનેકવાર મનુષ્યભવ-દેવલોકમાં જઈ આવ્યા છે. સંસારમાં કાળ અનાદિ અનંત છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કાળ અનાદિ અનંત છે. સંસારમાં આપણું પરિભ્રમણ અનંતકાળનું છે અને કાળ અમર્યાદિત છે. બીજી બાજુ જીવાયોનિનો આંકડો ચોરાસી લાખનો મર્યાદિત છે. એટલે આ ચોરાસી લાખ જીવાયોનિમાં જ અનંતકાળ ફરવાનું. માટે એવી કોઈ ગતિ યોનિ અવસ્થા/ભવ નથી, જેમાં આપણે એક બે વાર નહિ પણ અનંતી વાર ગયા ન હોઈએ. આની પાછળ લોજીક-તર્ક છે. આ બાજુ આંકડો ૮૪ લાખનો છે. પેલી બાજુ આંકડો અનંતકાળ છે. દા.ત. તમને કોઈ એક કૂંડાળું કરી આપે અને કહે કે આટલા ચક્રમાં સવારથી સાંજ સુધી ફરવાનું, તો તમે કૂંડાળાની એકની એક જગા પર કેટલીયે વાર આવો ને? ઘણાને ચોરાસી લાખમાં અધધધ થઈ જાય છે, પણ તમારી દુનિયા માહિતી/જાણકારી કેટલી? વૈજ્ઞાનિકો પણ ચાલીસ લાખ જેટલી જીવની જાતો માને છે. કેમકે તેઓ પણ જેમ જેમ શોધખોળ કરે તેમ તેમ કેટલીયે જીવોની જાતો નવી નવી મળે, એટલે એમનો આંકડો વધે જ. માટે ચોરાસી લાખ જીવાયોનિનો આંકડો અશક્ય નથી. આ જીવાયોનિઓ ઘરમાં બેઠાં નહિ દેખાય, દુનિયામાં ફરો તો ખબર પડે. જંગલમાં જાઓ તો કેટલાય જીવો જુદા જુદા મળે. હકીકતમાં સંસારની વાસ્તવિકતા જોઈ જ્ઞાનીઓએ આ આંકડો કહ્યો છે. આપણે વારંવાર એકે એક ભવમાં ગયા જ છીએ. દુર્ગતિમાં અનેકવાર અને સદ્ગતિમાં ઓછી વાર. તો પણ આંકડો તો અનંતનો જ આવે.
સભાઃ ચોરાસી લાખ વ્યવહારરાશિના કે બંનેના? મ.સા. : વ્યવહાર, અવ્યવહાર એમ તમામ મળી ચોરાસી લાખ થાય. તમે બધે ફરી આવ્યા છો, છતાં સંતોષ નથી. એટલે હજી હરવા-ફરવાનું મન થાય છે. ઘણા કહે છે કે સાહેબ કાશ્મીર ફરી આવ્યા. પણ જાણતા નથી કેટલીય વાર કાશ્મીર જઇ આવ્યા. અરે! કાશ્મીરની લીલોતરીમાં પણ કેટલીય વાર જન્મી આવ્યા છો. ત્યારે તમને બધા જોવા આવતા હતા અને જોઈ જોઈ હરખાતા હતા. તમે સાચું બોલો આવી લીલોતરી જોઈ તમને શું થાય?
સભા કેટલું સુંદર છે! મ.સા. પણ કોઈ માર્મિક દૃષ્ટિએ પૂછે કે સુંદરતા શું છે? દા.ત બીચ પર ગયા હો, દરિયાનું પાણી છવાયેલું હોય, મોજાં પથ્થર સાથે અથડાઈ અથડાઇને પાછાં જાય છે. (૬૩) કામ છે.
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org