________________
બીજે ક્યાંય નહીં મળે. માટે ગોખવા/યાદ રાખવા જેવી વાતો છે. આ બધું મગજમાં ફીડ નહીં થતુ હોય તો એક સદ્ગતિનું કારણ પકડશો એટલે હરખાઈ જશો, પણ હજુ આત્મકલ્યાણના માર્ગે જવાનું બાકી છે, તે વાત યાદ નહીં આવે.
સભા આધ્યાત્મિક ગુણો એટલે? મ.સા. જે તમને આત્માના સ્વરૂપનો આસ્વાદ અનુભૂતિ કરાવે તે આધ્યાત્મિક ગુણો
સભા નામ? મ.સા. કક્ષમાં પણ આધ્યાત્મિક ગુણ છે. પણ ગુણસ્થાનક ન પામ્યા હોય ત્યાંસુધી તે ગુણો આધ્યાત્મિક ગુણો ન કહેવાય. સંસારથી વિરક્ત દશા પામેલા આત્માના બધા ગુણો આધ્યાત્મિક ગુણો બને. વૈરાગ્ય આવ્યા પછી જ આધ્યાત્મિકતા આવવાની શક્યતા છે. મોક્ષમાર્ગમાં આવેલ નથી તેવી વ્યક્તિના ગુણોની બે કક્ષા છે. ધાર્મિક સદ્ગુણ અને સામાજિક ગુણ, ધાર્મિક સદ્ગુણ હોય તો થોડી ઊંચી ગુણવત્તાનું પુણ્ય બાંધે. એક વ્યક્તિ સામાજિક રીતે ક્ષમા કરે તો તે સામાજિક ગુણ. તમે ગુણો વિકસાવો એટલે અમે દૃષ્ટિકોણ પૂછીએ અને તે પછી જ એની કિંમત કરીએ. આમ સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ ગુણો કેળવો તેનું મૂલ્ય જુદું જુદું હોય.
સભા સેવાપૂજા કરતો હોય તો? મ.સા. તે કયા દૃષ્ટિકોણથી પૂજા કરો છો તે પરથી નક્કી થાય છે. હું પૂછું કે આ ભગવાનની ભક્તિમાં શું રસ છે? તો શું કહો?
સભા એમના ગુણોની પ્રાપ્તિ કરવી છે. એમનો ઘણો ઉપકાર છે. મ.સા. બધાએ સરસ જવાબ આપ્યા છે. પણ એક એક ને પકડવા જેવા છે. તમે કહો છો પ્રભુનો ઘણો ઉપકાર છે, માટે સેવા કરીએ છીએ. તો પ્રભુ તમારા ઉપર જે ઉપકાર કરવા માંગતા હતા તે ઉપકાર ગમે છે? ભગવાન તમને મોક્ષે મોકલવા અને તે માટે સંયમ લેવડાવવા-સંસાર છોડાવવા માંગતા હતા. હવે સંસાર છોડી ન શકો પણ છોડવાની ઇચ્છા ખરી? ક્યારે બહાર નીકળું, ક્યારે નિર્મળ મહાવ્રતો સ્વીકારું તેવી ઇચ્છા છે? બહુ જ મુશ્કેલ છે. ભગવાન જે ઉપકાર કરવા માંગતા હતા તે ગમ્યો છે કે નહીં તે પહેલાં વિચારો, સ્વીકારવાની વાત પછી. કોઈ કહે છે, ભગવાન જેવા થવું છે. તો મારે એટલું જ પૂછવું છે કે ભગવાને જે છોડ્યું છે તે તમારે છોડવું છે? અને ભગવાને જે મેળવ્યું છે તે તમારે મેળવવું છે? જીવનમાં ભગવાને જે છોડ્યું છે તે મેળવવાનો કે ભગવાને જે મેળવ્યું છે તે મેળવવાનો સંઘર્ષ ચાલુ છે? પાછું તેમાં ખોટું પણ નથી લાગતું. આધ્યાત્મિક ગુણો ક્યારે આવે? ભગવાન જે આત્મસુખ પામ્યા છે તે મને ક્યારે મળે, તેની જીભ પર તરસ લાગે, ત્યારે આ ગુણો પ્રગટ્યા કહેવાય. તમને ભગવાનમાં મઝા (૬૧)
કરે તેથી સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org