________________
મ.સા. મહેનત કરવી હોય તો દિશા તરીકે શું વિચારવાનું? કે જીવનમાં દરેક સંયોગમાં મારી વૃત્તિ કેવી થાય છે? દા.ત. હું કોઇકને ત્યાં જમવા જાઉં તો કેવી રીતે જમું છું? અને મારા ઘરે? ઘણાને મફતમાં કાંઈ મળતું હોય તો વાપરવાની વૃત્તિ પડી જ હોય અને પોતાનો ભોગ આપવો પડતો હોય તો? ઘરનાં ગાદલાં કેવી રીતે વાપરો? અને ધર્મશાળાનાં ગાદલાં કેવી રીતે વાપરો? કોઈવાર ઘરે ચા ન પીવો પણ કોઈ કહે તો તરત લઈ લો. પેટમાં ભૂખ હોય તેવું નથી, પીવું જ પડે તેવું પણ ન હોય, છતાં લેશ્યા જ અશુભ હોય. માટે વિચારો કે પારકી વાત આવે અને મારી વાત આવે તો મારો સ્વભાવ શું? આવી વૃત્તિઓ જેમ જેમ તપાસતા જશો તેમ તેમ ખ્યાલ આવશે. પછી ચોખ્ખાઈ
કરો.
સભા પારકું લેવું નહીં અને આપણું આપવું નહીં તે કેવી વૃત્તિ? મ.સા. તમારી મામૂલી વસ્તુથી કોઈને સારું થતું હોય તો આપવામાં શું વાંધો? બધું છાતીએ બાંધી પરલોકમાં લઈ જવાના છો? કોઇને તમારી તુચ્છ વસ્તુથી શાંતિ થતી હોય તો આપવામાં શું વાંધો? થોડુંક મનને પહોળું કરો. હું અને મારું એવું ન રાખો. આવી વૃત્તિઓથી ચોવીસ કલાક બંધ કેવો થાય? બીજાનો કસ કાઢવાનો ભાવ હોય તો અંતરાય કર્મ કેવાં બંધાશે? ભવાંતરમાં તમારો કસ નીકળે એવાં જ કર્મો બંધાશે. અમારી દૃષ્ટિએ તમે જીવનમાં થોડુંક અવલોકન ચાલુ કરો તો ઘણાં સંશોધન થાય અને પરિવર્તન આપમેળે આવી જાય. શુભ લેગ્યા કેળવવા માટે પહેલાં તમારી વૃત્તિઓનું અવલોકન કરો. પછી તે કેવી છે તે નક્કી કરો. નક્કી થાય પછી અશુભને કાઢવાનો વિચાર કરો. અમુક કાઢવાથી|રાખવાથી નફા-નુકસાનનાં ગણિત માંડી લો. ધીમે ધીમે કરશો તો શુભ લેયાનું બેકગ્રાઉન્ડ તૈયાર થશે. લગભગ વૃત્તિઓ સારી જોઇએ. તમારા મનોભાવની વાત કરતાં ચાર જણ વચ્ચે શરમ ન આવે તે સારી વૃત્તિ. વળી અશુભ વૃત્તિઓ તે તે નિમિત્તે પાપ કરાવશે. અશુભ લેશ્યા એ સામુહિક અશુભ વૃત્તિઓનો જથ્થો છે. લેણ્યા શુભ હોય તો જથ્થાબંધ પુણ્ય બંધાય અને લેગ્યા અશુભ હોય તો જથ્થાબંધ પાપ બંધાય. માટે કોઈ વ્યક્તિ શુભ લેશ્યાવાળી હોય તો તે ગમે તે રીતે મરી ગયો હોય, તો પણ અમે કહીએ કે સદ્ગતિમાં ગયો હશે.
સગતિનું ચોથુ કારણ:
(૪) શુભધ્યાન -સદ્ગતિના આ કારણને પાછળ મૂકું છું. પહેલાં ગુણસ્થાનક કારણ લઈશ. શુભધ્યાન એટલે ધર્મધ્યાન અને શુક્લધ્યાન. અને આ તો વિશિષ્ટ ધર્માત્માને જ આવે. માટે આ કારણ આપણે પાછળ રાખી અત્યારે ગુણસ્થાનક કારણ લઉં છું.
(૫૯)
બી C સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org